Kashmiri literature

મીર, રસૂલ

મીર, રસૂલ (જ. સેહાપુર, શાહાબાદ, કાશ્મીર; અ. 1870) : જાણીતા કાશ્મીરી કવિ. તેમના જીવન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમનું અવસાન યુવાનવયે થયાનું મનાય છે. તેઓ પ્રણયકાવ્યોના ઉત્તમ રચયિતા હતા. રહસ્યવાદી પદ્યરચનાઓના પ્રભાવના યુગમાં તેમણે પાર્થિવ પ્રિયાને સંબોધીને નિર્ભીકતાથી ગઝલો લખી. તેઓ હિંદુ સ્ત્રીને ચાહતા હોવાનું મનાતું હતું. તેમની…

વધુ વાંચો >

યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી)

યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી) : મેહમૂદ ગામી(1765–1855)એ રચેલ 8 કાશ્મીરી મસ્નવીઓ પૈકીની એક ઉત્તમ મસ્નવી. યાકૂબ(જેકોબ)ના પુત્ર યૂસુફ (જોસેફ)ની વાર્તા જેનેસિસ(બાઇબલનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં  આપેલી છે; પરંતુ મેહમૂદનું કથાવસ્તુ મૌલાના જામીની ફારસી મસ્નવી પર આધારિત હોઈ ઓલ્ડ ટેસ્ટામેન્ટથી અનેક બાબતોમાં જુદી પડે છે. મા વિનાના યૂસુફ પર યાકૂબનો પ્રેમ વિશેષ હતો.…

વધુ વાંચો >

રફીક રાઝ

રફીક રાઝ (જ. 1950, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે શ્રીનગરના દૂરદર્શન કેન્દ્ર પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવા બજાવી, સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાં કાશ્મીરી ભાષાના અધ્યાપક તરીકે પણ કામગીરી કરી છે. તેમને તેમના ગઝલસંગ્રહ ‘નઈ છે નલ્લન’ માટે…

વધુ વાંચો >

રાઝદાન, કૃષ્ણ

રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી…

વધુ વાંચો >

રાધાસ્વયંવર

રાધાસ્વયંવર : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1879) રચિત મહત્વનું બીજું ‘લીલા’કાવ્ય. પ્રથમ ‘લીલા’કાવ્યની જેમ આ કૃતિનો વિષય પણ ‘ભાગવત’(સર્ગ 10)માંથી લેવાયો છે અને આશરે 1,400 શ્ર્લોકોમાં આધ્યાત્મિક રૂપક ઉપસાવાયું છે. વાસ્તવમાં ધ્રુવપંક્તિ(‘સેત વિમર્શ દીપ્તિમાન ભગવનો’)ના પરિણામે કાશ્મીરની આગામી ‘પ્રત્યભિજ્ઞા’(ઓળખ)નું સર્જનાત્મક રૂપાંતર પ્રયોજાયું છે. દૃષ્ટાંતકથાની મર્યાદામાં રહીને, આ કાવ્યમાં સામાજિક વર્તણૂકના વ્યક્તિગત…

વધુ વાંચો >

રાની હબ્બાખાતૂન

રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550  સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે. શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં…

વધુ વાંચો >

રાહી અબ્દુલ રહેમાન

રાહી, અબ્દુલ રહેમાન (જ. 6 માર્ચ 1925, શ્રીનગર) : કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એમનો ઉછેર મોસાળમાં થયેલો. ત્યાં જ શિક્ષણ લેવાનું બન્યું. આજીવિકાર્થે તેવીસ વર્ષની વયે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કારકુન બન્યા; પરંતુ સરકારી તંત્રમાં આ ભાવનાશાળી યુવક ગોઠવાઈ ન શક્યા. આથી ‘ખિદમત’ નામક ઉર્દૂ…

વધુ વાંચો >

રાહી, વેદ

રાહી, વેદ (જ. 22 મે 1933, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના ટૂંકી વાર્તાના અગ્રણી લેખક તથા ફિલ્મસર્જક. તેઓ પત્રકાર પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા લાલા મુલ્કરાજ શરાફ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અખબારમાલિકો તથા તંત્રીઓના મંડળના સર્વોચ્ચ સભ્ય હતા. લેખકોની વચ્ચે ઊછરેલા રાહીને શબ્દોની ઝમક અને શાહીની સુવાસ કોઠે પડી…

વધુ વાંચો >

રુય્યક

રુય્યક (બારમી સદીનો પૂર્વાર્ધ) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. તેઓ ‘અલંકારસર્વસ્વ’ના લેખક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ રાજાનક તિલક હતું. પિતા તિલકે આચાર્ય ઉદભટના ‘અલંકારસારસંગ્રહ’ ઉપર ટીકા લખી હતી. રુય્યકનું બીજું નામ રુચક હતું. કાશ્મીરી લેખકોને અપાતું ‘રાજાનક’ બિરુદ પણ તેમને આપવામાં આવ્યું હતું. પોતાના વિદ્વાન પિતા પોતાના ગુરુ હતા, એવો…

વધુ વાંચો >

રૈના, શિબન ક્રિશન

રૈના, શિબન ક્રિશન (જ. 22 એપ્રિલ 1942, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1962માં હિન્દી સાથે એમ.એ. થયા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અધ્યાપનકાર્ય સ્વીકાર્યા બાદ બીબીરાણી ખાતેની સરકારી કૉલેજના ઉપાચાર્ય તરીકે તેમણે સેવા આપી. વળી અલ્વર…

વધુ વાંચો >