Journalism
વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ
વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ : અમેરિકાનાં ટોચનાં શહેરો પૈકી એક ન્યૂયૉર્કમાંથી પ્રકાશિત થતું વેપાર અને નાણાકીય બાબતોનું દૈનિક. ડાઉ જોન્સ ઍન્ડ કંપનીના ચાર્લ્સ એચ. ડાઉ દ્વારા સ્થાપિત ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’નો પ્રથમ અંક 8 જુલાઈ, 1889ના રોજ પ્રકાશિત થયો હતો. આ અખબાર સોમવારથી શુક્રવાર સુધી પ્રકાશિત થાય છે. ન્યૂયૉર્કમાં પ્રકાશિત…
વધુ વાંચો >વૉશિંગ્ટન પોસ્ટ
વૉશિંગ્ટન પોસ્ટ : અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માંથી પ્રકાશિત થતું સવારનું દૈનિક. સ્થાપના 1877માં ડેમૉક્રેટિક પક્ષના મુખપત્ર તરીકે. તે સમયે આ અખબારનાં માત્ર ચાર પાનાં હતાં. વૉશિંગ્ટન પોસ્ટ પ્રતિષ્ઠિત અખબાર છે. તેની તુલના અમેરિકાના અન્ય એક મહત્વના શહેર ન્યૂયૉર્કથી પ્રકાશિત થતા અખબાર ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સાથે થઈ શકે. 1889માં અખબાર વેચાઈ જતાં…
વધુ વાંચો >વ્યાસ, રજની કૃષ્ણલાલ
વ્યાસ, રજની કૃષ્ણલાલ (જ. 23 સપ્ટેમ્બર 1938, ભરૂચ; અ. 22 ઑગસ્ટ, 2018 અમદાવાદ) : જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોના ચિત્રકાર, લેખક, સંપાદક, ચરિત્રકાર પત્રકાર. શાળાકીય અભ્યાસ ભરૂચમાં કર્યો હતો. બી.એ. ખાલસા કૉલેજ, મુંબઈ. જી.ડી.સી.એ. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ, મુંબઈમાં કલાની તાલીમ લીધી હતી. કૉલેજમાં અભ્યાસ કરતાં કરતાં મુંબઈના ગુજરાતી દૈનિક ‘વંદે…
વધુ વાંચો >વ્હિટમૅન, વૉલ્ટ
વ્હિટમૅન, વૉલ્ટ (જ. 31 મે 1819, વેસ્ટ હિલ, લાગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 26 માર્ચ 1892, કૅમ્ડન) : અમેરિકન કવિ, પત્રકાર અને નિબંધકાર. આઠ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી ‘વૉલ્ટર’ને બદલે ‘વૉલ્ટ’ રાખેલું. માતા લૂઇસા વાન વેલ્સર; પિતા વૉલ્ટર વ્હિટમૅન. વડવાઓ મૂળ ઇંગ્લૅન્ડમાંથી અમેરિકા આવીને કનેક્ટિકટ રાજ્યમાં અને…
વધુ વાંચો >શબ્દસૃષ્ટિ
શબ્દસૃષ્ટિ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર. દર માસની પાંચમી તારીખે પ્રગટ થતું આ માસિક અકાદમીના સ્થાપનાવર્ષ ઈ. સ. 1982ના બીજા વર્ષથી એટલે કે ઈ. સ. 1983થી પ્રગટ થાય છે. તે ગુજરાતી સાહિત્ય જગતની તાસીર અને તસવીર રજૂ કરે છે. સરેરાશ 80થી 100 તથા એથી વધુ પૃષ્ઠસંખ્યા મુજબ વર્ષના 12 (બાર)…
વધુ વાંચો >શંકર ભટ, કડેન્ગોદલુ
શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…
વધુ વાંચો >શારદા
શારદા : ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું સ્થાન ધરાવતું શ્રી ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદે પ્રગટ થયેલું, સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર માટેનું સામયિક. 1924ના એપ્રિલ માસમાં ગોકુળદાસ રાયચુરાએ રાજકોટમાંથી પ્રગટ કરેલા ‘શારદા’ના પ્રથમ અંકે સૌરાષ્ટ્રમાં આગવી સાહિત્યિક આબોહવા અને સાંસ્કૃતિક ચેતના જગાડી હતી. એનો આર્ટ પેપર પર છપાયેલો પ્રથમ અંક રંગીન…
વધુ વાંચો >શાહ, વાડીલાલ મોતીલાલ
શાહ, વાડીલાલ મોતીલાલ (જ. 11 જુલાઈ 1878, વીરમગામ, ગુજરાત; અ. 21 નવેમ્બર 1931) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને સુધારાવાદી નિબંધલેખક. સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મ. તીવ્ર જ્ઞાનપિપાસુ અને લેખક. પિતા મોતીલાલ તરફથી સંસ્કારવારસો મળ્યો. પ્રાથમિક શિક્ષણ વીરમગામમાં. માધ્યમિક શિક્ષણ માટે 14 વર્ષની વયે અમદાવાદમાં ટ્યૂશન કરતાં કરતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં…
વધુ વાંચો >શાહ, શાન્તિ
શાહ, શાન્તિ (જ. 1922; અ. 1994, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ચિત્રકાર અને કટારલેખક. શાલેય અભ્યાસ કર્યા બાદ થોડો સમય રવિશંકર રાવળ તેમજ રસિકલાલ પરીખ હેઠળ કલાભ્યાસ કર્યો. રસિકલાલ પરીખે તેમને કલાના વધુ અભ્યાસ માટે ચેન્નાઈ મોકલી આપ્યા. ચેન્નાઈ ખાતેની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં પ્રસિદ્ધ શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધુરી પાસે…
વધુ વાંચો >શાહ, શાંતિલાલ અમૃતલાલ
શાહ, શાંતિલાલ અમૃતલાલ (જ. 13 જાન્યુઆરી 1920; અ. 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવી છે. અમદાવાદના રેલવે સ્ટેશન પાસે આવેલા રેવડી બજાર વિસ્તારમાં આવેલું ‘ગુજરાત સમાચાર’ કાર્યાલય ખાનપુર વિસ્તારમાં 1950માં નવા…
વધુ વાંચો >