Geography
કારવણ (કાયાવરોહણ)
કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…
વધુ વાંચો >કારવાર
કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે.. કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને…
વધુ વાંચો >કારાકાસ
કારાકાસ : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા રાજ્યનું પાટનગર અને દક્ષિણ અમેરિકાના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું જન્મસ્થળ. ભૌગોલિક સ્થાન : 100 30’ ઉ. અ. અને 660 56’ પ. રે.. તુર્કમેન ભાષામાં અહીંના રણને ‘ગારાગુમ’ કહે છે. તેનો અર્થ ‘કાળી રેતી’ એવો થાય છે. તે ઉત્તર મધ્ય કૅરિબિયન સમુદ્રના કિનારાથી 11 કિમી. દૂર 960 મી.ની…
વધુ વાંચો >કારાકુમ (તુર્કમેનિસ્તાન)
કારાકુમ (તુર્કમેનિસ્તાન) : તુર્કમેનિસ્તાનમાં આમુદરિયા નદીની ‘કારાકુમ’ નહેરના નામ ઉપરથી ઓળખાતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 460 49′ ઉ. અ. અને 790 33′ પૂ. રે.. અહીંનું મહત્તમ તાપમાન 500 સે. જેટલું નોંધાયેલું છે. અગાઉના યુએસએસઆરનું તે ઘટકરાજ્ય હતું. ઈરાન અને અફઘાન રાષ્ટ્રોની ઉત્તર સરહદે યુરલ પર્વત તેમજ કાસ્પિયન સમુદ્ર અને આમુદરિયા…
વધુ વાંચો >કારાકોરમ
કારાકોરમ : જગતના છાપરા તરીકે ઓળખાતી મધ્ય એશિયાની પામીર ગિરિમાળાની ગાંઠમાંથી દક્ષિણ તરફ વિસ્તરતી તથા ઊંચાઈમાં હિમાલયથી બીજે ક્રમે આવતી ઉત્તુંગ ગિરિમાળા. પ્રાચીન નામ કૃષ્ણગિરિ. ભૌગોલિક સ્થાન : 340થી 370 ઉ. અ. અને 740થી 780 પૂ. રે. વચ્ચે પથરાયેલી આ ગિરિમાળાની ઉત્તર અને પૂર્વ તરફ હિમાલય, ઈશાનમાં કૂનલૂન પર્વતો તથા…
વધુ વાંચો >કારાગંડા (કારાગંડી – Qaraghandy)
કારાગંડા (કારાગંડી – Qaraghandy) : પહેલાંના સોવિયેટ સંઘ તથા હાલના કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના એક એકમ કઝાખસ્તાન રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું શહેર. કારગન નામના છોડ આ વિસ્તારમાં પુષ્કળ ઊગતા હોવાથી જિલ્લા અને શહેરને આ નામ મળ્યું છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,28,000 ચોકિમી. છે. આ…
વધુ વાંચો >કારા સમુદ્ર
કારા સમુદ્ર : યુરોપીય રશિયા અને એશિયા ખંડના સાઇબીરિયાના પ્રદેશની ઉત્તરે આવેલા આર્ક્ટિક સમુદ્રના ભાગરૂપ બંને ખંડોને જોડતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 760 00’ ઉ. અ. અને 800 00’ પૂ. રે.. નોવાયા ઝેમલ્યા, ફ્રાન્ટસા જોસીફા અને સવેરનાયા ઝેમલ્યા ટાપુઓ વચ્ચે આ સમુદ્ર આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 8,88,000 ચોકિમી., લંબાઈ…
વધુ વાંચો >કાર્ડિગન ઉપસાગર
કાર્ડિગન ઉપસાગર : ઇંગ્લૅન્ડના પરગણા વેલ્સની પશ્ચિમે આવેલી આયરિશ સમુદ્રની સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર નયનરમ્ય ખાડી. દક્ષિણી નૈર્ઋત્યથી ઉત્તર ઈશાન સુધી તે આશરે 105 કિમી. લાંબી છે. ઉત્તરે તે લીન દ્વીપકલ્પથી તથા દક્ષિણે સેન્ટ ડેવિડના દ્વીપકલ્પથી ઘેરાયેલી છે. તેના ઉત્તર છેડે ટ્રેમેડૉગનો અખાત અને પશ્ચિમ તરફ સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલાં છે. એડન…
વધુ વાંચો >કાર્ડિફ
કાર્ડિફ : બ્રિટનના વેલ્સ પ્રદેશનું પાટનગર તથા તાફ, રિમ્ની અને ઇલી નદીઓના મુખ પર આવેલું મહત્વનું બંદર. કાર્ડિફ એ પરગણું પણ છે. તે 510 29’ ઉ.અ. અને 30 13’ પ.રે.ની આજુબાજુનો 140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિસ્ટલની ખાડીને મળતી સેવર્ન નદીનાળમાંનું તે મુખ્ય બંદર ગણાય છે. આ શહેરમાં…
વધુ વાંચો >કાર્ડેમમ ટેકરીઓ
કાર્ડેમમ ટેકરીઓ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પાલઘાટની દક્ષિણે આવેલી એલચીના વાવેતર અને ઉત્પાદન માટે જાણીતી ટેકરીઓની હારમાળા. તે પશ્ચિમ ઘાટનો ભાગ છે તથા કેરળ અને તમિલનાડુ રાજ્યો વચ્ચેની સરહદે આવેલી છે. પાલઘાટથી કેપ કોમોરિનથી થોડે દૂર સુધી તેની લંબાઈ 280 કિમી. છે; પાલઘાટ પછીથી કન્યાકુમારી સુધીની ટેકરીઓ કાર્ડેમમ ટેકરીઓના…
વધુ વાંચો >