English literature
હુસમૅન આલ્ફ્રેડ એડવર્ડ (Housman Alfred Edward)
હુસમૅન, આલ્ફ્રેડ એડવર્ડ (Housman, Alfred Edward) (જ. 26 માર્ચ 1859, ફૉકબેરી, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 1936, કેમ્બ્રિજ) : અંગ્રેજ કવિ. સીધી સાદી શૈલીમાં રોમૅન્ટિક નિરાશાવાદનાં ઊર્મિગીતોના રચયિતા. પિતા સૉલિસિટર. સાત ભાઈભાંડુઓમાંના એક. માતા તરફ ખાસ પક્ષપાત; પરંતુ બાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થતાં તીવ્ર આઘાતની લાગણી થઈ. આ…
વધુ વાંચો >હેઝલિટ વિલિયમ
હેઝલિટ, વિલિયમ (જ. 10 એપ્રિલ 1778, મેડસ્ટોન; અ. 18 સપ્ટેમ્બર 1830) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. એમની ઇચ્છા અનુસાર 1793માં હેઝલિટે હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જોકે એમને ધર્મશાસ્ત્રથી વિશેષ તો ફિલસૂફી અને રાજકારણમાં રસ હતો. 1798માં કોલરિજ અને વર્ડ્ઝવર્થ સાથે એમનું મિલન થયું. એ…
વધુ વાંચો >હેમિંગ્વે અર્નેસ્ટ
હેમિંગ્વે, અર્નેસ્ટ (જ. 21 જુલાઈ 1899, ઑક પાર્ક, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 2 જુલાઈ 1961, કેટયસ, ઇડાહો) : અમેરિકન નવલકથાકાર તેમજ વાર્તાકાર. સાહિત્યકાર ઉપરાંત તેમના રોમાંચકારી વ્યક્તિત્વે વિશાળ જનસમાજ પર પ્રભાવ પાડ્યો હતો. તેઓ પત્રકાર હતા અને એક અચ્છા શિકારી હતા. 1954ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના તેઓ વિજેતા હતા. તેમની જાણીતી…
વધુ વાંચો >હૅમ્લેટ પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601)
હૅમ્લેટ, પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601) : વિશ્વના મહાન અંગ્રેજ કવિ-નાટકકાર શેક્સપિયર(1564–1616)ની પ્રસિદ્ધ ટ્રૅજેડી (કરુણાંત નાટક). નાટકની રચના સર્જકના 1601થી 1608 વર્ષોનાં પરિપક્વ સર્જનકાળ દરમિયાન થઈ હતી; એ જ સમયગાળામાં ‘ઑથેલો’, ‘કિંગ લિયર’ અને ‘મૅકબેથ’ એ ત્રણ અન્ય મહાન કરુણાંત નાટકો પણ રચાયાં હતાં. ‘હૅમ્લેટ’ અતિ પ્રસિદ્ધ અને બહુચર્ચિત નાટક છે.…
વધુ વાંચો >હેરિંગ્ટન જ્હૉન (સર)
હેરિંગ્ટન, જ્હૉન (સર) (જ. 1561; અ. 20 નવેમ્બર 1612, કેલ્સ્ટન, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : ઇલિઝાબેથના યુગના દરબારી, અનુવાદક, લેખક અને ‘વિટ’ (ઊંચી કલ્પક કે શોધક બુદ્ધિવાળા). પિતા રાજા હેનરી આઠમાની ગેરકાયદેસર પુત્રીને પરણેલા. એમનાં બીજી વારનાં પત્ની રાજકુમારી ઇલિઝાબેથનાં અનુચરી હતાં. સર જ્હૉનના ઉછેરમાં તેમનો પાલક માતા તરીકે મોટો ફાળો હતો.…
