મેહરા, અંજના (જ. 1949, દિલ્હી) : ભારતનાં આધુનિક મહિલા ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી મુદ્રણક્ષમ કલા(print-making)નો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો, 1973 પછી પોતાની કલાનાં પ્રદર્શનો કર્યાં, જેમાં મુંબઈ, દિલ્હી, સિયૅટલ, લૉસ ઍન્જલસ અને જર્મનીનો સમાવેશ થાય છે.

મેહરાની ચિત્રકલા એકરંગી છે. તેમાં બારીક અંકનોનાં અવનવાં પોત અને ભાત ઉપજાવવાની તેમની ખાસિયત આલેખાઈ છે.

અમિતાભ મડિયા