Film
કાગઝ કે ફૂલ
કાગઝ કે ફૂલ (રજૂઆત – 1959) : ભારતનું પ્રથમ સિનેમાસ્કોપમાં ઉતારાયેલું ગુરુદત્ત ફિલ્મ્સનું શ્વેતશ્યામ ચલચિત્ર. મુખ્ય કલાકારોમાં ગુરુદત્ત ઉપરાંત વહીદા રહેમાન, બેબી નાઝ, જૉની વૉકર, મહેશ કૌલ, વીણા, મહેમૂદ વગેરે હતાં. સંગીતકાર સચિનદેવ બર્મન અને ગીતકાર શાયર કૈફી આઝમી. સંગીતમાં પ્રલંબસ્વરો અને સમૂહ-સ્વરોનો ઉત્તમ પ્રયોગ થયો હતો. ગાયક કલાકારો મોહમ્મદ…
વધુ વાંચો >કાદુ મકરાણી
કાદુ મકરાણી : ગુજરાતી ચલચિત્ર. ગુજરાત રાજ્યની અલગ રચના થવા સાથે 1960માં સાધના ફિલ્મ્સે નિર્માણ કરેલું ‘કાદુ મકરાણી’ રજૂઆત પામ્યું. તેના નિર્માતા ચાંપશીભાઈ નાગડા હતા. ગુણવંતરાય આચાર્યની કથા પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું હતું. ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, શાલિની, ચાંપશીભાઈ, મહેશ દેસાઈ, ભૂદો…
વધુ વાંચો >કાનનબાલા
કાનનબાલા (જ. 22 એપ્રિલ 1916, હાવરા; અ. 17 જુલાઈ 1992, કોલકાતા) : ભારતીય ચલચિત્રજગતની સુવિખ્યાત ગાયિકા-અભિનેત્રી. નિર્ધન કુટુંબમાં કૉલકાતા ખાતે જન્મ. બાળપણ શહેરની ઝૂંપડપટ્ટીમાં વીત્યું. પિતા રતનચંદ્ર દાસનું અવસાન થયું ત્યારે કુટુંબ પર દેવાનો બોજ હોવાથી ગુજરાન માટે દસમા વર્ષે ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. માદન થિયેટર્સના ‘જયદેબ’(1926)માં પ્રથમ અભિનય. તે પછી…
વધુ વાંચો >કારદાર, અબ્દુલ રશીદ
કારદાર, અબ્દુલ રશીદ (જ. ઑક્ટોબર 1904, લાહોર; અ. 22 નવેમ્બર 1989, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત નિર્માતા અને દિગ્દર્શક. બોલપટનો જમાનો શરૂ થયો તે પહેલાં તેમણે ઘણાં રોમાંચક મૂક ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘હીર-રાંઝા’ એ તેમનું સર્વપ્રથમ ચલચિત્ર (1923). થોડાક સમય માટે તેમણે કોલકાતાની એક ચલચિત્રનિર્માણ કંપનીમાં કાર્ય કર્યું. તેમનું…
વધુ વાંચો >કાર્લોફ, બોરિસ
કાર્લોફ, બોરિસ (જ. 23 નવેમ્બર 1887, લંડન; અ. 2 ફેબ્રુઆરી 1969, મીડહર્સ્ટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : હૉલીવુડના વિખ્યાત ચલચિત્રઅભિનેતા તથા રંગમંચકલાકાર. મૂળ નામ વિલિયમ હેન્રી પ્રૅટ અથવા ચાર્લ્સ એડ્વર્ડ પ્રૅટ. શિક્ષણ ઓપિંગહામ અને લંડન યુનિવર્સિટી ખાતે. ઇંગ્લૅન્ડના રાજદ્વારી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ 1909માં 21 વર્ષની વયે પ્રથમ કૅનેડા…
વધુ વાંચો >કાશીનો દીકરો
કાશીનો દીકરો (રજૂઆત – 1979) : સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલનિર્મિત ગુજરાતી રંગીન ચલચિત્ર. વિનોદિની નીલકંઠની નવલિકાને આધારે તૈયાર થયેલા આ બોલપટમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. કથામાં આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ…
વધુ વાંચો >કાસરવલ્લી, ગિરીશ
કાસરવલ્લી, ગિરીશ (જ. 3 ડિસેમ્બર 1950, કાસરવલ્લી, કર્ણાટક) : કન્નડ સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના અપાવનાર કન્નડ ફિલ્મસર્જક. મૂળ નામ શાજી નિલાકાન્તન કરૂન. ધાર્મિક, સંસ્કારી ખેડૂત પિતાનું એ ત્રીજું સંતાન હતા. ફાર્મસીમાં ઊંડા રસના કારણે 1971માં ફાર્મસીની ડિગ્રી સાથે સ્નાતક થયા. હૈદરાબાદમાં આવેલી ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તાલીમ…
વધુ વાંચો >કિન્સકી ક્લાઉસ
કિન્સકી, ક્લાઉસ (જ. 18 ઑક્ટોબર 1926, ઝોપોટ, પૉલેન્ડ; અ. 23 નવેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : વિખ્યાત જર્મન ચલચિત્રઅભિનેતા. મૂળ નામ ક્લાઉસ ગુન્થરે નાક્ઝીન્સ્કી. પિતા ઑપેરા-ગાયક. 16 વર્ષની વયે જર્મનીના લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરે તેમને યુદ્ધબંદી બનાવ્યા. યુદ્ધની સમાપ્તિ પછી રંગમંચના કલાકાર તરીકે તેમણે જર્મન અભિનેતા…
વધુ વાંચો >કિરણકુમાર
કિરણકુમાર (જ. 19 ઑક્ટોબર 1953, મુંબઈ-) : ગુજરાતી ચલચિત્રોના બિનગુજરાતી અભિનેતા. મૂળ નામ દીપક દાર. હિંદી ચલચિત્રજગતના જાણીતા અભિનેતા જીવનના પુત્ર. જન્મે અને પરિવારથી કાશ્મીરી બ્રાહ્મણ હોઈ આ બંને પિતાપુત્રને લાક્ષણિક ગૌર વર્ણ અને નમણા ચહેરાની કુદરતી બક્ષિસ વારસાગત રીતે મળેલ છે. તેમણે કેલી કૉલેજ નામની ઈંદોરમાં આવેલી એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ…
વધુ વાંચો >