Geography

કુર્તબા (શહેર)

કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો…

વધુ વાંચો >

કુર્દ

કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક દૃષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે…

વધુ વાંચો >

કુર્નૂલ (Kurnool)

કુર્નૂલ (Kurnool) : આંધ્રપ્રદેશ(રાજ્ય)ના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 14° 54’થી 16° 18′ ઉ. અ. અને 76° 58′ થી 79° 34′ પૂ. રે.ની વચ્ચેનો આશરે 17,658 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તુંગભદ્રા નદી, કૃષ્ણા નદી અને મહેબૂબનગર જિલ્લો, પૂર્વે પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

કુર્સ્ક (પ્રદેશ)

કુર્સ્ક (પ્રદેશ) : પશ્ચિમ રશિયામાં કુર્સ્ક શહેરની આજુબાજુ વિસ્તરેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 52° 14′ ઉ. અ. અને 35° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 30,000 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઑરેલ, પૂર્વમાં વોરોનેઝ, દક્ષિણે બેલગેરોડ તથા પશ્ચિમે યુક્રેનના પ્રદેશો આવેલા છે. આ પ્રદેશ મધ્ય રશિયાના ઉચ્ચપ્રદેશમાં…

વધુ વાંચો >

કુલુ

કુલુ (Kullu) : હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 58′ ઉ. અ. અને 77° 06′ પૂ. રે.ની આજુબાજુનો 5,503 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ લાહુલ-સ્પિટિ જિલ્લો અને કાંગડા જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ કિન્નુર…

વધુ વાંચો >

કુવૈત

કુવૈત : દુનિયાના પેટ્રોલિયમ-ઉત્પાદક દેશો પૈકી દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો નાનો અગ્રગણ્ય દેશ તથા તે જ નામ ધરાવતું મુખ્ય શહેર, પાટનગર તથા બંદર. તે ઈરાની અખાતના વાયવ્ય ખૂણે 29° 20′ ઉ.અ. અને 48° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે ઇરાક, દક્ષિણે સાઉદી અરેબિયા અને…

વધુ વાંચો >

કુસ્કો

કુસ્કો : દક્ષિણ અમેરિકામાં 14મી સદીમાં ઇન્કા સામ્રાજ્યનું અને હાલમાં પેરૂના કુસ્કો પ્રાંતનું પાટનગર. આ શહેર સમુદ્રની સપાટીથી 3,400 મીટરની ઊંચાઈ પર પેરૂની દક્ષિણે એન્ડીઝ પર્વત પર આવેલું છે. તેની પાસે પ્રાચીન ઇન્કા નગર માચુ પિચ્છુ આવેલું છે. ઈ. સ. 1533માં ફ્રાંસિસ્કો પિઝારોના લશ્કરે કુસ્કો કબજે કરી, ત્યાં લૂંટ કરીને…

વધુ વાંચો >

કુંભકોણમ્

કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…

વધુ વાંચો >

કુંમિંગ

કુંમિંગ : ચીનના યુનાન પ્રાન્તની રાજધાની. ચીનમાં દીઆન ચી સરોવરના ઉત્તર કિનારે 25.04o ઉત્તર અક્ષાંશ અને 102.41o પૂર્વ રેખાંશ પર આ શહેર વસેલું છે. 1397 સુધી તે યુનાન્કુ તરીકે ઓળખાતું હતું. સમુદ્રસપાટીથી 1805 મીટરની ઊંચાઈએ સપાટ મેદાનપ્રદેશમાં તે આવેલું છે. 764માં ફ્રેન્ગ ચીહ પહેલાએ બંધાવેલ છ દરવાજાવાળી આશરે 5 કિમી.…

વધુ વાંચો >

કૂક જેમ્સ

કૂક, જેમ્સ (જ. 27 ઑક્ટોબર 1728, મોરટન-ઇન-ક્લીવલૅન્ડ, યૉર્કશાયર; અ. 14 ફેબ્રુઆરી 1779, હવાઈ) : હવાઈ ટાપુનો, ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારાનો તથા ન્યૂઝીલૅન્ડનો શોધક અને અઠંગ સાગરખેડુ. સ્કૉટિશ ખેતમજૂરનો પુત્ર. ગણિત અને નૌવહનનો અભ્યાસ કરી વ્હીટબીમાં તે વહાણમાં ઉમેદવાર તરીકે જોડાયો  1755માં શાહી નૌકાદળમાં કુશળ ખલાસી તરીકે જોડાયો અને ચાર વરસમાં વહાણનો ‘માસ્ટર’…

વધુ વાંચો >