ગોપાલ-3 (ઈ. સ.ની બારમી સદી) : બંગાળના પાલવંશનો સોળમો રાજા. તેના પિતા કુમારપાલના સમયમાં રાજ્યમાં અનેક મુશ્કેલીઓનું સર્જન થયું હતું. ઈ. સ. 1125માં કુમારપાલનું અવસાન થતાં ગોપાલ ત્રીજાના હાથમાં ભંગાર હાલતમાં રાજ્ય આવ્યું. ગોપાલ ત્રીજાએ ચૌદ વર્ષથી અધિક સમય રાજ્ય કર્યું. તેનું મૃત્યુ અકુદરતી રીતે થયું હતું; પરંતુ તેની કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી.

યતીન્દ્ર દીક્ષિત