Geography
શાહદોલ
શાહદોલ : મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો ડમરુ આકારનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 40´થી 24° 20´ ઉ. અ. અને 80° 30´થી 82° 15´ પૂ. રે. વચ્ચેનો 14,028 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સતના, ઈશાનમાં સિધી, પૂર્વમાં સરગુજા (છત્તીસગઢ), અગ્નિ…
વધુ વાંચો >શાંઘાઈ (Shanghai)
શાંઘાઈ (Shanghai) : ચીનનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 10´ ઉ. અ. અને 121° 30´ પૂ. રે.. તે ચીનના જિયાનસુ પ્રાંતમાં હુઆંગપુ અને વુસાંગ નદીઓના સંગમસ્થળે આવેલું એક બંદર છે. તે ચાંગ જિયાંગની નદીનાળથી આશરે 24 કિમી. અંદર તરફ વસેલું છે. પૂર્વ ચીની સમુદ્ર પરના આ સ્થળના જળમાર્ગ…
વધુ વાંચો >શાંતુંગ (શાન્દોંગ) (Shantung-Shandong)
શાંતુંગ (શાન્દોંગ) (Shantung–Shandong) : ચીનના મધ્યપૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. તે શાન્દોંગ (Shandong) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,53,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હેબ્રેઈ પ્રાંત, ઈશાનમાં બોહાઇનો અખાત, પૂર્વ તરફ પીળો સમુદ્ર, દક્ષિણે જિયાંગ સુ…
વધુ વાંચો >શિકાગો (Chicago)
શિકાગો (Chicago) : યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 51´ ઉ. અ. અને 87° 39´ પ. રે.. આ શહેર યુ.એસ.નાં મોટાં શહેરોમાં દ્વિતીય ક્રમનું સ્થાન ધરાવે છે. તે સમુદ્રસપાટીથી 177 મીટર અને સરોવરની જળસપાટીથી 4.5 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરમાંથી શિકાગો નદી…
વધુ વાંચો >શિમોગા
શિમોગા : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13° 27´ થી 14° 39´ ઉ. અ. અને 74° 38´ થી 76° 04´ પૂ. રે. વચ્ચેનો 8,465 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ અનુક્રમે ધારવાડ અને ચિત્રદુર્ગ, પૂર્વમાં ચિત્રદુર્ગ, દક્ષિણે…
વધુ વાંચો >શિલોંગ
શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ…
વધુ વાંચો >શિલોંગ ઉચ્ચપ્રદેશ
શિલોંગ ઉચ્ચપ્રદેશ : મેઘાલય રાજ્યના પૂર્વભાગમાં આવેલો ઉચ્ચપ્રદેશ. મથાળે મેજ આકારની સપાટ ભૂમિનું શ્ય રચતો આ પહાડી પ્રદેશ મેઘાલયના ઘણાખરા ભાગને આવરી લે છે. ઉચ્ચપ્રદેશના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગો અનુક્રમે ગારો, જેંતિયા અને ખાસી ટેકરીઓને નામે ઓળખાય છે. વાસ્તવમાં આ ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ભારતના મુખ્ય ઉચ્ચપ્રદેશમાં નવવિવૃતિ (outlier) રૂપે રજૂ…
વધુ વાંચો >શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્)
શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્) : તમિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 9°52´ ઉ. અ. અને 78° 29´ પૂ. રે.ની આજુબાજુનો 4,086 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિરુચિરાપલ્લી અને પુડુકોટ્ટાઈ, પૂર્વે પુડુકોટ્ટાઈ અને રામનાથપુરમ્, દક્ષિણે રામનાથપુરમ્ અને કામરાજર તથા પશ્ચિમે…
વધુ વાંચો >શિવપુરી
શિવપુરી : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 20´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.ની આજુબાજુનો 10,278 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરેના, ગ્વાલિયર અને દાતિયા જિલ્લા; પૂર્વમાં ઝાંસી જિલ્લો (ઉ. પ્ર.); દક્ષિણે ગુના જિલ્લો તથા પશ્ચિમે…
વધુ વાંચો >શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park)
શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park) : મધ્યપ્રદેશ રાજ્યના શિવપુરી જિલ્લામાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. તે મુંબઈ-આગ્રા મુખ્ય માર્ગ પર ગ્વાલિયર શહેરની દક્ષિણે આશરે 116 કિમી. અંતરે આવેલો છે અને 158 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે વિંધ્ય હારમાળાના પ્રદેશમાં હોવાથી તેનું ભૂપૃષ્ઠ ટેકરીઓ તથા ખીણોથી બનેલું છે. અહીં જોવા મળતી…
વધુ વાંચો >