Economics
એન્ડૉર્સમેન્ટ (શેરો)
એન્ડૉર્સમેન્ટ (શેરો) : હૂંડી અથવા ચેકના માલિકીહકો તેના અંતિમ ધારક અથવા તેમાં દર્શાવેલી નામજોગ વ્યક્તિને મળે તે હેતુથી પરક્રામ્ય દસ્તાવેજ પર ઠરેલો શેરો. ભારતમાં આ પ્રકારનો શેરો પરક્રામ્ય દસ્તાવેજ અધિનિયમ 1881ની જોગવાઈને અધીન હોય છે અને આવો શેરો દસ્તાવેજના પાછળના ભાગ પર અથવા તેની સાથે જોડેલા કાગળ પર કરવામાં આવે…
વધુ વાંચો >ઍન્યુઇટી
ઍન્યુઇટી : નિવૃત્તિ દરમિયાન નિશ્ચિત આવક પૂરી પાડવા સારુ, બે પક્ષકારો વચ્ચેની સમજૂતી અનુસાર કરવામાં આવતું વાર્ષિક ચુકવણું; જોકે મુકરર સમયાંતરે કરવામાં આવતાં અન્ય ચુકવણાંને પણ ઍન્યુઇટી કહેવામાં આવે છે. વાસ્તવમાં ઍન્યુઇટી એ બે પક્ષકારો વચ્ચેના કરાર સમાન છે; તેનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્તિ દરમિયાન આવક પૂરી પાડવાનો છે. ઍન્યુઇટીના બે…
વધુ વાંચો >એફ.આઇ.સી.સી.આઇ.
એફ.આઇ.સી.સી.આઇ. (Federation of Indian Chambers of Commerce and Industries) (1927) : ભારતીય વ્યાપાર તથા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કેન્દ્રીય સંસ્થા. તેની સ્થાપના થતાં ‘ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઍન્ડ કૉમર્સ કૉંગ્રેસ’ નામની અગાઉની સંસ્થાનું સ્થાન તેણે લીધું. પ્રવર્તમાન આર્થિક વલણો તથા સમસ્યાઓ અંગે ભારતનાં વ્યાપાર તથા વાણિજ્યનાં સંગઠનોનાં મંતવ્યોને મૂર્ત સ્વરૂપ આપી સરકાર તથા…
વધુ વાંચો >એરહાર્ડ લુડવિગ
એરહાર્ડ, લુડવિગ (જ. 4 ફેબ્રુઆરી 1897, ફર્થ, જર્મની; અ. 5 મે 1977, બૉન) : જર્મનીના અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી. ફ્રૅંકફર્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની ઉપાધિ. 1939 સુધી ન્યુરેમ્બર્ગ ખાતે માર્કેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કર્યું. નાઝી લેબર ફ્રન્ટમાં જોડાવાનો ઇન્કાર કરતાં તેમને 1992માં બરતરફ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન…
વધુ વાંચો >ઍરો, કેનેથ જૉસેફ
ઍરો, કેનેથ જૉસેફ (જ. 23 ઑગસ્ટ 1921, ન્યૂયૉર્ક; અ. 21 ફેબ્રુઆરી 2017, કેલિફોર્નિયા, યુ. એસ.) : આર્થિક સમતુલાના સિદ્ધાંતમાં તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનાર અમેરિકન અર્થશાસ્ત્રી. 1972માં તેમને પ્રો. જે. આર. હિક્સ સાથે સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે 1940માં સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્કમાંથી સ્નાતકની…
વધુ વાંચો >ઍલન, આર. જી. ડી.
ઍલન, આર. જી. ડી. (જ. 3 જૂન 1906 યુ. કે.; અ. 29 સપ્ટેમ્બર 1983 યુ. કે.) : સુવિખ્યાત ગાણિતિક, અર્થશાસ્ત્રી તથા આંકડાશાસ્ત્રી. ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ ખાતેની સિડની સસેક્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યા પછી 1928માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા. ગ્રાહકના બુદ્ધિયુક્ત વર્તનના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં, ક્રમવાચક તુષ્ટિગુણની વિભાવના પર આધારિત…
વધુ વાંચો >એલાયન્સ ફૉર પ્રોગ્રેસ
એલાયન્સ ફૉર પ્રોગ્રેસ : યુ. એસ. તથા લૅટિન (દક્ષિણ) અમેરિકાના કેટલાક દેશોએ પરસ્પરનાં હિતોને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય આર્થિક વિકાસ કાર્યક્રમ અંગે 1961માં કરેલી સંધિ. તેનું આખું નામ છે : Inter American Committee for the alliance for progress (CIAP) અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હૉન એફ. કૅનેડી દ્વારા સૂચિત આ કાર્યક્રમ પર ઑગસ્ટ 1961માં…
વધુ વાંચો >એલેઇસ મોરિસ (Maurice Allais)
એલેઇસ, મોરિસ (Maurice Allais) (જ. 31 મે 1911, પૅરિસ; અ. 9 ઑક્ટોબર 2010, ફ્રાન્સ) : 1988નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પિતા પૅરિસમાં દુકાન ધરાવતા હતા. શિક્ષણ પૅરિસ ખાતે. 1937–44 દરમિયાન તેમણે ફ્રેન્ચ સરકારના ખાણોને લગતા વિભાગમાં સેવાઓ આપી હતી. મૂળ એન્જિનિયર તરીકે તાલીમ પામેલા આ અર્થશાસ્ત્રીએ વિશ્વમહામંદી(1929)ના…
વધુ વાંચો >એશિયન ડેવલપમેન્ટ બૅંક
એશિયન ડેવલપમેન્ટ બૅંક (ADB) : સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકતી, એશિયા તથા પૅસિફિક વિસ્તારની પરિયોજનાઓની દેખરેખ રાખતી અને તે માટે જરૂરી વહીવટી સત્તા ધરાવતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘના એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક તથા સામાજિક કમિશન(United Nations Economic and Social Commission for Asia and the Pacific – UNESCAP)ને ઉપક્રમે ડિસેમ્બર,…
વધુ વાંચો >એશિયન ડ્રામા
એશિયન ડ્રામા (1968) : દક્ષિણ એશિયાની ઘોર ગરીબી પર વ્યાપક પ્રકાશ પાડતો ગ્રંથ. લેખક ગુન્નાર મિર્ડાલ. દક્ષિણ એશિયાના દેશોની ગરીબીની સમસ્યા પર હાથ ધરવામાં આવેલા સંશોધનના પરિપાક રૂપે તૈયાર કરવામાં આવેલો ગ્રંથ. તેના લેખક જગવિખ્યાત અર્થશાસ્ત્રી ગુન્નાર મિર્ડાલ છે. આ ગ્રંથ માટેનું સંશોધનકાર્ય તેમણે તેમના સાથીઓની સાથે 1957-67ના દસકા દરમિયાન…
વધુ વાંચો >