Film

સેલ્ઝિનિક ડૅવિડ ઑલિવર

સેલ્ઝિનિક, ડૅવિડ ઑલિવર (જ. 10 મે 1902, પિટ્સબર્ગ, ઓહાઓ, યુ.એસ.; અ. 22 જૂન 1965, હૉલિવુડ) : અમેરિકાના ચલચિત્ર જગતના મહારથી. બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં ઉચ્ચ કલાત્મક ગુણવત્તાવાળી વાણિજ્યિક રીતે સફળ ફિલ્મોના નિર્માતા તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તેમના પિતા ન્યૂયૉર્કમાં મૂક ફિલ્મોના નિર્માતા હતા. તેમની પાસેથી ડૅવિડે તેમની શરૂઆતની તાલીમ…

વધુ વાંચો >

સેવન સમુરાઇ

સેવન સમુરાઇ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકીરા કુરોસાવા. પટકથા : શિનોબુ હાશિમોટો, હિડિયો ઓગુમી અને અકીરા કુરોસાવા. મુખ્ય કલાકારો : તકાશી શિમુરા, તોશિરો મિફ્યુન, યોશિયો ઇનાબા, સેઇજી મિયાગુચી, મિનોરુ ચિયાકી. સેવન સુમરાઇ ચલચિત્રનું એક દૃશ્ય માત્ર જાપાની ભાષામાં ચિત્રો બનાવીને ચિત્રસર્જક…

વધુ વાંચો >

સેવન્થ સીલ ધ

સેવન્થ સીલ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1957. ભાષા : સ્વીડિશ. શ્વેત અને શ્યામ. નિર્માતા : એલન એકેલુંડ. દિગ્દર્શન અને લેખન : ઇંગમાર બર્ગમૅન. છબિકલા : ગનર ફિશર. મુખ્ય કલાકારો : ગનર બ્યૉર્નસ્ટ્રૅન્ડ, બેન્ગ્ટ એકેરોટ, નિલ્સ પોપ, મૅક્સ વોન સિડોવ, બી. બી. એન્ડરસન, ઇન્ગા ગિલ. ‘ધ સેવન્થ સીલ’માં બર્ગમૅને ‘ભગવાન…

વધુ વાંચો >

સૈરંધ્રી

સૈરંધ્રી : મૂક ચલચિત્ર. નિર્માણવર્ષ : 1920. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક અને પટકથા : બાબુરાવ પેન્ટર. કથા : કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકરના તે જ નામ ધરાવતા નાટક પર આધારિત. છબિકલા : શેખ ફત્તેલાલ, બાબુરાવ પેન્ટર. મુખ્ય કલાકારો : બાળાસાહેબ યાદવ, ઝુંઝારરાવ યાદવ, કમલાદેવી, કિશાબાપુ બાકરે, બાબુરાવ…

વધુ વાંચો >

સૈરંધ્રી

સૈરંધ્રી : પૌરાણિક કથા પર આધારિત ભારતનું સર્વપ્રથમ રંગીન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1933. નિર્માણ સંસ્થા : પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર. દિગ્દર્શક : વી. શાંતારામ. સંગીત-નિર્દેશન : ગોવિંદરાવ  ટેમ્બે. મુખ્ય ભૂમિકા : લીલા ચંદ્રગિરિ, માસ્ટર વિનાયક, બાપુરાવ માને, નિંબાળકર. ચલચિત્રનો પ્રકાર : રંગીન. ભાષા : હિંદી અને મરાઠી. રંગીન બનાવવાનું તકનીકી…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની

સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની : મૂક ચિત્રોના યુગમાં તે ક્ષેત્રે યોગદાન કરનાર ભારતની પ્રતિષ્ઠિત ચલચિત્રનિર્માણ કંપનીઓમાંની એક. આ કંપનીએ નિર્માણ કરેલા એક ચિત્ર ‘સમુદ્રમંથન’માં અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં જે ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ કરાયો હતો તેનાં માત્ર દેશમાં જ નહિ, વિદેશમાં પણ ભરપૂર વખાણ થયાં હતાં. રાજકોટગોંડલ રોડ પર લોધાવડ ગામ પાસે સ્થિત…

વધુ વાંચો >

સ્કોર્સિસ માર્ટિન

સ્કોર્સિસ, માર્ટિન (જ. 17 નવેમ્બર 1942, ફ્લશિંગ, લૉંગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, અમેરિકા) : હોલીવૂડના પ્રભાવશાળી ચલચિત્ર-દિગ્દર્શક. માર્ટિન સ્કોર્સિસે સર્જેલાં ચિત્રો તેમના વિષયવૈવિધ્ય તથા અમેરિકન સંસ્કૃતિને એકદમ નિષ્ઠુર રીતે નિરૂપતી તેમની દિગ્દર્શનની શૈલીને કારણે હંમેશાં ધ્યાનાકર્ષક બની રહેતાં હોય છે. લાંબા ‘ટ્રૅકિંગ શૉટ’ તેમની વિશેષતા ગણાય છે. માર્ટિન સ્કોર્સિસ અમેરિકામાં ઇટાલિયનોની વસ્તીવાળા…

વધુ વાંચો >

સ્ક્રીન

સ્ક્રીન : મુંબઈથી પ્રગટ થતું પૂર્ણ કદનું અખબાર-સ્વરૂપ ધરાવતું ફિલ્મ સાપ્તાહિક. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર જૂથના આ સાપ્તાહિકનો પ્રારંભ 1951ની 26મી સપ્ટેમ્બરે થયો હતો. સ્થાપક તંત્રી હતાં કેરળનાં એક વિદૂષી મનોરમા કાત્જુ. એ સમયે આ સાપ્તાહિકનું કાર્યાલય મુંબઈના કોલાબા ખાતે ફિશરમૅન્સ કૉલોની તરીકે જાણીતા લેન્ડ્ઝ એન્ડ વિસ્તારમાં હતું. પ્રારંભનાં વર્ષોમાં તે…

વધુ વાંચો >

સ્ટાર વૉર્સ

સ્ટાર વૉર્સ : વિજ્ઞાનકથા ચલચિત્ર-શ્રેણી. 1977માં આ શ્રેણીનું ‘સ્ટાર-વૉર્સ’ (દિગ્દર્શન અને લેખન : જ્યૉર્જ લુકાસ) નામે પ્રથમ ચિત્રનિર્માણ પામ્યું હતું. તેણે ચલચિત્રોની સફળતાના નવા માપદંડ સર્જી દીધા હતા. આ શ્રેણીનાં છ ચિત્રો 1977થી 2005 સુધીનાં 28 વર્ષના સમયગાળામાં આવ્યાં, પણ તમામ ચિત્રોને જબરદસ્ત વ્યાવસાયિક સફળતા મળી હતી. 1977માં સાડા અગિયાર…

વધુ વાંચો >

સ્ટુઅર્ટ જૅમ્સ

સ્ટુઅર્ટ, જૅમ્સ (જ. 20 મે 1908, ઇન્ડિયાના, પેન્સિલ્વેનિયા; અ. 2 જુલાઈ 1997, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે સ્થાપત્યકલાનો અભ્યાસ કર્યો હતો. 1935માં તેમણે ફિલ્મ અભિનયનો પ્રારંભ કર્યો. ‘યુ કાન્ટ ટૅક ઇટ વિથ યુ’ (1938), ‘ડેસ્ટ્રી રાઇડ્ઝ અગેન’ (1939) અને ઑસ્કાર ઍવૉર્ડ-વિજેતા હાસ્યરસિક ચિત્ર ‘ફિલાડેલ્ફિયા…

વધુ વાંચો >