Economics
આંતરરાષ્ટ્રીય રોકડતા
આંતરરાષ્ટ્રીય રોકડતા (International Liquidity) : આંતરરાષ્ટ્રીય ચુકવણી માટે સર્વસ્વીકાર્ય તરલતાઅસ્કામતો. ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’નો સમાનાર્થી ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ એવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ની તુલનામાં ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’ એ શબ્દપ્રયોગનો વધુ વ્યાપક અર્થ ઘટાવવાનું પસંદ કરે છે. અહીં બંનેને સમાનાર્થી ગણેલા છે. આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યક્તિઓ, પેઢીઓ, સરકારો તથા મધ્યસ્થ (apex)…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું
આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું (International Balance of Payments) : દેશના નાગરિકોએ સમયના ચોક્કસ ગાળા (એક વર્ષ) દરમિયાન વિદેશોના નાગરિકો સાથે કરેલી આર્થિક લેવડદેવડનો હિસાબ. આ વ્યાખ્યામાં કેટલાક શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોઈ, તેમને સમજી લેવા જોઈએ. નાગરિકોમાં વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓ અને સરકારનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનું હિત જે દેશમાં…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો
આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં,…
વધુ વાંચો >ઇકાફે
ઇકાફે (ECAFE) : સંયુક્ત રાષ્ટ્રસંઘનું પ્રાદેશિક આર્થિક સંગઠન. તેનું મૂળ નામ ઇકૉનૉમિક કમિશન ફૉર એશિયા ઍન્ડ ફાર ઈસ્ટ હતું. હવે તે ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક નામથી ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલ હેઠળ એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય…
વધુ વાંચો >ઇજારાયુક્ત સ્પર્ધા
ઇજારાયુક્ત સ્પર્ધા : હરીફાઈ અને ઇજારાનાં તત્વોનું સંયોજન ધરાવતું બજાર. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રની પરંપરામાં બજારના સ્વરૂપમાં મુખ્યત્વે બે વિભાગો ગણાય છે : (1) પૂર્ણ હરીફાઈ અને (2) શુદ્ધ ઇજારો. આ બંને પરસ્પરનિષેધક (exclusive) અને વૈકલ્પિક (alternative) ગણાતા. આ બે બજારસ્વરૂપો દ્વારા લગભગ બધી વસ્તુઓના ભાવનિર્માણની પ્રક્રિયા સંતોષકારક રીતે સમજાવી શકાય છે…
વધુ વાંચો >ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો
ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો (MRTP Act) : ઇજારો અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની અયોગ્ય અસરો અટકાવવા માટે ભારતીય લોકસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો. ઇજારા તપાસપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાયદાનું સ્વરૂપ આપવાના ઇરાદાથી ડિસેમ્બર 1969માં તે અંગેનો ખરડો મંજૂર કરવામાં આવ્યો, જે જૂન 1970થી કાયદો બન્યો. ઉક્ત કાયદાને ઇજારા અને…
વધુ વાંચો >ઇજારાશાહી તપાસપંચ
ઇજારાશાહી તપાસપંચ : ભારતમાં ઇજારાશાહીનાં વલણોની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલું પંચ. આર્થિક આયોજનની શરૂઆત 1951માં થઈ. આયોજનના એક દાયકાની સમીક્ષાને અંતે એવી પ્રતીતિ થઈ કે આર્થિક આયોજનનો લાભ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળવાને બદલે દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા વધી છે અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધતું જાય…
વધુ વાંચો >ઇજારો
ઇજારો : કોઈ વસ્તુ કે સેવાના બજાર-પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો એકાધિકાર. ગ્રીક ભાષામાં ‘monopoly’ શબ્દનો અર્થ ‘single seller’ અર્થાત ‘એકમાત્ર વિક્રેતા’ થાય છે. પૂર્ણ ઇજારો એ પૂર્ણ હરીફાઈની તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે. આમ વસ્તુ કે સેવાની વેચાણ-પ્રક્રિયા દરમિયાન હરીફાઈનો સદંતર અભાવ ત્યારે જ શક્ય બને, જ્યારે તેનું…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશન
ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશન (IEA) : વિશ્વના અર્થશાસ્ત્ર મંડળોનું આંતરરાષ્ટ્રીય સંગઠન. ‘યુનેસ્કો’-(UNESCO)ની સમાજવિદ્યાશાખાની પ્રેરણાથી 1950માં તેની સ્થાપના કરવામાં આવી હતી. 8 નવેમ્બર, 1950ની ફ્રેન્ચ સરકારની ઘોષણા મુજબ તેની નોંધણી કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક પૅરિસ ખાતે છે. સંસ્થાના હેતુઓ : (1) જુદા જુદા દેશોના અર્થશાસ્ત્રીઓ વચ્ચે સૈદ્ધાન્તિક અને આર્થિક નીતિવિષયક…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન
ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન : સુવર્ણધોરણની પડતી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક નાણાવ્યવસ્થાની યોજના. આંતરરાષ્ટ્રીય સ્તરે નવી નાણાવ્યવસ્થા ઊભી કરવાના હેતુથી 1944માં અમેરિકાના બ્રેટનવૂડ્ઝ ખાતે આયોજિત પરિષદમાં બ્રિટને ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેની વિગતોનો ખરડો સુવિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે તૈયાર કર્યો હતો અને તેથી તે ‘કેઇન્સ…
વધુ વાંચો >