History of India
શાહી રાજ્ય
શાહી રાજ્ય : ઈ.સ.ની નવમી સદીના ઉત્તરાર્ધમાં, કાબુલની ખીણ અને ગંધાર પ્રદેશમાં કલ્લર નામના બ્રાહ્મણ મંત્રીએ સ્થાપેલું રાજ્ય. તુર્કી શાહી (અથવા શાહીય) વંશના રાજા લગતુરમાનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, તેના બ્રાહ્મણ મંત્રી કલ્લરે હિંદુ શાહી રાજવંશ સ્થાપ્યો. કલ્હણે ‘રાજતરંગિણી’માં લલ્લિય શાહીનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કલ્લરને સમાન ગણી શકાય.…
વધુ વાંચો >શાહૂ
શાહૂ (જ. 1682 રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 15 ડિસેમ્બર 1749, શાહુનગર, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ. તે શિવાજીના પુત્ર સંભાજી અને યેશુબાઈનો જ્યેષ્ઠ પુત્ર હતો. તે સાત વર્ષનો હતો ત્યારે મુઘલોએ રાયગઢ જીતી લીધું અને નવેમ્બર 1689માં શાહૂ અને તેની માતા યેશુબાઈને કેદ કરી ઔરંગઝેબ પાસે દિલ્હી લઈ જવામાં આવ્યાં. મુઘલ કારાવાસમાં…
વધુ વાંચો >શાહૂ-2
શાહૂ-2 (જ. ?; અ. 4 મે 1808, સાતારા, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ (ઈ.સ. 1777-1808). તારાબાઈએ છત્રપતિ રામરાજાને ધૂર્ત અને કપટી જાહેર કરીને કેદી તરીકે રાખ્યો હતો. રામરાજાએ તેના મૃત્યુ પહેલાં જેલમાં જ એક કિશોરને દત્તક લીધો, જે શાહૂ બીજા તરીકે સાતારાનો છત્રપતિ બન્યો. છત્રપતિ શાહૂ(1682-1749)ના અવસાન પછી મરાઠા સામ્રાજ્યની તમામ…
વધુ વાંચો >શાંકલ
શાંકલ : ભારતનું એક પ્રાચીન નગર. પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’માં તેનો ઉલ્લેખ કર્યો છે. તે નામ ‘શાંગલ’ નામના નગરને મળતું આવે છે અને ઍલેક્ઝાંડરે તેનો નાશ કર્યો હતો. પાણિનિ આ બનાવ બન્યો, તે પહેલાં થઈ ગયો હશે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >શિમૂક
શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…
વધુ વાંચો >શિવભાગપુર
શિવભાગપુર : મૈત્રક સમય દરમિયાનનો એક વહીવટી વિભાગ. મૈત્રકવંશના રાજા ધ્રુવસેન 3જાના ઈ. સ. 653ના દાનશાસનમાં તથા રાજા ખરગ્રહ 2જાના ઈ. સ. 656ના દાનશાસનમાં ‘શિવભાગપુર વિષય’નાં ગામોનાં દાન સૂચવાયાં છે. પહેલામાં દક્ષિણપટ્ટનો ઉલ્લેખ છે, એટલે એનો ઉત્તરપટ પણ હોવો જોઈએ. એ વિષય(પ્રાદેશિક વિભાગ)નું વડું મથક શિવભાગપુર હતું. આ નગર એ…
વધુ વાંચો >શિવાજી
શિવાજી (જ. 6 એપ્રિલ 1627, શિવનેરનો કિલ્લો, જુન્નર પાસે, મહારાષ્ટ્ર; અ. 4 એપ્રિલ 1680, રાયગઢ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા. શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા.…
વધુ વાંચો >શિશુનાગ
શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…
વધુ વાંચો >શિશુનાગ વંશ
શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…
વધુ વાંચો >શીખવિગ્રહો
શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો.…
વધુ વાંચો >