Geology

આગ્નેય પ્રક્રિયા

આગ્નેય પ્રક્રિયા (igneous activity) : મૅગ્મા કે લાવાની મોટા પાયા પરની અંતર્ભેદન કે પ્રસ્ફુટનની પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાં સંજોગો અનુસાર મૅગ્મા ઉત્પન્ન થાય છે, જે જુદાં જુદાં કારણોથી પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે. જો તે પોપડાના ખડકોમાં પ્રવેશ પામી ઠરે તો વિવિધ અંતર્ભેદકો રચે છે અને લાવારૂપે બહાર આવે તો…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયાજળ

આગ્નેય પ્રક્રિયાજળ (juvenile water) : ભૂગર્ભીય મૅગ્માજન્ય ઉદભવસ્થાનમાંથી ઉત્પન્ન થતું ‘નૂતન’ (juvenile) જળ. juvenile પર્યાય નૂતન જળ કે નૂતન જળ કે નૂતન વાયુ માટે પ્રયોજાય છે. અગાઉ ક્યારેય પણ સપાટીજળ કે વર્ષાજળ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હોય એવું, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જળ. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે ઘણી…

વધુ વાંચો >

આઘાત આકૃતિ

આઘાત આકૃતિ (percussion figure) : ખનિજ પર આઘાત આપીને મેળવાતી તારક આકૃતિઓ. પોલાદનું બુઠ્ઠી અણીવાળું ઓજાર (punch) સંભેદિત પડરચનાવાળાં કેટલાંક ખનિજોની છૂટી પાડેલી માફકસરની પાતળી તકતીઓ (cleaved plates) પર મૂકીને આછો ફટકો મારવાથી ત્રણ, ચાર કે છ રેખીય વિકેન્દ્રિત કિરણ જેવી તારક આકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે. આ પદ્ધતિ અખત્યાર…

વધુ વાંચો >

આત્મસાતીભવન

આત્મસાતીભવન (assimilation) : મિશ્ર બંધારણવાળા (સંકર) ખડકો ઉત્પન્ન કરતી પ્રક્રિયા. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાથી અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતો મૅગ્મા બેઝિક કે એસિડિક બંધારણવાળો હોઈ શકે છે અને તેનું તાપમાન 12500 સે.થી 6000 સે. સુધીના કોઈ પણ વચગાળાનું હોઈ શકે છે. કોઈ…

વધુ વાંચો >

આરસપહાણ

આરસપહાણ (marble) : આવશ્યકપણે માત્ર કૅલ્સાઇટ ખનિજ સ્ફટિકોથી બનેલો વિકૃત ખડક. પરંતુ ક્યારેક કૅલ્સાઇટ અને/અથવા ડૉલોમાઇટ ખનિજ-સ્ફટિકોના બંધારણવાળો હોય તોપણ તે આરસપહાણ તરીકે જ ઓળખાય છે. જો તે વધુ ડૉલોમાઇટયુક્ત કે મૅગ્નેશિયમ સિલિકેટયુક્ત હોય તો તેને મૅગ્નેશિયન આરસપહાણ અને એ જ રીતે જો તે વધુ કૅલ્શિયમ સિલિકેટયુક્ત હોય તો તેને…

વધુ વાંચો >

આર્કિયન રચના

આર્કિયન રચના (Archaean System) : ભૂસ્તરીય કાળગણનાક્રમમાં સૌથી નીચે રહેલી પ્રી-કૅમ્બ્રિયન રચનાઓ પૈકીની પ્રાચીનતમ રચના. પૂર્વ-કૅમ્બ્રિયન કાળગાળાની દુનિયાભરની જૂનામાં જૂની તમામ ખડકરચનાઓ માટે આર્કિયન શબ્દપ્રયોગ પ્રયોજાયેલો છે. ભૂસ્તરીય કાળગણના માટેની ભૌતિક કાળમાપનપદ્ધતિઓ જેમ જેમ અખત્યાર કરાતી રહી છે, તેમ તેમ આ શબ્દપ્રયોગની અર્થ-ઉપયોગિતા પણ બદલાતી રહી છે.‘આર્કિયન’ને બદલે અગ્રગણ્ય નિષ્ણાતો…

વધુ વાંચો >

આર્કોઝ

આર્કોઝ (Arkose) : ફેલ્સ્પારયુક્ત રેતીખડક. ઉત્પત્તિ-જળકૃત, કણજન્ય. ક્વાર્ટ્ઝ ઉપરાંત 25 % કે તેથી વધુ (નોંધપાત્ર પ્રમાણમાં) ફેલ્સ્પારના કણ ધરાવતો રેતીખડક. તે ગ્રૅનિટૉઇડ (ગ્રૅનૉઇટિક) કણરચનાવાળા એસિડિક-અગ્નિકૃત ખડકોની વિભંજન-પેદાશમાંથી બનેલો હોય છે; જો 25 %થી ઓછું ફેલ્સ્પાર પ્રમાણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક કહે છે. રેતીખડકનો આ એક નામસંસ્કરણ પામેલો પ્રકારભેદ જ…

વધુ વાંચો >

આર્થિક ભૂસ્તરશાસ્ત્ર

આર્થિક ભૂસ્તરશાસ્ત્ર (Economic Geology) : ભૂસ્તરશાસ્ત્રની એક શાખા. આ શાખા વિશેષે કરીને રાષ્ટ્રના આર્થિક માળખાના સંદર્ભમાં એક અતિ મહત્વની શાખા છે. પૃથ્વીના પોપડાના આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ઉપયોગી બની શકે એવા ખડકો અને ખનિજોના સમુદાય સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. આર્થિક ભૂસ્તરશાસ્ત્રની કાર્યક્ષેત્રસીમામાં માત્ર ધાતુખનિજનિક્ષેપો જ નહિ, પરંતુ જેનું…

વધુ વાંચો >

આર્યસમૂહ

આર્યસમૂહ (Aryan Group) : ભારતીય સ્તરવિદ્યા(stratigr-aphy)માં ઊર્ધ્વ કાર્બોનિફેરસથી મધ્ય ઇયોસીન સુધીના કાળગાળા દરમિયાન નિક્ષેપક્રિયા પામેલી સંખ્યાબંધ સ્તરરચનાશ્રેણીઓના સળંગ ખડકસમૂહ માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઊર્ધ્વ કાર્બોનિફેરસ-પર્મિયન કાળગાળો એ ભારતના બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારો માટે કાર્બોપર્મિયન અથવા હર્સિનિયન નામે જાણીતી મહાન ભૂસંચલનક્રિયાઓની પરંપરાની ઊથલપાથલનો કાળ હતો. જુદા જુદા વિસ્તારોમાં નિક્ષેપવિરામ (break) પડવાને કારણે…

વધુ વાંચો >

આ-લાવા

‘આ’ લાવા-(‘aa’ lava) અથવા ખંડ લાવા (block lava) : ‘આ’ લાવા-એક પ્રકારના લાવા સ્વરૂપનું હવાઇયન ભાષાનું નામ. તાજો પ્રસ્ફુટિત થયેલો, ઠરી રહેલો બેઝિક લાવા પ્રવાહ, ઘનસ્વરૂપે સ્થૂળ ફીણમાં ફેરવાય છે કે નહિ, તે સ્થિતિ પર આધારિત, એકબીજાથી વિરોધાભાસી લક્ષણોવાળાં બે પ્રકારનાં સ્વરૂપો ધારણ કરે છે : (1) ખંડ લાવા અને…

વધુ વાંચો >