મૉડર્સોનબેકર, પૉલા

February, 2002

મૉડર્સોનબેકર, પૉલા (જ. 1876, બ્રેમેન, જર્મની; અ. 1907) : જર્મનીનાં પ્રતીકવાદી અને અભિવ્યક્તિવાદી મહિલા ચિત્રકાર. તેમના ગામ બ્રેમેન નજીક આવેલા ગામ વૉર્પ્સવીડમાં કલાકારો અને લેખકો એકઠા થતા. અહીં પ્રતીકવાદી કવિ રેઇનર મારિયા રિલ્કે સાથે તેમનો મેળાપ થયો અને તેમના પ્રત્યક્ષ પ્રભાવ હેઠળ આરંભાયેલી તેમની ચિત્રકલામાં પ્રતીકવાદ અને અભિવ્યક્તિવાદ ઉપરાંત ફૉવવાદ અને ઘનવાદનાં લક્ષણો ડોકાય છે. તેમણે લાંબો સમય પૅરિસમાં પણ વસવાટ કર્યો હતો. તેમણે 1906માં દોરેલું પોતાનું આત્મચિત્ર તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે.

અમિતાભ મડિયા