History of Gujarat
ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાત ઇતિહાસ પરિષદ
ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…
વધુ વાંચો >ગુર્જર દેશ
ગુર્જર દેશ : ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા. આ સંજ્ઞાના જૂનામાં જૂના ઉલ્લેખ પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશના દંતિદુર્ગે ઉજ્જનમાં ઈ. સ. 754માં હિરણ્યગર્ભદાન આપેલું ત્યારે ત્યાં હાજર થયેલા બહારના રાજવીઓમાં એક ‘ગુર્જર દેશ’નો પણ રાજવી હતો. આ પછીના અમોઘવર્ષના ઈ. સ. 871–72ના અભિલેખમાં ‘ગુર્જરદેશાધિરાજક’ શબ્દમાં દેશનામ નોંધાયું છે.…
વધુ વાંચો >ગુર્જર દેશ ભૂપાવલી
ગુર્જર દેશ ભૂપાવલી : ગુજરાતના રાજાઓની વંશાવળીઓને લગતી કૃતિ. જૈન મુનિ પં. રંગવિજયે વિ. સં. 1865(ઈ. સ. 1809)માં યવન રાજા રોમટના આદેશથી અને ક્ષાત્ર ભગવંતરાયના કહેવાથી ભૃગુપુર(ભરૂચ)માં તે 95 શ્લોકોમાં રચી હતી. એમાં ભગવાન મહાવીરના નિર્વાણથી માંડીને કર્તાના સમય સુધીની ગુર્જર દેશની રાજવંશાવળીઓ આપી છે. આ પરંપરા મેરુતુંગસૂરિએ ‘વિચારશ્રેણી’માં આપેલી…
વધુ વાંચો >ગુર્જર ભૂમિ
ગુર્જર ભૂમિ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભૂમિ. આ સંજ્ઞા આ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સં. ‘ગુર્જરત્રા ભૂમિ’ના સ્વરૂપનો પહેલો ઉલ્લેખ મહોદયના ભોજદેવ પહેલા (ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવે છે. પછી ડેંડવાણક (હાલના જોધપુરના પ્રદેશના) મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં પણ જોવા મળ્યો છે. આ અભિલેખોમાં સ્પષ્ટ રીતે તે પશ્ચિમ…
વધુ વાંચો >ગુર્જરમંડળ
ગુર્જરમંડળ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ. જૂના સમયમાં ‘ગુર્જરમંડળ’ સંજ્ઞા જોવા મળતી નથી. એનું સ્વરૂપ ‘ગુર્જરત્રામંડલ’ તરીકે સુલભ છે. ઈ. સ. 850ના એક અભિલેખમાં જયપુરના પ્રદેશમાં આવેલા ‘મંગલાનક’ને ‘ગુર્જરત્રામંડલ’માં ગણવામાં આવ્યું છે. એ પહેલાં મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવ્યો છે. એ બંને પશ્ચિમ મારવાડ માટેના…
વધુ વાંચો >ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના
ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના : ગુર્જર દેશના રાજવીઓનો વંશ. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ. આ વંશના 13 દાનશાસન મળ્યાં છે, જેમ કલચુરિ વર્ષ 380થી 486(ઈ. સ. 629થી 736)ના છે. દાનશાસનોમાં આ રાજવંશને ‘ગુર્જર નૃપતિવંશ’ કહ્યો છે. એની રાજધાની શરૂઆતમાં નાંદીપુરી – નાંદીપુર(નાંદોદ)માં હતી. આ વંશનો…
વધુ વાંચો >ગૂજરાત વિદ્યાપીઠ
ગૂજરાત વિદ્યાપીઠ : સ્વાતંત્ર્ય-આંદોલનના ભાગ રૂપે ગાંધીજીએ 1920માં અમદાવાદમાં સ્થાપેલી શિક્ષણસંસ્થા. સરકારી શાળા-કૉલેજના શિક્ષણ-બહિષ્કારના આંદોલન દરમિયાન ઑગસ્ટ, 1920માં અમદાવાદમાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદની રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર માટે નીમેલી 12 સભ્યોની સમિતિએ તા. 18 —10—1920ના રોજ ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું બંધારણ ઘડ્યું અને તે જ તેનો સ્થાપનાદિન ગણાયો. ઉપર દર્શાવેલી સમિતિએ મહાત્મા…
વધુ વાંચો >ગોવિંદરાજ પ્રભૂતવર્ષ
ગોવિંદરાજ પ્રભૂતવર્ષ (નવમી સદી) : લાટમંડલની રાષ્ટ્રકૂટ શાખાનો શાસક. લાટેશ્વર ઇન્દ્રરાજ અને એના પુત્ર કર્કરાજ સુવર્ણવર્ષ ઈ. સ. 800થી 830ના અરસામાં તળ-ગુજરાત પર રાજ્ય કરતા હતા. કર્કરાજનાં દાનપત્ર શક વર્ષ 734થી 746નાં મળ્યાં છે ને એના નાના ભાઈ ગોવિંદરાજ પ્રભૂતવર્ષનાં દાનપત્ર શક વર્ષ 732, 735 (740) અને 749નાં પ્રાપ્ત થયાં…
વધુ વાંચો >ગોહિલ, ભાવસિંહજી
ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…
વધુ વાંચો >