Indian culture

શીરડી

શીરડી : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં આવેલું ધાર્મિક સ્થળ. ભૌગોલિક સ્થાન : 19° 53´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે. તેની ઉત્તરે કોપરગાંવ, પૂર્વે પુનામ્બા અને નૈર્ઋત્યે તળેગાંવ શહેરો આવેલાં છે. શીરડીની પૂર્વે પસાર થતી ગોદાવરી નદીએ ફળદ્રૂપ મેદાની જમીનોની રચના કરી છે. ‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતા…

વધુ વાંચો >

શીરાઝી, મીર ફતહુલ્લાહ

શીરાઝી, મીર ફતહુલ્લાહ (અ. 1588, કાશ્મીર) : સોળમા શતકના ભારતના એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ધર્મપુરુષ, રાજપુરુષ, વૈજ્ઞાનિક તથા લેખક. તેમણે મુઘલ શહેનશાહ અકબર તથા તેના મહાન દરબારીઓ અબુલફઝલ, ટોડરમલ જેવાને પોતાની બુદ્ધિ તથા પોતાના વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત કર્યા હતા અને તેમણે એક વખત નવરોઝના તહેવાર નિમિત્તે અકબરી દરબારમાં વૈજ્ઞાનિક પ્રદર્શન…

વધુ વાંચો >

શીલાદિત્ય-1

શીલાદિત્ય-1 (રાજ્યકાલ ઈ. સ. 595થી 612) : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલ વલભીના મૈત્રક રાજકુલનો પરાક્રમી અને વિદ્વાન શાસક. તે મહારાજ ધરસેન 2જાનો પુત્ર હતો. તેનાં 13 દાનશાસન મળ્યાં છે. તેણે વલભીના શાસક થતાં અગાઉ સહ્ય પ્રદેશ પર સામંત તરીકે શાસન કર્યું હતું. તે મહત્ત્વાકાંક્ષી હતો અને યશસ્વી પરાક્રમો વડે તેણે…

વધુ વાંચો >

શીલાદિત્ય-7

શીલાદિત્ય-7 (શાસનકાળ આશરે ઈ. સ. 760-788) : વલભીના મૈત્રક વંશનો છેલ્લો રાજા. તે શિલાદિત્ય 6ઠ્ઠાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. તે ઈ. સ. 760માં ગાદીએ બેઠો. તે ‘ધ્રુવભટ’ અથવા ‘ધ્રૂભટ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઈ. સ. 766માં આનંદપુર(વડનગર)ના એક બ્રાહ્મણને ખેટક (ખેડા) વિભાગનું ગામ દાનમાં આપ્યું હતું. તેનું મૂળ નામ…

વધુ વાંચો >

શુક્લતીર્થ

શુક્લતીર્થ : ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે.. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિમી.ને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા-જવા માટે નજીકનું રેલમથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિમી.ને અંતરે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર…

વધુ વાંચો >

શુદ્ધીકરણ

શુદ્ધીકરણ : વ્યક્તિનાં શરીર અને મન અશુદ્ધ થાય તેને હિંદુ ધર્મશાસ્ત્રના આધારે શુદ્ધ કરવાની ક્રિયા. મનુ, યાજ્ઞવલ્ક્ય, નારદ, પરાશર આદિની સ્મૃતિઓ વિશ્વરૂપ, મેધાતિથિ, વિજ્ઞાનેશ્વર વગેરેની ટીકાઓ તેમજ લક્ષ્મીધરનું ‘કલ્પતરુ’, દેવજ્ઞ ભટ્ટની ‘સ્મૃતિચંદ્રિકા’, હેમાદ્રિનું ‘ચતુર્વર્ગચિન્તામણિ’, ‘નિર્ણયસિન્ધુ’, ‘ધર્મસિન્ધુ’, ‘સ્મૃતિસમુચ્ચય’ વગેરે નિબંધગ્રંથો ધર્મશાસ્ત્રીય નિર્ણય માટે પ્રમાણભૂત બન્યા છે. દેશ, કાળ, કુળ કે જાતિના…

વધુ વાંચો >

શુંગ કળા

શુંગ કળા (આશરે ઈ. પૂ. 185થી ઈ. સ. બીજી સદી) : શુંગ રાજ્યવંશ દરમિયાનની ભારતીય કળા. ઈ. પૂ. 185માં છેલ્લા મૌર્ય રાજાના અવસાન પછી તેના બ્રાહ્મણ સેનાપતિએ મૌર્ય સામ્રાજ્ય હડપ કર્યું. આ નવા બ્રાહ્મણ રાજાની અટક પરથી નવો રાજવંશ શુંગ કહેવાયો. આ રાજ્યકાળ દરમિયાન બૌદ્ધ અને હિંદુ બંને ધર્મો ભારતમાં…

વધુ વાંચો >

શૂદ્ર

શૂદ્ર : હિંદુ ધર્મના ચાર વર્ણોમાંનો એક. પુરુષસૂક્તમાં વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રને ઉત્પન્ન થયેલો ગણાવાયો છે. અર્થાત્ સમાજસેવાનો ભાર શૂદ્રોને સોંપાયો હતો, પણ તેથી તે નીચ કે હલકો ગણાતો ન હતો; પરંતુ પ્રથમ ત્રણ વર્ણના કામ માટે અયોગ્ય ગણાતો હતો. પુરુષસૂક્ત અનુસાર સમાજના ચારેય વર્ણ ચાર વર્ગો રૂપે અલગ અલગ…

વધુ વાંચો >

શૂર્પારક

શૂર્પારક : પરશુરામે પશ્ચિમ કિનારે સ્થાપેલ નગર, જે વેપારનું કેન્દ્ર બન્યું. પરશુરામ તે દ્વારા ઉત્તરમાંના આર્યો પાસેના વેપારને દક્ષિણમાં દ્રવિડો તરફ વાળવા માગતા હતા. મહાભારતમાંનો એક શ્લોક સૂચવે છે કે શૂર્પારક અગાઉ જમદગ્નિ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ઈ.સ. 70 અને 80 વચ્ચેના સમયગાળામાં લખાયેલ ‘ધ પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’માં…

વધુ વાંચો >

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ

શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…

વધુ વાંચો >