Painting

મૅર્ટિન, જૉન

મૅર્ટિન, જૉન (જ. 1789 બ્રિટન; અ. 1854 બ્રિટન) : રંગદર્શી ચિત્રશૈલીના બ્રિટિશ ચિત્રકાર. તેઓ વિનાશ, સર્વનાશ અને પ્રલયનાં નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા બનેલા. બ્રિટનના તત્કાલીન સામાજિક અને રાજકીય વાતાવરણમાં સન્માનપાત્ર સ્થાન ધરાવતી ‘ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ’ તરફથી મૅર્ટિનને હડધૂત કરાયા હતા. સામે પક્ષે મૅર્ટિને પણ એ એકૅડેમીનો હિંસક વિરોધ…

વધુ વાંચો >

મેસોં, આન્દ્રે

મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા  હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની…

વધુ વાંચો >

મેહરા, અંજના

મેહરા, અંજના (જ. 1949, દિલ્હી) : ભારતનાં આધુનિક મહિલા ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી મુદ્રણક્ષમ કલા(print-making)નો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો, 1973 પછી પોતાની કલાનાં પ્રદર્શનો કર્યાં, જેમાં મુંબઈ, દિલ્હી, સિયૅટલ, લૉસ ઍન્જલસ અને જર્મનીનો સમાવેશ થાય છે. મેહરાની ચિત્રકલા એકરંગી છે. તેમાં બારીક અંકનોનાં અવનવાં પોત અને…

વધુ વાંચો >

મૉડર્સોનબેકર, પૉલા

મૉડર્સોનબેકર, પૉલા (જ. 1876, બ્રેમેન, જર્મની; અ. 1907) : જર્મનીનાં પ્રતીકવાદી અને અભિવ્યક્તિવાદી મહિલા ચિત્રકાર. તેમના ગામ બ્રેમેન નજીક આવેલા ગામ વૉર્પ્સવીડમાં કલાકારો અને લેખકો એકઠા થતા. અહીં પ્રતીકવાદી કવિ રેઇનર મારિયા રિલ્કે સાથે તેમનો મેળાપ થયો અને તેમના પ્રત્યક્ષ પ્રભાવ હેઠળ આરંભાયેલી તેમની ચિત્રકલામાં પ્રતીકવાદ અને અભિવ્યક્તિવાદ ઉપરાંત ફૉવવાદ…

વધુ વાંચો >

મોદિલ્યાની, આમેદિયો

મોદિલ્યાની, આમેદિયો (Modigliani, Amedio) (જ. 1884, લેગહૉર્ન; અ. 1920) : ઇટાલિયન યહૂદી વંશના ચિત્રકાર, શિલ્પકાર અને સૂત્રગ્રાહી (draughtsman). વેનિસ અને ફ્લૉરેન્સમાં અભ્યાસ કરી પૅરિસમાં સ્થાયી થયા (1906). તેમણે કલામાં જે મેળવ્યું તેમાં ઇટાલિયન પરંપરાનો ફાળો તો ખરો જ, પણ ટુલોઝ લુટ્રેક, સેઝાં અને પિકાસો જેવા, કલાકારો ઉપરાંત આફ્રિકન શિલ્પોના પ્રભાવનો…

વધુ વાંચો >

મોદી, અશ્વિન

મોદી, અશ્વિન (જ. 1938, અમદાવાદ; અ. 4 સપ્ટેમ્બર 2013, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની આર્ટ માસ્ટર્સ ડિપ્લોમા પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમણે શાળામાં બાળકોના ચિત્રશિક્ષકની કારકિર્દી અપનાવેલી. મોદીએ ‘નવતાંત્રિક’ (Neotantric) શૈલીમાં ચિત્રકામ કર્યું છે. પોતાની કલા પર માણેકચોકની ચાંલ્લાઓળની પ્રભાવક અસર હોવાનો મોદીએ સ્વીકાર કર્યો છે.…

વધુ વાંચો >

મોના લીસા

મોના લીસા : રેનેસાં યુગના મહાન વિચારક અને કલાકાર લિયોનાર્દો દ વિન્ચી દ્વારા 1503–06 દરમિયાન આલેખાયેલું જગમશહૂર ચિત્ર. હાલમાં તે પૅરિસના લૂવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલું છે. 77 × 53 સેન્ટિમીટર ફલકનું આ ચિત્ર લાકડાની સપાટી પર તૈલરંગો વડે ચીતરાયેલું છે. ચિત્રની સપાટીને ઘણું નુકસાન થયું હોવાથી તે ખરાબ હાલતમાં છે. આ…

વધુ વાંચો >

મૉને, ક્લૉદ

મૉને, ક્લૉદ (Monet, Claude) (જ. 14 નવેમ્બર 1840, પૅરિસ; અ. 5 ડિસેમ્બર 1926, ફ્રાન્સ) :  ફ્રેન્ચ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર. લેહેવરમાં ભણ્યા. 1858માં તેમને બોદીં મળ્યા, જેમણે તેમને નિસર્ગ-ચિત્ર તરફ વાળ્યા. હવામાનના-વાતાવરણના સંદર્ભમાં ચિત્રો કરવાનાં શરૂ કર્યાં. આવું પ્રથમ ચિત્ર ‘સીન એસ્ચુઅરી’ લોકાદર પામ્યું. તેમાં નિસર્ગના છાયાભેદ પકડવાના ર્દષ્ટિભ્રમે મુખ્ય ભાગ ભજવ્યો…

વધુ વાંચો >

મૉન્દ્રીઆં, પીએ

મૉન્દ્રીઆં, પીએ (જ. 7 માર્ચ 1872; અ. 1 ફેબ્રુઆરી 1944) : ડચ ચિત્રકાર. તેમણે વાસ્તવવાદી ર્દશ્યચિત્રો વડે શરૂઆત કરી અને પછી ઘનવાદ(cubism)ની શૈલી અપનાવી. નિસર્ગચિત્ર કે ર્દશ્યચિત્રથી શરૂ કરીને ઘનવાદી ચિત્રો સુધીની આ યાત્રામાં, ચિત્રમાંથી વાસ્તવિક વિગતો ક્રમશ: ઘટતી ગઈ અને ધીમે ધીમે  તેને સ્થાને નજર સમક્ષ દેખાતા ઘટક (object)…

વધુ વાંચો >

મૉરિઝો, બેર્ત (મેરી પૉલિન)

મૉરિઝો, બેર્ત (મેરી પૉલિન) (જ. 14 જાન્યુઆરી 1841, બર્ગેસ, ફ્રાન્સ; અ. 2 માર્ચ 1895, ફ્રાન્સ) : પ્રભાવવાદી ફ્રેન્ચ મહિલા-ચિત્રકાર. વિખ્યાત રોકોકો ચિત્રકાર ઝાં ઑનૉરે ફ્રૅગૉનાનાં તે દૌહિત્રી. તેઓ પ્રભાવવાદી ચિત્રશૈલીનાં અગ્રેસર સમર્થક હતાં. તેમણે મુખ્યત્વે મહિલા તથા બાળકોનાં ચિત્રોનું આલેખન કર્યું છે. 1862થી 1868 સુધી તેમણે કૉરો પાસે તાલીમ લીધી.…

વધુ વાંચો >