Geography
સપ્તસિંધુ
સપ્તસિંધુ : વેદોમાં જણાવેલ સાત નદીઓનો સમૂહ. આ શબ્દપ્રયોગ તે સમયના લોકો એટલે કે આર્યો દ્વારા ખેડવામાં આવતા પ્રદેશ માટે અને સાત મહાસાગરો માટે પણ કરવામાં આવ્યો છે. આ સાત નદીઓ માટે વિવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. વેદોમાં તેમનાં નામ ગંગા, યમુના, સરસ્વતી, શતદ્રુ, પરુષ્ણી, ઇરાવતી અને ચંદ્રભાગા આપવામાં આવ્યાં…
વધુ વાંચો >સમરકંદ (Samarkand)
સમરકંદ (Samarkand) : ઉઝબેકિસ્તાનનો પ્રદેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. વચ્ચેનો 16,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દક્ષિણ કઝાખસ્તાન અને ક્રાઈ, પૂર્વે તાશ્કંદ, અગ્નિ તરફ રશિયાનું ટડઝિક, દક્ષિણે સૂરખાન દરિયા પ્રદેશ તથા પશ્ચિમે…
વધુ વાંચો >સમસ્તીપુર
સમસ્તીપુર : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 30´થી 26° 10´ ઉ. અ. અને 85° 30´થી 86° 30´ પૂ. રે. વચ્ચેનો 2,905 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાગમતી નદીથી અલગ પડતો દરભંગા જિલ્લો; પૂર્વમાં દરભંગા,…
વધુ વાંચો >સમાન ખડકપ્રદેશ (petrographic province)
સમાન ખડકપ્રદેશ (petrographic province) : સમાન રાસાયણિક, સમાન ખનિજીય લક્ષણો ધરાવતો સીમિત કાળગાળાને આવરી લેતો ખડકપ્રદેશ. સીમિત ભૂસ્તરીય કાળગાળા દરમિયાન તૈયાર થયેલા અગ્નિકૃત ખડકોથી બનેલો પ્રદેશ, જેમાં ખડકો એકસરખાં રાસાયણિક-ખનિજીય અને ખડકવિદ્યાત્મક લક્ષણો ધરાવતા હોય છે, જેથી તેમને તે જ વિસ્તારમાં મળતા અન્ય ખડકોથી અલગ તારવી શકાય છે. સૈદ્ધાંતિક રીતે…
વધુ વાંચો >સમારિયા (Samaria)
સમારિયા (Samaria) : પ્રાચીન પૅલેસ્ટાઇનના મધ્યભાગમાં આવેલું એક વખતનું શહેર તથા તે જ નામે ઓળખાતો તત્કાલીન પ્રદેશ. તેની ઉત્તર તરફ ગેલિલી, દક્ષિણ તરફ જુડિયા, પૂર્વ તરફ જૉર્ડન નદી અને પશ્ચિમ તરફ ભૂમધ્ય સમુદ્ર આવેલાં છે. દક્ષિણ ઍસિરિયાની ડુંગરમાળાઓ સળંગ વિસ્તરતી જઈને જુડિયા સુધી ચાલુ રહે છે. સમારિયાની મધ્યમાં આવેલું શેકેમ…
વધુ વાંચો >સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં)
સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં) : યાસ્કે આપેલી सम्-उद्-द्रवन्ति नद्य: એવી નિરુક્તિ અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે ‘પૃથ્વી પર રહેલો પાણીનો સમૂહ’. अन्तरिक्ष वै समुद्र: એટલે કે ચડી આવતાં જળભર્યાં વાદળો એવો અર્થ પણ યાસ્કે આપ્યો. ‘અમરકોષ’માં બધાંને ભીંજવનાર જળભર્યા સાગરને ‘સમુદ્ર’ કહ્યો છે. સાગરની ઉત્પત્તિ બ્રહ્માના મેઢ્ર(જનનેન્દ્રિય)થી થઈ છે. તેના…
વધુ વાંચો >સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain)
સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain) : સમુદ્ર-મહાસાગરતળના 3થી 5/6 કિમી.ની ઊંડાઈ પર પથરાયેલા વિશાળ પહોળાઈ આવરી લેતા સમતળ સપાટ વિસ્તારો. સમુદ્રતળની આકારિકીમાં ખંડીય છાજલી પછી ખંડીય ઢોળાવ અને તે પછી સમુદ્રગહન મેદાન આવે. ખંડીય ઢોળાવ તરફનો મેદાની વિભાગ નિક્ષેપના ઠલવાવાથી ઢાળ-આકારિકીમાં જુદો પડે છે, તેથી તેને ખંડીય…
વધુ વાંચો >સમુદ્રપ્રવાહો (Ocean Currents)
સમુદ્રપ્રવાહો (Ocean Currents) : સમુદ્રજળનું સમક્ષૈતિજ અને લંબ રૂપે પરિભ્રમણ. ભૂપૃષ્ઠ પર વહેતા નદીપ્રવાહની જેમ મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થા હજારો વર્ષથી નિયત દિશામાં વહે છે, તેને સમુદ્રપ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી કેટલાક પ્રવાહો ખૂબ જ ઝડપી છે, જ્યારે કેટલાક ભાગ્યે જ વહેતા જણાય છે. સમુદ્રપ્રવાહ તરીકે વહેતાં જળ…
વધુ વાંચો >સમોઆ
સમોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલું ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : તે 14° 00 દ. અ. અને 171° 00 પૂ. રે.ની આજુબાજુનો 3,039 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એપિયા તેનું પાટનગર છે. લગભગ બધા જ ટાપુઓનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય છે. તેમની આજુબાજુ પરવાળાંના ખરાબા પથરાયેલા છે. આ ટાપુઓ જંગલોથી સમૃદ્ધ છે.…
વધુ વાંચો >સયામનો અખાત
સયામનો અખાત : થાઇલૅન્ડની દક્ષિણે આવેલો અખાત. અગાઉ તે સિયામના અખાત તરીકે ઓળખાતો હતો. તે દક્ષિણ ચીની સમુદ્રનો ફાંટો છે અને તેની સીમા પર ઉત્તરે થાઇલૅન્ડ, કામ્પુચિયા (કમ્બોડિયા) અને ઈશાન તરફ વિયેટનામ આવેલાં છે. તેની લંબાઈ 720 કિમી. અને પહોળાઈ 500થી 560 કિમી. જેટલી છે. તેના મથાળે તેમો ચાઓ ફ્રાયા…
વધુ વાંચો >