English literature
લંડન, જૅક
લંડન, જૅક (જ. 12 જાન્યુઆરી 1876, સાન ફ્રાન્સિસ્કો; અ. 22 નવેમ્બર 1916, ગ્લેન ઍલન, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના સર્જક. મૂળ નામ જૉન ગ્રિફિથ ચેની. પોતાના અસ્તિત્વ માટે પ્રકૃતિ સાથે તુમુલ સંઘર્ષ કરતા માનવીના અથાગ પુરુષાર્થની કથાઓના સર્જક તરીકે તેમનું નામ સાહિત્યજગતમાં ખૂબ જાણીતું બન્યું છે. જગતની…
વધુ વાંચો >લાર્કિન, ફિલિપ (આર્થર)
લાર્કિન, ફિલિપ (આર્થર) (જ. 9 ઑગસ્ટ 1922, કૉવેન્ટ્રી, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1985, શ્રૉપશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર અને નિબંધકાર. થોકબંધ પારિતોષિકો અને બહુમાન મેળવેલ, બ્રિટિશ સામ્રાજ્યના સી. બી. ઈ. (કમાન્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર, 1975). શિક્ષણ કિંગ હેન્રી એઇટ્થ ગ્રામર સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. 1943માં બી.એ. અને 1947માં એમ.એ.ની…
વધુ વાંચો >લાલ, પુરુષોત્તમ (પી. લાલ)
લાલ, પુરુષોત્તમ (પી. લાલ) (જ. 1929) : ભારતીય અંગ્રેજી કવિ, વિવેચક, સંપાદક અને પ્રકાશક. કોલકાતામાં અંગ્રેજીના માનાર્હ પ્રાધ્યાપક. 1958માં તેમણે લેખકોની કાર્યશાળા સ્થાપી, જે રચનાત્મક અને વિવેચનાત્મક પાસાંમાં ઇન્ડોઇંગ્લિશ સાહિત્યના વિકાસને છેલ્લાં ઘણાં વર્ષોથી અવિરતપણે ઉત્તેજન આપતી પ્રકાશનસંસ્થા છે. તેમના દ્વારા સંપાદિત ‘ધ મિસેલની’ નામનું દ્વૈમાસિક જર્નલ લેખકોની કાર્યશાળાનું મુખપત્ર…
વધુ વાંચો >લાલા રુખ
લાલા રુખ (1817) : પૂર્વીય દેશોની કેટલીક કાવ્યકથાઓનું ટી. મૂરે અંગ્રેજીમાં કરેલું પદ્ય અને ગદ્ય રૂપાંતર. આમાંની મુખ્ય કથાની નાયિકા દિલ્હીથી કાશ્મીર સુધીના મુલ્કના બાદશાહની પુત્રી શાહજાદી લાલા રુખ છે. તેનું લગ્ન બુખારિયાના બાદશાહ સાથે નક્કી કરવામાં આવેલું. બુખારિયા તરફ મુસાફરી દરમિયાન, તેના કાફલાની સૌ સખીઓને એક યુવાન કાશ્મીરી કવિ…
વધુ વાંચો >લાહિરી, ઝુમ્પા
લાહિરી, ઝુમ્પા (જ. 1967, લંડન) : 40 વર્ષથી ઓછી વયની 20 અમેરિકન સર્વશ્રેષ્ઠ લેખિકાઓ પૈકીનાં એક. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. મૂળ બંગાળી માતા-પિતાનાં પુત્રી. તેમનો ઉછેર રહોડ આયર્લૅન્ડમાં થયો. તેમના પિતા ગ્રંથપાલ અને માતા શિક્ષિકા હતાં. તેમણે એ જ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લખાણમાં અને તે પછી કમ્પેરેટિવ…
વધુ વાંચો >લિડગેટ, જૉન
લિડગેટ, જૉન (જ. 1370 ?, લિડગેટ, અડ્રોક, ઇંગ્લૅન્ડ; અ. 1450, બેરી સેંટ એડ્મન્ડ્ઝ) : અંગ્રેજ કવિ. લાંબાં નીતિબોધ અને ધાર્મિક કાવ્યોના રચયિતા. તેઓ કદાચ જેફ્રી ચૉસરના ગાઢ પરિચયમાં હોય તેમ લાગે છે, કારણ કે તેમના સમયના બંને અત્યંત લોકપ્રિય કવિઓ હતા. 1385માં બેરી સેંટ એડ્મન્ડ્ઝના બેનીડિક્ટાઇન ઍબીમાં દીક્ષિત થયા. 1397માં…
વધુ વાંચો >લિયર, એડ્વર્ડ
લિયર, એડ્વર્ડ (જ. 12 મે 1812, હાઇગેટ, લંડન નજીક; અ. 29 જાન્યુઆરી 1888, સાન રેમો, ઇટાલી) : અંગ્રેજ કવિ અને ચિત્રકાર. પાંચ પાંચ પંક્તિઓવાળાં વિનોદી કાવ્યોના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ આ કવિનાં કાવ્યો પ્રથમ નજરે અર્થહીન, વાહિયાત હોય તેમ લાગે છે. તેમની કવિતામાં અજબગજબનાં વિચિત્ર પ્રાણીઓની સૃષ્ટિ અર્થહીન શબ્દો દ્વારા રજૂઆત…
વધુ વાંચો >લિલી, જૉન
લિલી, જૉન (જ. 1554 ?, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. નવેમ્બર 1606, લંડન) : અંગ્રેજી ભાષાના વિશિષ્ટ ગદ્યકાર અને નાટ્યકાર. કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને ઑક્સફર્ડની મૅગડેલન કૉલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું. તેમણે કેમ્બ્રિજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1598થી 1601 દરમિયાન તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા હતા. ‘યૂફ્યુઇઝ, ઑર ધી એનૅટોમી ઑવ્ વિટ’ (1578), ‘યૂફ્યુઇઝ…
વધુ વાંચો >લીકૉક, સ્ટીફન (બટલર)
લીકૉક, સ્ટીફન (બટલર) (જ. 30 ડિસેમ્બર 1869, સ્વાન્મૉર, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 માર્ચ 1944, ટોરૉન્ટો) : કૅનેડિયન હાસ્યલેખક અને હળવી શૈલીનાં રેખાંકનો અને નિબંધોનાં 30થી વધુ પુસ્તકોના લેખક. છ વર્ષની ઉંમરે માતાપિતા સાથે કૅનેડામાં સ્થાયી થયા. અપર કૅનેડા કૉલેજમાં 1882થી 1887 સુધી શિક્ષણ લીધું. યુનિવર્સિટી ઑવ્ ટોરૉન્ટોમાંથી બી.એ.(1891)ની ઉપાધિ મેળવી.…
વધુ વાંચો >લીલાવતી એમ.
લીલાવતી એમ. (જ. 1927, કોટ્ટાપદી, જિ. ત્રિચૂર, કેરળ) : મલયાળમનાં વિવેચક, કવયિત્રી, ચરિત્ર-લેખિકા અને અનુવાદક. તેમને તેમની કૃતિ ‘કવિતાધ્વનિ’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે 1951માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે મેળવી. ત્યારબાદ 1972માં કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેમની કારકિર્દી…
વધુ વાંચો >