History of Gujarat
મુહમ્મદાબાદ
મુહમ્મદાબાદ : સલ્તનતકાલમાં જૂના ચાંપાનેરની બાજુમાં બંધાયેલ નગર. મહમૂદ બેગડાને ઈ. સ. 1448માં પાવાગઢ જીતવામાં સફળતા મળી. ત્યાંનાં હવાપાણી સુલતાનને માફક આવતાં ત્યાં પોતાનું પાયતખ્ત રાખ્યું. પોતાને રહેવાનાં મુખ્ય સ્થાનો પૈકીનું એક ઠરાવ્યા બાદ એણે હજરત મુહમ્મદ પયગંબરના નામ ઉપરથી એનું નામ ‘મુહમ્મદાબાદ’ રાખ્યું. એણે જૂના ચાંપાનેરની બાજુમાં પહાડની પૂર્વ…
વધુ વાંચો >મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી)
મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના શાસનકાળ દરમિયાન ચાંપાનેર અને અમદાવાદ વચ્ચેના પ્રદેશનો ફોજદાર. તેનું નામ મલેક જમાલુદ્દીન હતું અને તે લશ્કરી સરંજામની વખારોનો દારોગા હતો. મહમૂદ બેગડાએ ઈ. સ. 1471માં તેને ‘મુહાફિઝખાન’નો ખિતાબ એનાયત કરી, ચાંપાનેર તથા અમદાવાદની વચ્ચેના પ્રદેશનો ફોજદાર નીમ્યો તથા તેને એના રક્ષણની જવાબદારી સોંપી.…
વધુ વાંચો >મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ
મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ (16મી-17મી સદી) : અલ્-નૂર અલ્-સફિર અન-અખબાર અલ-કરન અલ્-આશીરનો લેખક. તે અમદાવાદમાં સોળમી અને સત્તરમી સદીનાં શરૂઆતનાં વરસોમાં થઈ ગયો. તેણે ઉપર્યુક્ત ગ્રંથમાં સાદી, રસપ્રદ અને સમજી શકાય એવી શૈલીમાં હિજરી સનની દસમી સદીના બનાવોની સાલવારી તેમજ સમકાલીન સંતો તથા ઉલેમાઓની વિગતો આપી છે, જે તત્કાલીન સમાજજીવન…
વધુ વાંચો >મૂલરાજ 1લો
મૂલરાજ 1લો (રાજ્યકાલ : ઈ. સ. 942–997) : ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) વંશનો સ્થાપક. મૂલરાજનો પિતા રાજિ પ્રાય: કનોજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો. અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીને રાજિ સાથે પરણાવી હતી. એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી, એનું નામ ‘મૂલરાજ’ પડ્યાની અનુશ્રુતિ ‘પ્રબંધચિંતામણિ’માં આપેલી છે. મૂલરાજનો મામો રાજા…
વધુ વાંચો >મૂલરાજ 2જો
મૂલરાજ 2જો (રાજ્યકાલ : ઈ. સ. 1176–1178) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. સોલંકી રાજા અજયપાલ પછી એનો મોટો પુત્ર મૂલરાજ 2જો ગાદીએ આવ્યો. ‘પ્રબંધચિંતામણિ’માં એને ‘બાલ મૂલરાજ’ કહી એનો રાજ્યકાલ ઈ. સ. 1177થી 1179નો કહ્યો છે. જ્યારે ‘વિચારશ્રેણી’માં એને ‘લઘુ મૂલરાજ’ કહ્યો છે અને એનો રાજ્યકાલ ઈ. સ. 1176થી 1178નો…
વધુ વાંચો >મૂસા સુહાગ (સોહાગ)
મૂસા સુહાગ (સોહાગ) (ઈ. સ.ની 15મી–16મી સદી) : અમદાવાદમાં સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયમાં થયેલા પીર. જેમ સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરે છે, તે રીતે મનુષ્યે અલ્લાહ પર દિલોજાનથી ફિદા રહેવું જોઈએ એમ તેઓ માનતા. તેથી તેઓ હંમેશાં સૌભાગ્યવતી સ્ત્રી પહેરે એવાં કપડાં પહેરતા હતા. અમદાવાદમાં થોડાં વરસ દુકાળ પડ્યો ત્યારે…
વધુ વાંચો >મેન્ડેલ્સ્લો, જૉન આલ્બર્ટ દ
મેન્ડેલ્સ્લો, જૉન આલ્બર્ટ દ (જ. આશરે 1615; હોલ્સ્ટીન, ઉત્તર જર્મની; અ. આશરે 1645) : ગુજરાતમાં સત્તરમી સદીમાં આવેલ જર્મન પ્રવાસી. તેના પ્રવાસવર્ણનના ગ્રંથમાંથી ગુજરાતને લગતી તત્કાલીન માહિતી પ્રાપ્ત થાય છે. ઉત્તર જર્મનીના હોલ્સ્ટીન રાજ્યના ડ્યૂકે 1635માં રશિયાના મસ્કોબી તથા ઈરાન-વેપારના હેતુથી મોકલેલા પ્રતિનિધિમંડળમાં વીસ વર્ષની વયે તે જોડાયો હતો. ત્રણ…
વધુ વાંચો >મેરુતુંગસૂરિ
મેરુતુંગસૂરિ (ઈ. સ. 14મી સદી) : ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મહત્વના ગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’ના લેખક. નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય. તેમણે વઢવાણમાં રહીને ઈ. સ. 1305(વિ. સં. 1361)માં પાંચ ખંડમાં પ્રસિદ્ધ ‘પ્રબંધચિંતામણિ’ નામના ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ગુજરાતના ઇતિહાસ માટે એ સૌથી વધારે ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વીરધવલ…
વધુ વાંચો >મોઢેરા
મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર. પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે…
વધુ વાંચો >મોદી, રામલાલ ચૂનીલાલ
મોદી, રામલાલ ચૂનીલાલ (જ. 27 જુલાઈ 1890, પાટણ; અ. 14 જુલાઈ 1949, રાજકોટ) : ગુજરાતના ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યના વિચક્ષણ સંશોધક અને સમીક્ષક. તેમનો જન્મ દશા વાયડા વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૂનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ગુજરાતમાં પરમ વૈષ્ણવ તરીકે જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ તેમના…
વધુ વાંચો >