Industry Business and Management

મોદી, ગુજરમલ મુલ્તાનીમલ

મોદી, ગુજરમલ મુલ્તાનીમલ (જ. ઑગસ્ટ 1902, પતિયાળા; અ. 22 જાન્યુઆરી 1976, મુંબઈ) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. ખાનગી ટ્યૂશનો દ્વારા નાનપણમાં ખપ પૂરતું ભણતર લઈને કુમળી વયે પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા. થોડા સમય માટે અનુભવ લઈ મોદી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી અને તેનું ચૅરમૅનપદ સંભાળ્યું. મોદી ગ્રૂપ ઑવ્…

વધુ વાંચો >

મોદી, રુસી

મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને…

વધુ વાંચો >

મોરારજી ગોકુળદાસ

મોરારજી ગોકુળદાસ (જ. 29 ઑક્ટોબર 1834, મુંબઈ; અ. 16 ઑક્ટોબર 1880, મુંબઈ) : પ્રતિષ્ઠિત વ્યાપારી અને સ્વદેશાભિમાની ઉદ્યોગપતિ. માતાનું નામ સુંદરબા. ખાનગી ટ્યૂશનો દ્વારા બાળપણમાં ખપ પૂરતું ભણતર લીધું. પિતાનું નાનપણમાં જ અવસાન થવાથી કાકાઓ સાથે પેઢીમાં પગારથી જોડાયા, જેમાં પાછળથી તેમને ભાગીદાર થવાનો પણ લાભ મળ્યો. ત્યાં થોડાક સમય…

વધુ વાંચો >

મોહાડીકર, મીનલ

મોહાડીકર, મીનલ (જ. ?, મુંબઈ) : વ્યવસ્થાપનક્ષેત્રની અગ્રણી મહિલા તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા (2008–09). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. અને ત્યાર બાદ ડી.એમ.એલ.ટી. લૅબોરેટરી ટૅકનિશિયનનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી મુંબઈ ખાતેની ટાટા કૅન્સર હૉસ્પિટલ, જસલોક…

વધુ વાંચો >

મ્યૂચ્યુઅલ ફંડ

મ્યૂચ્યુઅલ ફંડ : મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક રોકાણકારોની બચત એકત્રિત કરીને તેમના લાભાર્થે શૅર, ડિબેન્ચર, બૉન્ડ વગેરેમાં રોકાણ અને લેવેચ કરતું ટ્રસ્ટ. મ્યૂચ્યુઅલ ફંડ મૂળ અંગ્રેજી નામથી જ ઓળખાવાય છે, છતાં એને ગુજરાતીમાં ‘પારસ્પરિક ભંડોળ’ કહી શકાય. બચત કરવી એ બિલકુલ વૈયક્તિક અને કૌટુંબિક બાબત છે. પરંતુ…

વધુ વાંચો >

યુનિડો

યુનિડો : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1966માં સ્થાપવામાં આવેલી એક સંસ્થા. તેનું પૂરું નામ છે : United Nations Industrial Development Organization (UNIDO). તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશોના ઔદ્યોગિક વિકાસમાં સહાયભૂત થવાનો છે. તે મુખ્યત્વે ટેક્નિકલ સ્વરૂપની મદદ કરે છે. ઔદ્યોગિક મોજણીઓ કરવા માટે, ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવા માટે, ઔદ્યોગિક પ્રકલ્પોનું…

વધુ વાંચો >

યુનિયન-શૉપ

યુનિયન-શૉપ : કામદાર પેઢીમાં જોડાયા પછી નક્કી કરેલી મુદતમાં માન્ય કામદાર સંઘના સભ્ય થઈ જવું પડે એવી પ્રથા. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇંગ્લૅન્ડ જેવા વિકસિત દેશોમાં ઔદ્યોગિક પેઢી અને મજૂરસંઘ વચ્ચે સામૂહિક સોદાના કરાર થાય છે. તેમાં કેટલીક વાર યુનિયન-શૉપ અંગેની કલમનો સમાવેશ થતો હોય છે. તદનુસાર પેઢી ઠીક લાગે તેની…

વધુ વાંચો >

રણછોડલાલ છોટાલાલ

રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં…

વધુ વાંચો >

રસાયણોનું પૅકિંગ

રસાયણોનું પૅકિંગ : ગ્રાહક સુધી ઓછામાં ઓછા ખર્ચે, સારામાં સારી સ્થિતિમાં અને સલામત રીતે એક રાસાયણિક નીપજ જોઈતા જથ્થામાં વિતરિત થાય તેવી વ્યવસ્થા. હાલના હરીફાઈના બજારમાં પૅકેજે ઉત્પાદનની સુરક્ષા ઉપરાંત પણ અનેક જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે એટલે પૅકેજિંગની પદ્ધતિએ નીચેના તબક્કે મહત્તમ કાર્યક્ષમતા દાખવવી જરૂરી છે : (i) માલ-રક્ષણ,…

વધુ વાંચો >

રેલવે-રસીદ

રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય…

વધુ વાંચો >