Geography

કિરિન

કિરિન (જિલિન) : ચીનની ઇશાને મંચુરિયામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44o ઉ. અ. અને 126o પૂ. રે. તેની ઉત્તરે હૈલોંગજીઆંગ પ્રાંત, દક્ષિણે ઉત્તર કોરિયા, નૈર્ઋત્યમાં લિઆઓનિંગ પશ્ચિમે ‘ઇનર મોંગોલિયા અને પૂર્વ બાજુ રશિયાનો પ્રદેશ છે. તેનો વિસ્તાર 1,86,500 ચોકિમી છે. આ પ્રદેશ વચ્ચે થઈને સૌંધુઆ નદી વહે છે જે…

વધુ વાંચો >

કિરીબતી

કિરીબતી : પશ્ચિમ મધ્ય પૅસિફિક સમુદ્રમાં આવેલા  ટાપુથી બનેલો દેશ. વિષુવવૃત્તથી 5o ઉ. અને 5o દ. અક્ષાંશ વચ્ચે તથા 169o પૂ. અને 150o પ. રેખાંશ વચ્ચે આવેલો છે. 1979 પહેલાં તે ગિલ્બર્ટ ટાપુઓ તરીકે ઓળખાતો હતો. હાલ કુલ તેત્રીસ ટાપુઓ પૈકી ગિલ્બર્ટ ટાપુ, એલિસ ટાપુ, બનાબા, ફીનિક્સ અને લાઇન ટાપુસમૂહો…

વધુ વાંચો >

કિરૂના

કિરૂના : ઉત્તર સ્વીડનના નોરબોટન પ્રદેશનું લોખંડની સમૃદ્ધ ખાણોથી પ્રસિદ્ધ થયેલ શહેર. ઉત્તર ધ્રુવવૃત્તની ઉત્તરે 67o 51′ ઉ. અ. અને 20o 16′ પૂ. રે. ઉપર આવેલું છે. આ શહેર લુઓસ્સાવારા સરોવરના પૂર્વ કિનારે વસ્યું છે. નજીકના કિરૂનાવારા અને લુઓસ્સાવારા પર્વતોમાંની ખાણ લોખંડનું અયસ્ક 60 %થી 70 % લોખંડ ધરાવે છે.…

વધુ વાંચો >

કિર્ગીઝસ્તાન

કિર્ગીઝસ્તાન : મધ્ય એશિયામાં આવેલો ભૂમિબંદિસ્ત દેશ. 1991 પહેલાં તે ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક ઘટક રાજ્ય હતું. ભૌગોલિક સ્થાન : આ દેશ 39 ઉ. અ. અને 44 ઉ. અ. તેમજ 69 પૂ. રે. અને 81 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. વિસ્તાર આશરે 1,98,500 ચો.કિમી. છે. આ દેશ ટીએનશાન અને પામીરની પર્વતીય હારમાળાઓ પાસે…

વધુ વાંચો >

કિલિમાન્જારો

કિલિમાન્જારો : ટાન્ઝાનિયામાં આવેલો આફ્રિકાનો સૌથી ઊંચો હિમ-આચ્છાદિત પર્વત. ભૌગોલિક સ્થાન : 3o 04′ દ. અ. અને 37o 22′ પૂ. રે.. તેનો અર્થ ચન્દ્રનો પર્વત એવો થાય છે. તેની તળેટીનો વિસ્તાર 160 કિમી. છે. આફ્રિકાની મહાફાટખીણથી તે દક્ષિણ તરફ 160 કિમી. અંતરે આવેલો છે. તેનાં ત્રણ શિખરો પૈકી સર્વોચ્ચ શિખર…

વધુ વાંચો >

કિલ્વા

કિલ્વા : હિંદી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 8o 45′ દ. અ. અને 39o 24′ પૂ. રે.. સુંદર બંદર અને પોર્ટુગીઝોનું ગુલામોના વેપારનું ભૂતપૂર્વ મથક. કિલ્વા કિવિન્જેની સ્થાપના ઈરાની રાજકુમાર અલી ઇબ્ન હસને ઈ. સ. 957માં કરી હતી. ઈ. સ. 1331માં ઇબ્ન બતૂતાએ તેની સુંદર બાંધણીનાં વખાણ કર્યા છે.…

વધુ વાંચો >

કિશનગંજ

કિશનગંજ (Kishanganj) : બિહાર રાજ્યના છેક ઈશાન છેડે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26o 07′ ઉ. અ. અને 87o 56′ પૂ.રે.ની આજુબાજુનો 1,884 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ અને પશ્ચિમ બંગાળનો દાર્જીલિંગ જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળની સીમા, દક્ષિણ…

વધુ વાંચો >

કિસાનગની

કિસાનગની : આફ્રિકાના પોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશના  ઈશાન ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 30′ ઉ. અ. અને. 25o 12′ પૂ. રે.. તે કૉંગો નદીને કિનારે બોયોમા પ્રપાત પાસે વસેલું છે. કોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશનું બીજા ક્રમનું  સૌથી મોટું આંતરિક બંદર છે. હેન્રી મોર્ટન સ્ટેનલી દ્વારા 1883માં સ્થપાયેલું આ…

વધુ વાંચો >

કિસુમુ

કિસુમુ : કેન્યાનું જાણીતું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 06′ દ. અ. અને 34o 35′ પૂ. રે.. આ શહેર વિક્ટોરિયા સરોવરના ઈશાન કિનારા પર આવેલું બંદર છે. કેન્યાના ન્યાન્ઝા પ્રાંતની તે રાજધાની છે. કિસુમુ રેલવેમાર્ગે નૈરોબી, મોમ્બાસા, જિન્જા, કમ્પાલા અને ઍન્ટેબી સાથે જોડાયેલું છે. વ્યાપારવાણિજ્ય તેમજ વાહનવ્યવહારની ર્દષ્ટિએ તે અગત્યનું…

વધુ વાંચો >

કિંગદાઓ

કિંગદાઓ : ચીનના સેન્ડોગ પ્રાન્તની રાજધાની. જૂના સમયમાં આ શહેર સિંગતાઓ તરીકે ઓળખાતું હતું. પીળા સમુદ્રના વાયવ્ય ભાગમાં 36-04o ઉત્તર અક્ષાંશ અને 120-22o પૂર્વે રેખાંશ પર તે આવેલું છે. અહીં સુતરાઉ અને રેશમી કાપડનું વણાટકામ કરતાં કારખાનાં ઉપરાંત ઈંડાંની ખાદ્ય ચીજો બનાવવાના ઉદ્યોગો સ્થપાયેલા છે. ચીનના ઈશાન ભાગમાં શાન્તુંગ દ્વીપકલ્પ…

વધુ વાંચો >