Geography

સાન લુઈ પોટોસી (San Luis Potosi)

સાન લુઈ પોટોસી (San Luis Potosi) : મધ્ય મૅક્સિકોમાં આવેલું રાજ્ય, રાજ્યનું પાટનગર, કૃષિમથક અને ખાણમથક. ભૌગોલિક સ્થાન : રાજ્ય : 22° 30´ ઉ. અ. અને 100° 30´ પ. રે. પાટનગર : 22° 09´ ઉ. અ. અને 100° 59´ પ. રે. આ શહેર મૅક્સિકો શહેરથી વાયવ્યમાં 362 કિમી.ને અંતરે આવેલું…

વધુ વાંચો >

સાન સાલ્વાડોર

સાન સાલ્વાડોર : મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 45´ ઉ. અ. અને 89° 15´ પ. રે.. અલ સાલ્વાડોરનું તે મોટામાં મોટું શહેર વેપાર-વાણિજ્યનું મથક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે પૅસિફિક મહાસાગરના કાંઠાથી માત્ર 40 કિમી.ને અંતરે આવેલું છે. રાષ્ટ્રીય નાટ્યશાળા, સાન સાલ્વાડોર અહીંથી ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

સાન સાલ્વાડોર ટાપુ

સાન સાલ્વાડોર ટાપુ (1) : વેસ્ટ ઇંડિઝના બહામામાં આવેલો ટાપુ. તે ‘વૉટલિંગ’ નામથી પણ જાણીતો છે. ભૌગોલિક સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 28´ પ. રે.. વિસ્તાર : 163 ચો.કિમી. નવી દુનિયાની સફરે ઊપડેલા કોલંબસે સર્વપ્રથમ ઉતરાણ અહીં કરેલું (12 ઑક્ટોબર, 1492). આ ટાપુની લંબાઈ આશરે 21 કિમી.…

વધુ વાંચો >

સાન હોઝ (San Josē)

સાન હોઝ (San Josē) : (1) કોસ્ટારિકાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 9° 56´ અને 84° 05´ પ. રે.. દેશની મધ્યમાં આવેલા ખીણ પ્રદેશમાં તે આવેલું છે. તે રાષ્ટ્રનું વાણિજ્ય-મથક છે તથા સ્થાનિક કૃષિપેદાશોનું બજાર ધરાવે છે. દેશની મુખ્ય પેદાશોમાં પીણાં, રસાયણો, પ્રક્રમિત ખાદ્યપેદાશો તેમજ કાપડનો સમાવેશ…

વધુ વાંચો >

સાના

સાના : યેમેનનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 23´ ઉ. અ. અને 44° 12´ પૂ. રે.. તે દેશના પશ્ચિમ ભાગમાં પહાડી વિસ્તારના ફળદ્રૂપ ભૂમિભાગમાં આવેલું છે. આ શહેર યેમેનનું આર્થિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક મથક છે. અહીંની આબોહવા રણ-પ્રકારની છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 13.9°…

વધુ વાંચો >

સાન્ટા ઍના

સાન્ટા ઍના : મધ્ય અમેરિકામાં આવેલા અલ સાલ્વાડોરનું સાન્ટા ઍના વહીવટી વિભાગનું, એ જ નામ ધરાવતું, બીજા ક્રમે આવતું મોટું શહેર. તે અલ સાલ્વાડોરથી 55 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 59´ ઉ. અ. અને 79° 31´ પ. રે.. આબોહવા : અલ સાલ્વાડોર વિષુવવૃત્ત નજીક આવેલું હોવા છતાં…

વધુ વાંચો >

સાન્ટા ફે

સાન્ટા ફે (1) : આર્જેન્ટિનાની મધ્યમાં પૂર્વભાગમાં આવેલો પ્રાંત, તથા તે જ નામ ધરાવતું શહેર, વાણિજ્યમથક અને નૌકામથક. ભૌગોલિક સ્થાન : 31° 38´ દ. અ. અને 60° 42´ પ. રે.. તે પારાના નદીના પશ્ચિમ કાંઠે સલાડો તેમજ સલાડિલો ડુલ્કા નદીના સંગમ પર વસેલું છે. તે સાન્ટા ફે પ્રાંતનું પાટનગર પણ…

વધુ વાંચો >

સાન્ટા માર્ટા

સાન્ટા માર્ટા : કોલંબિયાના ઉત્તર છેડા નજીક આવેલું મૅગ્ડેલેના રાજ્યનું પાટનગર તથા દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 74° 13´ પ. રે.. આ બંદરના પીઠપ્રદેશમાં કેળાંની ખેતી મોટા પાયા પર થતી હોવાથી આ શહેર કેળાંની હેરફેર માટે અગત્યનું જહાજી મથક બની રહેલું છે. વર્ષો પહેલાં આ…

વધુ વાંચો >

સાન્ટિયાગો (1)

સાન્ટિયાગો (1) : ચિલીનું પાટનગર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, વ્યાપારિક મથક અને ઔદ્યોગિક કેન્દ્ર. તે આશરે 33° 27´ દ. અ. તથા 70° 38´ પ. રે. પર આવેલું છે. 1541માં વસાવવામાં આવેલા આ નગરની પાર્શ્ર્વભૂમિમાં ઍન્ડિઝનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. તે સમુદ્રસપાટીથી આશરે…

વધુ વાંચો >

સાન્ટિયાગો (2)

સાન્ટિયાગો (2) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ડોમિનિકન પ્રજાસત્તાકનું  સાન્ટો ડોમિન્યો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 19° 27´ ઉ. અ. અને 70° 42´ પ. રે.ની આજુબાજુનો 2,836 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. શહેરનું આખું નામ સાન્ટિયાગો દ લૉસ કૅબેલેરૉસ છે. તે દેશના ઉત્તર ભાગમાં આવેલી યાક્…

વધુ વાંચો >