Painting
મનસૂરી, નબીબખ્શ મહંમદ
મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…
વધુ વાંચો >મનોહર
મનોહર (જ. 1560; અ. 1620) : મુઘલ ચિત્રશૈલીનાં લઘુચિત્રોના અગ્રણી ચિત્રકાર. વિખ્યાત મુઘલ ચિત્રકાર બસાવનના તે પુત્ર. તે વ્યક્તિચિત્રો, પ્રાણીચિત્રો તથા હસ્તપ્રતોનાં ચિત્રાંકનો માટે મશહૂર હતા. અકબર અને જહાંગીર બંનેના રાજ્યકાળ દરમિયાન તે મુઘલ રાજદરબારના ચિત્રકાર હતા અને બંનેના તે પ્રીતિપાત્ર હતા. મુઘલ રાજદરબાર અને તેની જીવનશૈલી તથા શિષ્ટાચારના ઠાઠભપકા…
વધુ વાંચો >મલાણી, નલિની
મલાણી, નલિની (જ. 1946, કરાંચી) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યા પછી મુંબઈની ‘ભુલાભાઈ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ’માં ચિત્રો કર્યાં અને બુદ્ધિજીવીઓનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. મલાણીનાં ચિત્રોમાં ભારતના અર્વાચીન નગરજીવનની વિષમતાઓનું માનસશાસ્ત્રીય આલેખન જોવા મળે છે. દા.ત., મુંબઈની ચાલીમાં એક નાની ઓરડીમાં રહેતા…
વધુ વાંચો >મસાચિયો
મસાચિયો (જ. 21 ડિસેમ્બર 1401, કૅસલ સૅન જિયૉવાની; અ. 21 ડિસેમ્બર 1428, રેમા, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલિયન ચિત્રકાર. મૂળ નામ ટોમાસો દિ સેર જિયૉવાની દિ મૉને. બેફિકરાઈને કારણે તેમને ‘મસાચિયો’ નામ મળ્યું હતું અને તે જ નામે તેમને ખ્યાતિ મળી. સ્થપતિ ફિલિપ્પો બ્રુનેલૅસ્કી અને શિલ્પી દોનતૅલ્લોની સાથે મસાચિયોની ગણના…
વધુ વાંચો >મહંમદી, નસરીન
મહંમદી, નસરીન (જ. 1937, કરાંચી; અ. 1990, વડોદરા) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા અશરફ અને માતા ઝૈનબનું સાતમું સંતાન. કરાંચી અને મુંબઈમાં શાળાનો અભ્યાસ કર્યા પછી 1954માં લંડન જઈ નસરીને સેંટ માર્ટિન સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1957માં ચિત્રકલાનો અને ડિઝાઇનનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી એક વરસના બહેરીનના વસવાટના પરિણામે ત્યાંની મરુભૂમિ…
વધુ વાંચો >મહિચા, તનસુખ
મહિચા, તનસુખ (જ. 1945, રાજકોટ) : ગુજરાતના ચિત્રકાર અને ટેક્સ્ટાઇલ ડિઝાઇનર. વનસ્પતિ-આકૃતિઓની વસ્ત્ર-છપાઈ માટે મહિચા જાણીતા છે. ‘ઑલ ઇન્ડિયા વીવર્સ સેન્ટર’માં તેમણે વનસ્પતિની પરંપરાગત આકૃતિઓ સાથે આધુનિકતાનો સમન્વય કરવાનો સફળ પ્રયત્ન કરેલો છે. ત્યાંથી નિવૃત્ત થઈ અમદાવાદમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇન અને કાગળ પરની ચિત્રકલા અપનાવીને તેમણે મુઘલ શૈલીની આકૃતિઓ, ઈરાની ગાલીચાની…
વધુ વાંચો >મહેતા, અનંત
મહેતા, અનંત (જ. 1942 રાધનપુર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1965માં ચિત્રકલાની સ્નાતક પદવી મેળવી. આ પછી તેમણે અમદાવાદમાં શાળાકક્ષાએ કલાશિક્ષણ અને સાથોસાથ ચિત્રકલાની પ્રવૃત્તિ અપનાવી. અનંતનાં ચિત્રોમાં માનવમનના ચંચળ અને રમતિયાળ ભાવો આલેખાયા છે. ચોપાટ રમતી, ગલૂડિયાં જોડે મસ્તી કરતી, પત્તાં રમતી,…
વધુ વાંચો >મહેતા, તૈયબ
મહેતા, તૈયબ (જ. 1925, કપડવંજ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1947થી ’52 સુધી પેન્ટિંગનો અભ્યાસ કરીને 1959માં તે યુરોપ પહોંચ્યા. યુરોપયાત્રા પછી લંડન સ્થિર થઈ 5 વરસ સતત ચિત્રકામ કર્યું અને તે દરમિયાન તેમણે લંડન અને ઑક્સફર્ડમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1965માં તે…
વધુ વાંચો >મહેતા, નાનાલાલ ચમનલાલ
મહેતા, નાનાલાલ ચમનલાલ (જ. 17 નવેમ્બર 1894, જરમઠા, ગુજરાત; અ. 18 મે 1958, કાશ્મીર) : આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી તથા મહત્વનાં લઘુચિત્રોના વિશ્વવિખ્યાત સંગ્રહ ‘એન. સી. મહેતા સંગ્રહ’ના આયોજક. રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને…
વધુ વાંચો >મહેશ
મહેશ (અઢારમી સદીનો મધ્યભાગ, જ. અને અ. ચમ્બા, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાનો વિખ્યાત ચિત્રકાર. મહેશનો જન્મ સુથાર કુટુંબમાં થયો હતો. ચિત્રકલા પ્રત્યેના જન્મજાત લગાવને કારણે તેણે કિરપાલુ નામના પહાડી ચિત્રકાર પાસે તાલીમ મેળવી. પોતાના સમકાલીન પહાડી ચિત્રકાર લાહારુના સહયોગમાં તેણે અનેક ઉત્તમ ચિત્રકૃતિઓ સર્જી. આ ઉપરાંત કોઈના પણ સહયોગ…
વધુ વાંચો >