Kannad literature
યક્ષગાન બયલતા (1957)
યક્ષગાન બયલતા (1957) : દક્ષિણ કન્નડના લોકનાટ્ય યક્ષગાનના સ્વરૂપના ઊગમ અને વિકાસને લગતો શિવરામ કારન્તનો શોધપ્રબંધ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નાટ્યવિષયનાં વિવિધ પાસાંને લગતા પોતાના ખાસ રસને લીધે કારન્ત તેમના પ્રદેશના આ કલાસ્વરૂપ તરફ આકર્ષાયા. એમાં કેટલાક ધંધાદારીઓએ તેનું વ્યાપારીકરણ કરેલું જોઈ તેમાં…
વધુ વાંચો >રન્ના
રન્ના (દસમી શતાબ્દી) : કન્નડ કવિ. મધ્યકાલીન કન્નડના ત્રણ મહાકવિઓમાં પંપ અને તથા પોન્ન પછી રન્નાનું સ્થાન આવે છે. એમણે એમની જીવનકથા ઘણા વિસ્તારથી લખી છે. એમને બે પત્નીઓ હતી : જાવિક અને શાંતિ. બે સંતાનો હતાં : પુત્ર રાય અને પુત્રી અતિમ્બે. અતિસેનાચાર્ય એમના ગુરુ હતા. શ્રવણ બેલગોડાના વિદ્યાકેન્દ્રમાં…
વધુ વાંચો >રંગ બિન્નપા
રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે;…
વધુ વાંચો >રાગલે
રાગલે : કન્નડ ભાષાનો ‘માત્રા’ નામનો બહુ જાણીતો છંદ. દસમી સદી પછી તે પ્રચલિત બન્યો હતો. તેનાં નામકરણ તથા ઉદભવ ચર્ચાનો વિષય બન્યાં છે. રાગલે એ ક્ન્નડ સ્વરૂપ છે અને તેનું સંસ્કૃત સ્વરૂપ ‘રાધટા’ હોવાનું મનાયું છે. ‘રાધટા’ અને ‘રાગલે’ મૂળ સંસ્કૃત શબ્દ ‘અર્ધટ્ટા’નાં જ રૂપો છે. પ્રાકૃતમાંથી આવેલા ‘રાગડા…
વધુ વાંચો >રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી
રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી (જ. 16 માર્ચ 1929, મૈસૂર; અ. 1993) : કન્નડ તથા અંગ્રેજી ભાષાવિદ અને કવિ. શિક્ષણ મૈસૂર, પુણે તથા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં. મૈસૂરની મહારાજ કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી પુણે યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958-59માં પુણેની ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1960-62 દરમિયાન અમેરિકાની…
વધુ વાંચો >રામાયણદર્શનમ્
રામાયણદર્શનમ્ : કન્નડ મહાકાવ્ય. 26 ડિસેમ્બર 1904ના રોજ જન્મેલા કન્નડ કવિ પુટપ્પા-રચિત આ મહાકાવ્ય 1936થી 1946 દરમિયાન રચાયેલું. એમને આ કૃતિ માટે સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠના પુરસ્કારો મળ્યા છે. એમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પણ એમાં ઘણું ઉમેરણ – ઘણા ફેરફારો કર્યાં છે. ‘રામાયણદર્શનમ્’ કથનાત્મક ચિંતનપ્રધાન કાવ્ય છે. એ…
વધુ વાંચો >રાવ, રાજલક્ષ્મી એન.
રાવ, રાજલક્ષ્મી એન. (જ. 1934) : કન્નડ ભાષાનાં મહિલા-વાર્તાકાર. 1950ના દશકાના પૂર્વાર્ધમાં તેમણે લખવાનો પ્રારંભ કર્યો. ‘સંગમ’ (1956) નામનો તેમનો એક જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે; 1985માં તેનું પુનર્મુદ્રણ થયું ત્યાં સુધી તે અપ્રાપ્ય હતો. તેમાં 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. કન્નડ ભાષાના ખૂબ જાણીતા લેખક બી. એમ. શ્રીકાન્તૈનાં તેઓ…
વધુ વાંચો >લક્ષ્મણરાવ, જે. આર.
લક્ષ્મણરાવ, જે. આર. (જ. 21 જાન્યુઆરી 1921, જાગલુર, જિ. ચિત્રદુર્ગા, કર્ણાટક) : જાણીતા કન્નડ વિજ્ઞાનલેખક. 1943–81 દરમિયાન તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક, રીડર અને પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ ઇંગ્લિશ–કન્નડ ડિક્શનરી(મૈસૂર યુનિવર્સિટી)ના મુખ્ય સંપાદક; 1969–78 સુધી વિજ્ઞાનને લગતા ત્રૈમાસિક ‘વિજ્ઞાન કર્ણાટક’ના સ્થાપક-સંપાદક અને 1978–88 સુધી માસિક ‘બાલવિજ્ઞાન’ના સ્થાપક-સંપાદક રહ્યા.…
વધુ વાંચો >લક્ષ્મીનારાયણસ્વામી
લક્ષ્મીનારાયણસ્વામી (જ. 1916, બૅંગ્લોર; અ. 1981) : કન્નડ ભાષાના ઉત્તમ લેખક, વૈજ્ઞાનિક અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘હસુરુ હોન્નુ’ (ગ્રીન ગૉલ્ડ, 1976) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમના પિતા ડી. વી. ગુંડપ્પા ખ્યાતનામ લેખક અને પંડિત હતા અને તેમને પણ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.…
વધુ વાંચો >લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી)
લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી) (જ. 4 એપ્રિલ 1945, તંગલી ટંડ્યા, જિ. ચિકમગલૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને નવલકથાકાર. ઇન્ટર સુધીનો અભ્યાસ અને હિંદી વિશારદ. તેઓ ધારાસભ્ય; બાલભવન – કર્ણાટકનાં પ્રમુખ, મહિલા અને બાલ વિકાસ સમિતિનાં પ્રમુખ; ગુલબર્ગ યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટનાં સભ્ય તેમજ અખિલ કર્ણાટક લંબાની વૉક્કુટનાં પ્રમુખ રહી…
વધુ વાંચો >