Geography

વલભીપુર

વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…

વધુ વાંચો >

વલસાડ (જિલ્લો)

વલસાડ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણ સીમા પર આવેલો સરહદી જિલ્લો. ભૌગોલિક સ્થાન : આશરે 20° 07´થી 20° 46´ ઉ. અ. અને 72° 43´થી 73° 30´ પૂ. રે. વચ્ચેનો ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવસારી જિલ્લો, પૂર્વ તરફ મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા, દક્ષિણ તરફ દાદરા-નગરહવેલી અને મહારાષ્ટ્ર સાથેની…

વધુ વાંચો >

વલ્લભ વિદ્યાનગર

વલ્લભ વિદ્યાનગર : આણંદ જિલ્લામાં આવેલું આગળ પડતું વિદ્યાધામ. ભૌગોલિક સ્થાન : 22° 33´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે.. તે ચરોતર પ્રદેશનું નવું વિકસેલું અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું નગર છે. તે આણંદ, મોગરી, કરમસદ અને બાકરોલની સીમાઓની વચ્ચેના મેદાની ભાગમાં વસેલું છે. ભારતના લોખંડી રાજપુરુષ તરીકે જાણીતા સરદાર…

વધુ વાંચો >

વસો

વસો : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 40´ ઉ. અ. અને 72° 45´ પૂ.રે.. તે નડિયાદ-ભાદરણ નૅરોગેજ રેલમાર્ગ પર નડિયાદથી 12 કિમી. દૂર આવેલું છે. આ ગામની સ્થાપના 1168માં વસોધરી માતાના નામ પરથી કરાઈ હોવાનું મનાય છે. ખેડાના તત્કાલીન રાજવી મોરધ્વજની તે કુળદેવી હતાં.…

વધુ વાંચો >

વંથળી

વંથળી : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને એક નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.ની આજુબાજુનો 393.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં વંથળી અને શાપુર નામનાં બે શહેરો અને 45 જેટલાં ગામ આવેલાં છે. વંથળીનાં પ્રાચીન નામો ‘વામનસ્થળી’,…

વધુ વાંચો >

વાઅલ (Vaal)

વાઅલ (Vaal) : દક્ષિણ આફ્રિકાની મુખ્ય નદીઓ પૈકીની એક. તે ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ વચ્ચે પ્રાદેશિક સીમા રચે છે. ઑરેન્જ નદીને મળતી તે મુખ્ય સહાયક નદી છે. તે ટ્રાન્સવાલના અગ્નિભાગમાંથી ક્લિપસ્ટેપલ અને બ્રેયટન નજીકથી નીકળે છે. 1355 કિમી.ના અંતર માટે તે નૈર્ઋત્ય તરફ વહે છે અને ડગ્લાસથી પશ્ચિમે 13…

વધુ વાંચો >

વાગ્ગા-વાગ્ગા (Wagga-Wagga)

વાગ્ગા-વાગ્ગા (Wagga-Wagga) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 35o 07’ દ. અ. અને 147o 22’ પૂ. રે.. તે સિડની અને મેલબૉર્ન શહેરોથી સરખા અંતરે મરુમ્બિગી નદીની બાજુમાં આવેલું છે. તેની પૂર્વ તરફ રૉયલ ઑસ્ટ્રેલિયન ઍર ફૉર્સ ટેક્નિકલ ટ્રેનિંગ સ્કૂલ તથા પશ્ચિમ તરફ કાપુકા…

વધુ વાંચો >

વાત્રક (નદી)

વાત્રક (નદી) : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના અગ્નિભાગમાં વહેતી નદી. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ગુજરાતરાજસ્થાન સરહદ પરના ખોખરા નજીક આવેલી ટેકરીમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 243 કિમી. જેટલી છે. તે પૈકીનો તેનો ઘણોખરો ભાગ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. તે સાબરકાંઠાના મેઘરજ, માલપુર અને બાયડ તાલુકાઓમાંથી પસાર થાય છે. નદીના…

વધુ વાંચો >

વાનકુવર

વાનકુવર : કૅનેડાના પશ્ચિમ ભાગમાં બ્રિટિશ કોલંબિયામાં આવેલું મોટામાં મોટું શહેર તથા કૅનેડાનું અત્યંત વ્યસ્ત રહેતું બંદર. ભૌગોલિક સ્થાન : 49° 13´ ઉ. અ. અને 123° 06´ પ. રે.. તે બ્રિટિશ કોલંબિયાના નૈર્ઋત્ય ભાગમાં યુ.એસ.-કૅનેડાની સરહદથી ઉત્તર તરફ આશરે 40 કિમી. અંતરે બુર્રાર્ડ દરિયાઈ ફાંટાના દક્ષિણ કાંઠા પર ફ્રેસર નદીના…

વધુ વાંચો >

વાનકુવર, જ્યૉર્જ

વાનકુવર, જ્યૉર્જ (જ. 1758, કિંગ્ઝલીન, નૉફોક, ઇંગ્લૅન્ડ; અ. 1798) : બ્રિટિશ અભિયંતા. વાનકુવર ટાપુ (બ્રિટિશ કોલંબિયા  કૅનેડા), વાનકુવર શહેર તેમજ યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલ વાનકુવર શહેરનાં નામ તેમના નામ પરથી અપાયેલાં છે. 13 વર્ષની નાની ઉંમરે તેઓ નૌકાક્ષેત્રે કુશળ દરિયાખેડુ બનેલા. કૅપ્ટન જેમ્સ કૂકની છેલ્લી બે સફરોમાં તેમને શરૂઆતનો સમુદ્ર-સફરનો…

વધુ વાંચો >