Geography
સિંધ
સિંધ : પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,914 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પશ્ચિમે બલૂચિસ્તાન, પૂર્વ તરફ રાજસ્થાન તથા દક્ષિણે ગુજરાત અને અરબી સમુદ્ર આવેલાં છે. ભૂપૃષ્ઠ : સિંધ પ્રાંતનો સમગ્ર ઉત્તર-દક્ષિણ…
વધુ વાંચો >સિંધુ (નદી)
સિંધુ (નદી) : દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી. દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક નદી. તેની લંબાઈ 2,897 કિમી. જેટલી છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 11,65,500 ચોકિમી. જેટલો છે. તેના કુલ સ્રાવક્ષેત્રનો 13 % ભાગ તિબેટ અને ભારતમાં તથા 33 % ભાગ હિમાલયના પહાડી વિસ્તારમાં રહેલો છે. તે ચીનના આધિપત્ય…
વધુ વાંચો >સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)
સિંધુ–ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં…
વધુ વાંચો >સિંધુ-ગંગાનું ગર્ત
સિંધુ–ગંગાનું ગર્ત : જુઓ સિંધુ-ગંગાનાં મેદાનો.
વધુ વાંચો >સિંધુદુર્ગ
સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા…
વધુ વાંચો >સીએટલ (Seattle)
સીએટલ (Seattle) : યુ.એસ.ના વાયવ્ય છેડા પરના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલું મોટું શહેર, વેપારીમથક અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 40´ ઉ. અ. અને 122° 18´ પ. રે.. આ શહેર પૅસિફિક મહાસાગરથી આશરે 200 કિમી. અંતરે પજેટના અખાતના પૂર્વ કાંઠે જુઆન દ ફુકાની સામુદ્રધુની પર આવેલું છે. સીએટલના મોકાના સ્થાનને કારણે…
વધુ વાંચો >સીડોન
સીડોન : પ્રાચીન ફિનિશિયાનું, ભૂમધ્ય સમુદ્ર પરનું બંદર અને વેપારનું મથક. તે લૅબેનોનના કિનારે, બૈરુતની દક્ષિણે 40 કિમી. દૂર આવેલું છે. પ્રાચીન સમયમાં તે કાચ, રંગ તથા દારૂના ઉદ્યોગો માટે જાણીતું હતું. ત્યાં અલંકારોના ધાતુકામના અને કાપડ-વણાટના ઉદ્યોગો પણ હતા. પ્રાચીન સમયથી તે વેપારનું મથક છે. ત્યાંના વિશાળ બગીચાઓમાં થતાં…
વધુ વાંચો >સીતાપુર
સીતાપુર : ઉત્તરપ્રદેશના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 06´થી 27° 54´ ઉ. અ. અને 80° 18´થી 81° 24´ પૂ. રે. વચ્ચેનો 5,743 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેરી જિલ્લો, પૂર્વ તરફ બહરૈચ જિલ્લો, અગ્નિ તરફ બારાબંકી જિલ્લો,…
વધુ વાંચો >સીતામઢી (Sitamadhi)
સીતામઢી (Sitamadhi) : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો સરહદી જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 36´ ઉ. અ. અને 85° 29´ પૂ. રે.ની આજુબાજુનો 2627.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વે મધુબની, અગ્નિ તરફ દરભંગા, દક્ષિણે મુઝફ્ફરપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >સીન નદી (Seine)
સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ…
વધુ વાંચો >