વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ

January, 2006

વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ (. 1913, બર્લિન, જર્મની; . 1951, બર્લિન, જર્મની) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક જર્મન ચિત્રકાર.

તેમણે કારકિર્દી એક ફોટોગ્રાફર તરીકે આરંભેલી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરની નેતાગીરી હેઠળના જર્મન લશ્કરમાં સૈનિક તરીકે તેમણે સેવા આપેલી; પરંતુ ફ્રેંચ સૈન્યે તેમને કેદ કરી લેતાં, થોડાં વરસો દક્ષિણ ફ્રાંસમાં યુદ્ધકેદી તરીકે વિતાવ્યાં. 1945માં મુક્ત થયા પછી તેમણે જર્મનીમાં અમૂર્ત ચિત્રણા શરૂ કરી. તેમનાં ચિત્રોમાં રંગો મુખ્યત્વે તીવ્ર ભડકવાળા હોય છે; પીંછી વડે સર્જેલા રંગોના સ્તરો પર સ્તરો રસપ્રદ ભાત ઊભી કરે છે.

અમિતાભ મડિયા