વધુ વાંચો >હૉથૉર્ન નાથાનિયલ
હૉથૉર્ન, નાથાનિયલ (જ. 4 જુલાઈ 1804, સલેમ મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 19 મે 1864, પ્લેમાઉથ, એન. એચ. અમેરિકા) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રૂપકાત્મકતા અને પ્રતીકાત્મકતા એમની વાર્તાઓની વિશિષ્ટતા. અમેરિકન સાહિત્યના આ ઉત્તમ કથા-સર્જક ‘ધ સ્કાર્લેટ લેટર’ (1850) અને ‘ધ હાઉસ ઑવ્ ધ સૅવન ગેબલ્સ’ (1851) જેવી કૃતિઓ માટે પ્રખ્યાત…
વધુ વાંચો >હૉપકિન્સ જીરાર્ડ મૅનલી
હૉપકિન્સ, જીરાર્ડ મૅનલી (જ. 28 જુલાઈ 1844, સ્ટ્રેટફર્ડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1889, ડબ્લિન) : અંગ્રેજ કવિ અને જેસ્યુઇટ પાદરી. સુખીસંપન્ન માતાપિતાને ત્યાં નવ ભાઈ-બહેનોમાં સૌથી મોટા પુત્ર તરીકે જન્મ. પિતા મૅનલી હવાઈમાં એલચી હતા. ચિત્રકલા અને સંગીતમાં પહેલેથી જ વિશેષ રસ. હાયગેટ સ્કૂલમાં શાળાનું શિક્ષણ. રિચર્ડ વૉટ્સન ડિક્સન…
વધુ વાંચો >હૉફમાન્સ્થાલ હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von)
હૉફમાન્સ્થાલ, હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von) (જ. 1 ફેબ્રુઆરી 1874, વિયેના; અ. 15 જુલાઈ 1929, રોડૉન, વિયેના) : ઑસ્ટ્રિયન કવિ, નાટ્યકાર અને નિબંધકાર. ઊર્મિકવિતાએ તેમને નામના અપાવી. નાટકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા કર્યા. તેમનાં ગીતોને જર્મન ઑપેરા સંગીતકાર રિચર્ડ સ્ટ્રોસે સંગીતમાં ઢાળ્યાં. હ્યુગો વૉન હૉફમાન્સ્થાલ પિતા બૅન્કના ડિરેક્ટરપદે હતા. તેઓ માતાપિતાનું…
વધુ વાંચો >હોમ્સ શેરલૉક
હોમ્સ, શેરલૉક : ડિટેક્ટિવ નવલકથાકાર સર આર્થર કૉનન ડૉઇલનું જગત-સાહિત્યમાં જાણીતું પાત્ર. શેરલોક જગત-મશહૂર ડિટેક્ટિવ છે. જોકે આ પ્રકારનું પાત્ર એડગર ઍલન પૉએ ‘ડુપિન’નું સર્જેલ. ડુપિન તરંગી અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે તો શેરલૉક લોકમાનસમાં કાયમ માટે વસી ગયેલ પાત્ર છે. ડૉઇલના આદરણીય પ્રાધ્યાપક ડૉ. જૉસેફ બેલ મેડિકલ કૉલેજમાં અધ્યાપન…
વધુ વાંચો >હોયલે એડમન્ડ
હોયલે, એડમન્ડ (જ. 1671/72; અ. 29 ઑગસ્ટ 1769, લંડન) : ગંજીપત્તાની રમત વિશે વ્યાવસાયિક રીતે લખાણ કરનાર પ્રથમ અંગ્રેજ લેખક. તેમણે રચેલા ‘વ્હિસ્ટ’ના નિયમો ‘એકૉર્ડિન્ગ ટુ હોયલે’ તરીકે જાણીતા થયા છે એ રીતે હોયલેના બનાવેલા નિયમોનો દુનિયાભરમાં બધે સ્વીકાર થયો છે. એડમન્ડ હોયલે હોયલે 70 વર્ષના થયા ત્યાં સુધી તેમને…
વધુ વાંચો >