શારદાશહર (Sardashahr) : રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 26´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે.. આ નગર તથા તેનો કિલ્લો બીકાનેરના મહારાજા સરદાર સિંહે 1850ના અરસામાં બંધાવેલો. અહીં છેવાડાના રેલમથક સાથે સડકમાર્ગનું જંક્શન આવેલું છે. અહીં ઊન, ઢોર અને ચામડાના માલસામાનનો વેપાર ચાલે છે. અહીંના ઉદ્યોગોમાં હાથસાળના કાપડ-વણાટનો તથા હસ્તકારીગરીથી ઝવેરાતની ચીજો બનાવવાના ઉદ્યોગો ઉલ્લેખનીય છે. આ નગરમાં રાજસ્થાન યુનિવર્સિટી સાથે સંકળાયેલી બે કૉલેજો અને એક હૉસ્પિટલ આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા