Jurisprudence

વસિયતનામું (વિલ)

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…

વધુ વાંચો >

વાજદ, સિકંદરઅલી

વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…

વધુ વાંચો >

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925)

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925) વ્યક્તિના અવસાન પછી તેની સંપત્તિ પ્રાપ્ત કરવાના અધિકારનું વિવરણ કરતો કાયદો. વ્યક્તિ મૃત્યુ પામે એટલે એની સંપત્તિ મેળવવાનો અધિકાર એટલે ઉત્તરાધિકાર અથવા વારસાહક. હિન્દુઓની બાબતમાં 1956થી હિંદુ સક્સેશન ઍક્ટ, 1956 અમલી છે. મુસ્લિમોની બાબતમાં મુસ્લિમ કાયદામાં એના વિશે જોગવાઈ કરી છે અને ખ્રિસ્તીઓ, પારસીઓ…

વધુ વાંચો >

વારસો (succession)

વારસો (succession) વૈધિક અને કાલ્પનિક રીતે મૃત વ્યક્તિને અસ્તિત્વમાં રાખવાની એક પ્રક્રિયા અથવા યુક્તિ. તેથી કરીને મરનારની મિલકત એના પ્રતિનિધિમાં સ્થાપિત (vest) થાય છે. આ એક એવી યુક્તિ છે, જેને લઈને એક વ્યક્તિના અવસાનથી બીજી વ્યક્તિને મરનારની મિલકત અથવા એવી મિલકતમાં અમુક હિત મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વ્યક્તિના મૃત્યુથી…

વધુ વાંચો >

વાંચ્છુ, કૈલાસનાથ

વાંચ્છુ, કૈલાસનાથ (જ. 25 ફેબ્રુઆરી, 1903, મંદસૌર, મધ્યપ્રદેશ; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા પ્રિથીનાથ અને માતા બિશનદેવી. તેમણે મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારપછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ ઑક્સફર્ડની વાધેમ કૉલેજમાં જોડાયા. તેમણે ભારતીય સનદી સેવામાં જોડાઈ…

વધુ વાંચો >

વાંટા પદ્ધતિ

વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…

વધુ વાંચો >

વિરાજ્યતા (statelessness)

વિરાજ્યતા (statelessness) : કોઈ વ્યક્તિનું સ્થાનિક કાયદા (municipal law) મુજબ રાષ્ટ્રીયત્વ રદ થયું હોય અને તે દરમિયાન તે અન્ય રાષ્ટ્રીયત્વ પ્રાપ્ત ન થઈ ગયું હોય એવી વચગાળાની સ્થિતિ. રાષ્ટ્રીયત્વ એ વ્યક્તિ અને રાજ્ય વચ્ચેની સાંધણકડી છે. હરેક વ્યક્તિને રાષ્ટ્રીયત્વ ધારણ કરવાનો અધિકાર છે. રાજ્ય કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રીયત્વ એટલે રાજ્યવિહીન…

વધુ વાંચો >

વિશિષ્ટ દાદનો કાયદો

વિશિષ્ટ દાદનો કાયદો : સમન્યાય(equity)ના સિદ્ધાંત હેઠળ વિશિષ્ટ દાદ માગવા અંગેનો કાયદો. વિશિષ્ટ દાદ એ સમન્યાયનો એક પ્રકાર છે. તે બદલ ભારતમાં છેલ્લો કાયદો 1963થી અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ નીચે મુજબની વિશિષ્ટ દાદ આપવાની જોગવાઈ કરવામાં આવી છે : (1) સ્થાવર કે જંગમ મિલકતનો કબજો મેળવવા માટેની વિશિષ્ટ…

વધુ વાંચો >

વેચાણવેરો

વેચાણવેરો : માલના વેચાણ, હેરફેર (turnover) અને વપરાશ ઉપર રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતો વેરો. ભારતમાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી વેચાણવેરો પ્રવેશ્યો. કૉંગ્રેસ પ્રધાનમંડળે 1937માં બૃહદ મુંબઈ રાજ્યમાં એનાં બીજ નાખી દારૂબંધીના વિકલ્પે વેચાણવેરો 1946માં દાખલ કર્યો હતો. માલના ઉત્પાદન, હેરફેર, વેચાણ અને વપરાશ પર વેચાણવેરો નાખી શકાય. ભારતના બંધારણના…

વધુ વાંચો >

વેઠપ્રથા (forced labour)

વેઠપ્રથા (forced labour) : વળતર કે વેતનની ચુકવણી કર્યા વિના કોઈ શ્રમિક પાસેથી તેની ઇચ્છાવિરુદ્ધ બળજબરીથી કામ લેવાની પ્રથા. ઍગ્રિકલ્ચરલ લેબર ઇન્ક્વાયરી કમિટીએ તેના માટે ‘બેગાર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર્યુક્ત કમિટીના મત મુજબ કૃષિ પર આધારિત અર્થવ્યવસ્થાની તે એક અગત્યની લાક્ષણિકતા ગણાય છે. આ પ્રથાને આંશિક દાસપ્રથા (quasi serfdom)…

વધુ વાંચો >