History of Gujarat
માતાનો મઢ
માતાનો મઢ : કચ્છના પશ્ચિમ કિનારે ભુજથી 100 કિમી. દૂર આવેલું કચ્છના રાજવીઓનાં કુળદેવી મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા એ મહાલક્ષ્મી-મહાકાળી-મહાસરસ્વતીનું સ્વરૂપ છે. ભાવિકોનો એક વર્ગ તેમને આઈ આવળનું સ્વરૂપ માને છે. એક કિંવદંતી અનુસાર, 1,500 વર્ષ પહેલાં મારવાડનો દેવચંદ વેપારી તેની વણજાર સાથે હાલના મઢના સ્થાનકે નવરાત્રિ કરવા રોકાયેલો.…
વધુ વાંચો >માતા ભવાનીની વાવ
માતા ભવાનીની વાવ : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 14મી સદીમાં બંધાયેલી વાવ. આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરન્તુ તે સલ્તનતકાળમાં તો હશે જ એટલું પ્રતીત થાય છે. તેનું બાંધકામ જોતાં લાગે છે કે આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હશે. આ વાવનું ચડાણ સીધું છે,…
વધુ વાંચો >માનવ ધર્મસભા
માનવ ધર્મસભા : જુઓ મહેતાજી દુર્ગારામ
વધુ વાંચો >મામૈયા દેવ
મામૈયા દેવ : કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. ‘યદુવંશ-પ્રકાશ’ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો…
વધુ વાંચો >માવળંકર, ગણેશ વાસુદેવ
માવળંકર, ગણેશ વાસુદેવ (જ. 27 નવેમ્બર 1888, વડોદરા; અ. 27 ફેબ્રુઆરી 1956, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ. માતાનું નામ ગોપિકાબાઈ. તેમનું સમગ્ર કુટુંબ મૂળે રત્નાગિરિ જિલ્લાના માવલંગે ગામનું. પેશવાકાળ દરમિયાન તેમાંનાં ઘણાં કુટુંબો વિવિધ ગામના મુખી–‘ખોત’ના હોદ્દા ભોગવતા હતા. આ કુટુંબનાં અમુક જૂથો, વડોદરાના ગાયકવાડ…
વધુ વાંચો >માહિષક
માહિષક : એક ઐતિહાસિક નગર. રાષ્ટ્રકૂટ વંશના રાજા સુવર્ણવર્ષ કર્કરાજદેવે શક સંવત 746(ઈ. સ. 824)માં નાગકુમાર નામે બ્રાહ્મણને બ્રાહ્મણપલ્લિકા નામે ગામ દાનમાં દીધું, તેના દાનશાસનમાં એ ગામ માહિષક-42 નામે વહીવટી વિભાગમાં આવેલું હોવાનું અને એની ઉત્તરે ક્વલોઇકા, પૂર્વે નાબડ, દક્ષિણે લિક્કવલ્લી અને પશ્ચિમે ધાડિયપ્પ નામે ગામ હોવાનું જણાવ્યું છે. આ…
વધુ વાંચો >માંડવાનો કૂવો
માંડવાનો કૂવો : ગુજરાત રાજ્યમાં માંડવા (તા. કપડવંજ, જિ. ખેડા) ગામમાંનો મુઘલકાળમાં બંધાયેલો કૂવો. આ સ્થાન વાત્રકના ડાબા કાંઠે આમલિયારાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. આ કૂવો મહેમદાવાદના ભમરિયા કૂવા સાથે સામ્ય ધરાવે છે. આ કૂવાનું બાંધકામ ઈંટોથી કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. કૂવાનો વ્યાસ 8 મીટર છે.…
વધુ વાંચો >મિર્ઝા, અઝીઝ કોકા
મિર્ઝા, અઝીઝ કોકા (જ. 1542; અ. 1624, અમદાવાદ) : ફારસીના વિદ્વાન અને હાકેમ અમીર-ઉમરાવ. તેઓ આતિકખાનના પુત્ર અને અકબરના પિતરાઈ ભાઈ હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા. અકબરે તેમને અનેક હોદ્દા અને ખિતાબોથી નવાજ્યા હતા. તેઓ ગુજરાત અને પંજાબમાં પણ હાકેમ તરીકે રહ્યા હતા. અકબરે પોતાના શાસનના…
વધુ વાંચો >મિશ્ર, સતીશચન્દ્ર
મિશ્ર, સતીશચન્દ્ર (જ. 22 જુલાઈ 1925; હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 23 સપ્ટેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના સલ્તનત કાળના નામાંકિત ઇતિહાસકાર. તેમણે એમ. એ. તથા પીએચ.ડી.નો અભ્યાસ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો હતો. પીએચ.ડી. માટે તેમણે ‘શેરશાહ સૂર’ વિશે મહાનિબંધ લખ્યો હતો. ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શેખ અલાદુન રશીદના સંશોધનમદદનીશ…
વધુ વાંચો >મીઠાનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ : મીઠાના કાનૂનભંગનો સત્યાગ્રહ. કૉંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે રાવી નદીના કિનારે લાહોરમાં મળ્યું હતું. ગાંધીજીએ તેના ખુલ્લા અધિવેશનમાં 31મી ડિસેમ્બરની રાત્રે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો ઠરાવ રજૂ કર્યો અને તે સર્વાનુમતે પસાર થયો. આ અધિવેશનમાં નક્કી કર્યા મુજબ, 26મી જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવામાં…
વધુ વાંચો >