Film

સ્ટૂગઝ ધ થ્રી

સ્ટૂગઝ, ધ થ્રી : હાસ્ય અભિનેતાની ત્રિપુટી. એમાં હાઉત્ઝ ભાઈઓ એટલે કે સૅમ્યુઅલ (જ. 1895) તથા મૉઝિઝ (જ. 1897) અને ત્રીજા અભિનેતા તે જૅરૉમ (જૅરી) (જ. 1911)નો સમાવેશ થાય છે. આ ત્રિપુટીનાં અનુક્રમે શૅમ્પ, મૉ અને કર્લી હેડ (માથે ટાલ હોવા છતાં) ઉપનામો હતાં. પ્રારંભમાં હાસ્યઅભિનેતા ટેડ હિલી સાથે તેમણે…

વધુ વાંચો >

સ્ટોન ઑલિવર

સ્ટોન, ઑલિવર (જ. 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના જાણીતા ફિલ્મ દિગ્દર્શક. તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પ્રારંભમાં તેમણે નિર્માણ થયા વગરની કેટલીય ફિલ્મ માટે પટકથાઓ લખી. ઑલિવર સ્ટોન તેમણે દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો કૅનેડિયન હૉરર ફિલ્મ ‘સિઝર’ (1973)થી. ‘મિડનાઇટ ઍક્સપ્રેસ’(1978)ની પટકથા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. વિયેતનામના યુદ્ધના તેમનાં અનુભવ-સ્મરણોના…

વધુ વાંચો >

સ્ટૉર્મ ઓવર એશિયા

સ્ટૉર્મ ઓવર એશિયા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1928, મૂક ચિત્ર. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : વ્સેવોલોદ પુદોવકિન. કથા : ઓસિપ બ્રિક, આઇ. નૉવોક્શેવ્નૉવ. છબિકલા : આનાતોલી ગોલોવ્ન્યા. મુખ્ય પાત્રો : વેલેરી ઇન્કિજિનૉફ, આઇ. દેદિન્ત્સેવ, એલેક્સાન્દ્ર ચિસ્ત્યાકૉવ, વિક્ટર સોપ્પી. રશિયામાં નિર્માણ પામેલા આ નોંધપાત્ર મૂક ચિત્રનું રશિયન શીર્ષક ‘પોતોમોક ચંગીઝ-ખાના’ હતું.…

વધુ વાંચો >

સ્ટ્રીપ મેરિલ

સ્ટ્રીપ, મેરિલ (જ. 22 જૂન 1949, સમિટ, ન્યૂ જર્સી, અમેરિકા) : હોલીવૂડની અભિનેત્રી. મૂળ નામ મેરી લુઇસ સ્ટ્રીપ. હોલીવૂડમાં નવી પેઢીની અભિનેત્રીઓમાં અત્યંત પ્રતિભાશાળી ગણાતાં મેરિલ સ્ટ્રીપ વિવિધ પાત્રોની જરૂરિયાત મુજબ પોતાની જાતને ઢાળી લેવામાં ગજબનાં સિદ્ધહસ્ત ગણાય છે. એક અભિનેત્રી તરીકે તેમની સફળતાને એ રીતે પણ આંકી શકાય તેમ…

વધુ વાંચો >

સ્ટ્રેસબર્ગ લી

સ્ટ્રેસબર્ગ, લી (જ. 17 નવેમ્બર 1901, બુડાનૉવ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 17 ફેબ્રુઆરી 1982) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક, અભિનયકળાના શિક્ષક. માતા : ઇડા, પિતા : બારુખ મેયર સ્ટ્રેસબર્ગ. મૂળ નામ ઇઝરાયલ લી સ્ટ્રેસબર્ગ. હોલીવૂડમાં કલાકારો અને દિગ્દર્શકોની ત્રણ પેઢીઓ તૈયાર કરનાર લી સ્ટ્રેસબર્ગ સાત વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા આવી ગયા…

વધુ વાંચો >

સ્નેહલતા

સ્નેહલતા : ભારતીય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1936. ભાષા : ગુજરાતી અને હિંદી, શ્વેત અને શ્યામ. નિર્માતા : વિજયશંકર ભટ્ટ. નિર્માણસંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : બલવંત ભટ્ટ. ગીતકાર : રઘુનાથ બ્રહ્મભટ્ટ. સંગીત : લાલુભાઈ નાયક. મુખ્ય પાત્રો : જયંત, ગુલાબ, પન્ના, ઉમાકાન્ત, રાજકુમારી, શિરિન બાનુ, લાલોભાઈ. 1931માં સવાક્ ચિત્રોનો દોર…

વધુ વાંચો >

સ્પિલાઇટ

સ્પિલાઇટ : બહિર્ભૂત આગ્નેય, સમુદ્રતલીય જ્વાળામુખી ખડકપ્રકાર. સમુદ્રતળ પર બનતો, સૂક્ષ્મ સ્ફટિકમયથી સૂક્ષ્મ દાણાદાર કણરચનાવાળો, બેસાલ્ટ સમકક્ષ, ઘનિષ્ઠ અગ્નિકૃત ખડક. તેમાં મોટે ભાગે દૃશ્ય સ્ફટિકોનો અભાવ હોય છે તથા તેમનો રંગ લીલાશ/રાખોડી લીલાશ પડતો હોય છે, તેથી આ ખડકો બેસાલ્ટ જેવા દેખાતા હોય છે. સ્પિલાઇટમાં ફેલ્સ્પાર તરીકે આલ્બાઇટ (કે ઑલિગોક્લેઝ)…

વધુ વાંચો >

સ્લમડૉગ મિલ્યેનર

સ્લમડૉગ મિલ્યેનર : વર્ષ 2009માં આઠ ઑસ્કારવિજેતા અંગ્રેજી ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. પ્રકાર : રંગીન. નિર્માણવર્ષ : 2008. નિર્માણ- સંસ્થા : ફોકસ સર્ચલાઇટ પિક્ચર્સ. નિર્માતા : ક્રિશ્ચિયન કોલસન. દિગ્દર્શક : ડેની બોયલ. પટકથા : સિમોન બુફોય. કથા : વિકાસ સ્વરૂપલિખિત નવલકથા ‘ક્યૂ ઍન્ડ એ’ પર આધારિત. સંપાદક : ક્રિસ ડિક્ધસ.…

વધુ વાંચો >

સ્વયંવરમ્

સ્વયંવરમ્ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : મલયાળમ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : ચિત્રલેખા ફિલ્મ કો-ઑપરેટિવ. દિગ્દર્શક, કથા-પટકથા : અદૂર ગોપાલકૃષ્ણન્. સંગીત : એમ. બી. શ્રીનિવાસન્. છબિકલા : એમ. સી. રવિ વર્મા. મુખ્ય કલાકારો : શારદા, મધુ, તિકુઋૃષિ, સુકુમારન્ નાયર, અદૂર ભવાની, ગોપી, લલિતા, વેણુકુટ્ટન નાયર, બી. કે. નાયર.…

વધુ વાંચો >

હકીકત

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >