Hindi literature
વત્સ, શ્રીનિવાસ
વત્સ, શ્રીનિવાસ (જ. 23 ડિસેમ્બર 1959, રિંધના [રોહતક] હરિયાણા) : હિંદી બાળસાહિત્યકાર. તેમણે એમ.એ., બી.એડ., પી.જી. જે.ડી. તથા શાસ્ત્રીની પદવીઓ મેળવી. તેમણે ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હિંદી અધિકારી તરીકે સેવા આપેલી. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રાત મેં પૂજા’ (1991); ‘લાલ ફૂલ’ (1991); ‘શંકવાલા રાજકુમાર’ (1992) તથા બાળકો…
વધુ વાંચો >વરન્વાલ, ઉમેશ પાલ
વરન્વાલ, ઉમેશ પાલ (જ. 4 નવેમ્બર 1946; મુરાદાબાદ, ઉ. પ્ર.) : હિંદી કવિ. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ. ડી. તથા આયુર્વેદ રત્નની ડિગ્રી પ્રાપ્ત કરી. અધ્યાપક તરીકે શરૂઆત કર્યા બાદ ‘પુષ્પેન્દ્ર’ તખલ્લુસ ધારણ કરી લેખનકાર્ય કર્યું. અત્યારસુધીમાં તેમણે હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘શબ્દ મૌન’;…
વધુ વાંચો >વર્મા, કમલા
વર્મા, કમલા (જ. 28 સપ્ટેમ્બર 1939, નદોં, હમીરપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખિકા. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી. અને એમ.એ.ની પદવીઓ સંગીતના વિષય સાથે પ્રાપ્ત કરી છે. તેમણે ઘટક પ્રાથમિક શિક્ષણ અધિકારી, હમીરપુર તરીકે સેવા ઉપરાંત અભિનેત્રી અને સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી. સાથોસાથ ‘કમલ’ તખલ્લુસથી લેખનકાર્ય કર્યું. તેમની માતૃભાષા…
વધુ વાંચો >વર્મા, ધનંજય (ડૉ.)
વર્મા, ધનંજય (ડૉ.) (જ. 14 જુલાઈ 1935, છતેર, ઉદેપુર, જિ. રાયસણ, મધ્યપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવી. 1960’-95 દરમિયાન મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક; 1980’-82માં ઉક્ત સરકારના સંસ્કૃતિ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી; 1981માં ભારત ભવન સમિતિના સભ્યસચિવ; 1981-82માં મધ્યપ્રદેશ આદિવાસી લોકકલા…
વધુ વાંચો >વર્મા, ધીરેન્દ્ર
વર્મા, ધીરેન્દ્ર (જ. 1897, બરેલી, ઉત્તરપ્રદેશ; અ. 1973) : હિંદી લેખક અને ભાષાશાસ્ત્રી. નાની ઉંમરથી જ તેઓ આર્યસમાજના પ્રભાવ હેઠળ આવ્યા. તેમણે અલ્લાહાબાદની મુઇર સેન્ટ્રલ કૉલેજમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી 1924માં તેઓ એ જ કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1934માં તેઓ પૅરિસ ગયા. ત્યાં તેમણે પ્રખ્યાત ભાષાશાસ્ત્રી જુલે બ્લોચના માર્ગદર્શન…
વધુ વાંચો >વર્મા, નવરુન
વર્મા, નવરુન (જ. 1 મે 1934, સમસેરનગર, સિલ્હટ, હાલ બાંગ્લાદેશ) : આસામી અને હિંદી લેખક. તેઓએ 1954માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં પારંગત (આગ્રા); 1973માં ‘રાષ્ટ્રભાષારત્ન’(વર્ધા)ની ડિગ્રી મેળવી. તેમણે પૂર્વોત્તર સાહિત્ય સંગમ, ગૌહત્તીના સેક્રેટરી પદે અને હિંદીમાં કટારલેખક તરીકે કામગીરી કરી હતી. તેમની માતૃભાષા હિંદી હોવા છતાં આસામીમાં પણ તેમણે લેખન-કાર્ય…
વધુ વાંચો >વર્મા, નિર્મલ
વર્મા, નિર્મલ (જ. 3 એપ્રિલ 1929, સિમલા, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસ સાથે એમ.એ.. પ્રેગ ખાતેના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભાષાંતર-કાર્યક્રમનું આયોજન (1960-67). આઇવા ઇન્ટરનૅશનલ રાઇટિંગ પ્રોગ્રામ(1977)માં મુલાકાતી લેખક; ભોપાળ ખાતેની નિરાલા સૃજનપીઠ (1984) તથા સિમલા ખાતેની યશપાલ સૃજનપીઠ (1990) નામના વિદ્યા-આસન(chair)ની કામગીરી સંભાળી. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી…
વધુ વાંચો >વર્મા, બજરંગ
વર્મા, બજરંગ (જ. 30 જૂન 1930, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એ. અને 1989માં ડી.લિટ. તથા 1964માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ બિહાર સરકારના સંયુક્ત સચિવપદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે બિહાર રાષ્ટ્રભાષા પરિષદના સિનિયર નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તેમણે દક્ષિણ બિહારની ભાષાકીય…
વધુ વાંચો >વર્મા, ભગવતીચરણ
વર્મા, ભગવતીચરણ (જ. 1903; અ. 1981) : હિંદી ભાષા-સાહિત્યના જાણીતા સાહિત્યકાર. તેમણે વીસમી સદીના ત્રીજા દાયકાથી સાહિત્ય-સર્જનની શરૂઆત કરી હતી. એમણે સાહિત્ય-સર્જનનો પ્રારંભ કવિ તરીકે કર્યો હતો. છાયાવાદી કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. પણ પ્રગતિશીલ કાવ્યમાં એમની ‘ભૈંસાગાડી’ કવિતા વિશેષ પ્રસિદ્ધિ પામી. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સન્ 1932માં ‘મધુકણ’ નામે પ્રકાશિત…
વધુ વાંચો >વર્મા, મદનલાલ
વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય…
વધુ વાંચો >