History of India
ગુર્જર વંશ
ગુર્જર વંશ : પશ્ચિમ ભારતમાંના કેટલાક રાજવંશ. એ વંશના રાજાઓ પોતે ગુર્જર જાતિના હતા કે તેઓ ગુર્જરદેશ પર રાજ્ય કરતા હોવાથી એ રીતે ઓળખાયા એ વિવાદાસ્પદ છે. રાજસ્થાનમાં છઠ્ઠી સદીના મધ્યમાં વિપ્ર હરિચન્દ્રનો વંશ સત્તારૂઢ થયો. એને ક્ષત્રિય રાણીથી થયેલ પુત્રો અને તેમના વંશજો પ્રતિહારો તરીકે ઓળખાયા. આ વંશના રાજા…
વધુ વાંચો >ગુર્જરો
ગુર્જરો : જાતિવાચક તેમજ પ્રદેશવાચક સંજ્ઞા. સંભવત: ભારતમાં આવી વસેલી મધ્ય એશિયાની કોઈ વિદેશી જાતિના નામનું રૂપાંતર. ‘ગુર્જર’ નામ પહેલવહેલું સાતમી સદીના સાહિત્યમાં દેખા દે છે. એ પહેલાંની સાહિત્યિક તથા આભિલેખિક નામાવલીઓમાં તે પ્રયોજાયું નથી. ‘ગુર્જર’ શબ્દ જાતિવાચક નહિ, પણ પ્રદેશવાચક હોવાનુંય સૂચવાયું છે; પરંતુ એ તર્ક ગ્રાહ્ય જણાતો નથી.…
વધુ વાંચો >ગુલબદન બેગમ
ગુલબદન બેગમ (જ. 1523, કાબુલ; અ. 7 ફેબ્રુઆરી 1603, આગ્રા) : હુમાયૂંની સાવકી બહેન અને અકબરની ફોઈ. માતા દિલદાર બેગમ. મૂળ નામ સાલિકા સુલતાન. તે સમરકંદના હાકેમ સુલતાન મહેમૂદ મિર્ઝાનાં પુત્રી હતાં. ગુલબદન બેગમ 8 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મરણ પામ્યા. તેમના પિતા હિંદુસ્તાન પર વિજય મેળવવા ગયા હતા…
વધુ વાંચો >ગુહસેન
ગુહસેન : મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્કના પાંચમા પુત્ર ધરપટ્ટનો પુત્ર અને આ વંશનો છઠ્ઠો રાજા. ધ્રુવસેન પહેલાનો સીધો ઉત્તરાધિકાર મેળવનાર ગુહસેનનાં જ્ઞાત વર્ષો વલભી સંવત 240(ઈ. સ. 559)થી વ. સં. 248 (ઈ. સ. 567) ઉપલબ્ધ હોઈ તેમણે ઈ. સ. 555થી 570 દરમિયાન મૈત્રક રાજ્યનો કારોબાર સંભાળ્યો હોય. એની પ્રશસ્તિમાં એને…
વધુ વાંચો >ગોકળદાસ તેજપાલ
ગોકળદાસ તેજપાલ (જ. 16 જૂન 1822, મુંબઈ; અ. 19 નવેમ્બર 1867, મુંબઈ) : ગરીબીમાંથી જાતમહેનત કરી આગળ આવી પોતાની સંપત્તિની ઉદાર હાથે અનેકવિધ સખાવતો કરીને નામાંકિત થનાર પરોપકારી શ્રેષ્ઠી. જ્ઞાતિએ તેઓ કચ્છી ભાટિયા વણિક હતા. શેઠ ગોકળદાસના પિતામહ ખટાઉ કેશવજી કચ્છમાં આવેલા કોઠારા ગામના વતની હતા. તેમને બે દીકરાઓ –…
વધુ વાંચો >ગોખલે, ગોપાળ કૃષ્ણ
ગોખલે, ગોપાળ કૃષ્ણ (જ. 9 મે 1866, કાતલુક, રત્નાગિરિ; અ. 19 ફેબ્રુઆરી 1915, પૂણે) : ભારતના રાષ્ટ્રીય આંદોલનના અગ્રગણ્ય નેતા, માનવતાવાદી, રાજકારણમાં તેઓ મવાળ પક્ષના ગણાતા હતા. અગ્રણી સમાજસુધારક, નિર્ભીક પત્રકાર તથા ગાંધીજીએ જેમને રાજકીય ગુરુ ગણેલા એવા નેતા. વિવિધ સંસ્થાઓના સ્થાપક. ચિત્પાવન બ્રાહ્મણ. તેમના પિતા કૃષ્ણરાવ શ્રીધર અને માતા…
વધુ વાંચો >ગોપ, સાગરમલ
ગોપ, સાગરમલ (જ. 3 નવેમ્બર 1890, જેસલમેર, રાજસ્થાન; અ. 3 એપ્રિલ 1946, જેસલમેર) : સ્વાતંત્ર્યસંગ્રામના શહીદ. તેમના પિતાનું નામ અક્ષયરાજ હતું. તેમણે માધ્યમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો. તે જાણીતા રાજકીય નેતા હતા. તેમણે અસહકારની ચળવળ(1921)માં નાગપુરમાં ભાગ લીધો હતો. 1930માં તેમણે જેસલમેર રાજ્યના રાજા સામે લોકઆંદોલન કર્યું; તેથી તેમને…
વધુ વાંચો >ગોપાલ-1
ગોપાલ-1 (શાસનકાળ લગભગ ઈ. સ. 750–770) : પાલ વંશના આદ્ય સ્થાપક. ગોપાલ પહેલાનો જન્મ પુંડ્રવર્ધન (જિ. બોગ્રા.) નજીક બંગાળમાં થયો હતો. તેના પિતા સેનાપતિ વપ્પટે દુશ્મનોનો નાશ કર્યો હતો. પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા. બંગાળમાં ઈ. સ.ની આઠમી સદીમાં ફેલાયેલી અરાજકતાથી કંટાળીને પ્રજાએ રાજા તરીકે ગોપાલની પસંદગી કરી. પાલ રાજાઓ બંગપતિ…
વધુ વાંચો >ગોપાલ-2
ગોપાલ-2 (ઈ. સ.ની દસમી સદી) : બંગાળના પાલ વંશનો સાતમો અને નબળો રાજા. દસમી સદીની મધ્યમાં બંગાળનું પતન થઈ રહ્યું હતું. રાજ્યપાલ, તેના પુત્ર ગોપાલ બીજાએ અને તેના પુત્ર વિગ્રહપાલે લગભગ 80 વર્ષ બંગાળ ઉપર રાજ્ય કર્યું. દસમી સદીની મધ્યમાં કંબોજે પાલ રાજા પાસેથી ગંડ જીતી લીધું અને ત્યાં પોતાની…
વધુ વાંચો >ગોપાલ-3
ગોપાલ-3 (ઈ. સ.ની બારમી સદી) : બંગાળના પાલવંશનો સોળમો રાજા. તેના પિતા કુમારપાલના સમયમાં રાજ્યમાં અનેક મુશ્કેલીઓનું સર્જન થયું હતું. ઈ. સ. 1125માં કુમારપાલનું અવસાન થતાં ગોપાલ ત્રીજાના હાથમાં ભંગાર હાલતમાં રાજ્ય આવ્યું. ગોપાલ ત્રીજાએ ચૌદ વર્ષથી અધિક સમય રાજ્ય કર્યું. તેનું મૃત્યુ અકુદરતી રીતે થયું હતું; પરંતુ તેની કોઈ…
વધુ વાંચો >