History of Gujarat

લાખાજીરાજ

લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર…

વધુ વાંચો >

લાખાણી, રજબઅલી

લાખાણી, રજબઅલી (જ. 22 જુલાઈ 1919, કરાચી (હવે પાકિસ્તાન); અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની અને હિંદુ-મુસ્લિમ એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ. મૂળ વતન લીંબડી (સૌરાષ્ટ્ર). સુખી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ ગુલામઅલી જેઓ કેન્દ્ર સરકારના કસ્ટમ ખાતામાં નોકરી કરતા. રજબઅલીનું પ્રાથમિક શિક્ષણ કરાંચી ખાતે. માધ્યમિક શિક્ષણ…

વધુ વાંચો >

લાટમંડલ

લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ. દક્ષિણ ગુજરાતમાં  ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે. ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં…

વધુ વાંચો >

લાલા, ભોગીલાલ ધીરજલાલ

લાલા, ભોગીલાલ ધીરજલાલ (જ. 7 ડિસેમ્બર 1877, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1965, અમદાવાદ) : ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય-સૈનિક અને મુંબઈ વિધાનપરિષદના અધ્યક્ષ. ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત…

વધુ વાંચો >

લુણાવાડા

લુણાવાડા : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) તથા ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે. પરનો 946 ચોકિમી. જેટલો વિસ્તારી આવરી લે છે. તાલુકામાં લુણાવાડા શહેર ઉપરાંત 327 જેટલાં ગામો (4 વસ્તીવિહીન) આવેલાં છે. તાલુકાનું ભૂપૃષ્ઠ તેના પશ્ચિમ…

વધુ વાંચો >

લોંકાશાહ

લોંકાશાહ : જૈન ધર્મમાં લોંકાગચ્છ સંપ્રદાયના સ્થાપક. અમદાવાદમાં દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના લોંકાશાહ નામના લહિયા રહેતા હતા. તેઓ જૈન શાસ્ત્રો અને ગ્રંથોની નકલ કરવાનું કામ કરતા. એ સમયે છાપખાનાંઓ ન હતાં. એટલે ગ્રંથો, શાસ્ત્રો કે પોથીઓની નકલ લહિયાઓ પાસે કરાવવામાં આવતી. કેટલાક શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓ પણ પોતાના ખર્ચે ગ્રંથોની નકલ…

વધુ વાંચો >

વનરાજ

વનરાજ (શાસનકાળ ઈ. સ. 720-780) : અણહિલપુરના ચાવડા વંશનો સ્થાપક. તેનાં કુળ, જન્મ અને બાળપણ વિશે જુદી જુદી દંતકથાઓ પ્રવર્તે છે. એ જ રીતે તેના રાજ્યારોહણના વર્ષ, માસ, તિથિ વિશે પણ દંતકથાઓનો જ આધાર લેવો પડે છે. તેમાં વિગતભેદ પણ જોવા મળે છે. વનરાજનો ઇતિહાસ જાણવા માટે ત્રણ સાધનો અગત્યનાં…

વધુ વાંચો >

વરસોડા

વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…

વધુ વાંચો >

વર્ધમાનપુર

વર્ધમાનપુર : આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક વઢવાણ. જૈન અનુશ્રુતિ મુજબ વર્ધમાન મહાવીરની મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવેલી હોવાથી, આ નામ પ્રચલિત થયું હતું. ઈ. સ. 783-84માં જયવરાહ નામના રાજાના શાસનકાલ દરમિયાન જયસેનસૂરિએ ‘હરિવંશપુરાણ’ની રચના વર્ધમાનપુરમાં કરી હતી. ચાપ વંશનો ધરણીવરાહ ઈ. સ. 917-18માં વર્ધમાનપુરમાં શાસન કરતો હતો,…

વધુ વાંચો >

વલ્લભરાજ

વલ્લભરાજ (શાસનકાળ : ઈ. સ. 1010) : સોલંકી વંશના રાજવી ચામુંડરાજનો પુત્ર. પિતાની હયાતીમાં જ તે ગાદીએ બેઠો હતો અને આશરે છ માસ સત્તા પર રહ્યો હતો. ‘દ્વયાશ્રય’, ‘વડનગર પ્રશસ્તિ’, ‘પ્રબંધ ચિંતામણિ’ વગેરે ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે. ‘દ્વયાશ્રય’ના ટીકાકાર અભયતિલકગણિના જણાવ્યા મુજબ-તીર્થયાત્રા કરવા વારાણસી જઈ રહેલા ચામુંડરાજનાં છત્ર અને…

વધુ વાંચો >