History of Gujarat

રાજપીપળા (દેશી રાજ્ય) :

રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા…

વધુ વાંચો >

રાઠોડ, રામસિંહજી

રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

રાણકદેવીનું મંદિર

રાણકદેવીનું મંદિર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ,…

વધુ વાંચો >

રાણીનો હજીરો

રાણીનો હજીરો : અમદાવાદ શહેરની મધ્યમાં જામી (જામે) મસ્જિદની બાજુમાં અને અહમદશાહના રોજાની સામે આવેલો મિનારાઓવાળો રોજો. તે ગુજરાતના સલ્તનત સમયમાં બંધાયો હતો. હાલમાં આ રોજો ચારે બાજુએ ધમધમતા માણેકચોકના વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે. આ હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે ધ્યાનાકર્ષક છે. તેમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે…

વધુ વાંચો >

રાધનપુર

રાધનપુર : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના નવ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા આઝાદી અગાઉનું એક દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો આશરે 23° 50´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં રાધનપુર નગર ઉપરાંત 54 જેટલાં ગામ આવેલાં…

વધુ વાંચો >

રા’નોંઘણ-1

રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું…

વધુ વાંચો >

રા’નોંઘણ-2

રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા. રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા…

વધુ વાંચો >

રા’માંડલિક 1લો

રા’માંડલિક 1લો (શાસનકાળ : ઈ. સ. 1260-1306) : ચૂડાસમા વંશના રા’ખેંગાર 3જાનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. તેણે 46 વર્ષ જેટલો લાંબો સમય રાજ્ય ભોગવ્યું. તે ગાદીએ બેઠો ત્યારે નાની ઉંમરનો હતો અને રાજ્ય ચલાવવાની જવાબદારી તેનો મંત્રી મહીધર સંભાળતો હતો. રા’માંડલિક ગાદીએ બેઠો ત્યારે એની સત્તા હેઠળ જૂનાગઢ તથા તેની…

વધુ વાંચો >

રા’માંડલિક 3જો

રા’માંડલિક 3જો (શાસનકાળ : ઈ. સ. 1451-1472) : ચૂડાસમા વંશના રા’મહીપાલદેવનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. મહીપાલદેવને વૃદ્ધાવસ્થામાં, બાધા રાખ્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો. ઈ. સ. 1451માં પુત્રનો રાજ્યાભિષેક કરી, મહીપાલદેવે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રાજ્યાભિષેક સમયે માંડલિકે ‘અમારિઘોષણા’ જાહેર કરી અને દરેક મહિનાની પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને અમાસના…

વધુ વાંચો >

રા’મેલિંગ

રા’મેલિંગ (શાસનકાળ ઈ. સ. 1400-1416) : સૌરાષ્ટ્રમાં વંથલીનો ચૂડાસમા વંશનો રાજા. રા’માંડલિક બીજાને પુત્ર હતો નહિ, તેથી તેનો ભાઈ મેલિગ સોરઠનો ગાદીવારસ બન્યો હતો. તેનું બીજું નામ મેલિંગદેવ પણ હતું. રા’મેલિંગદેવ બુદ્ધિશાળી અને સાહસિક હતો. તેના દીવાન હીરાસિંહની મદદથી તેણે નાનાં રાજ્યોને જીતી, સમૃદ્ધ સૈન્ય ઊભું કરી મુસ્લિમ સત્તા સાથે…

વધુ વાંચો >