Economics
હાયેક ફ્રેડરિક આગસ્ટ વૉન
હાયેક, ફ્રેડરિક આગસ્ટ વૉન (જ. 1899 વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1992, લંડન) : ઑસ્ટ્રિયન વિચારધારાના હિમાયતી, સમાજવાદી વિચારસરણીના વિરોધી, મુક્ત અર્થતંત્રના ટેકેદાર તથા 1974 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1927–1931 દરમિયાન વિયેના ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક્સ રિસર્ચ સંસ્થાના નિયામકપદે કામ કર્યું અને સાથોસાથ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું. 1931માં કાયમી…
વધુ વાંચો >હાવેલ્મો ટ્રીગ્વે મૅગ્નસ
હાવેલ્મો, ટ્રીગ્વે મૅગ્નસ (જ. 13 ડિસેમ્બર 1911, સ્કેડસમો, નૉર્વે; અ. 26 જુલાઈ 1999, ઓસ્લો, નૉર્વે) : અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં સંભવિત ઘટનાઓને આધારે અભિનવ અભિગમ (probability approach) પ્રસ્તુત કરનાર અને અર્થશાસ્ત્રમાં વર્ષ 1989 માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્થશાસ્ત્રી. તેમણે ઉચ્ચ શિક્ષણ નૉર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં લીધું હતું, જ્યાં અર્થશાસ્ત્રમાં સર્વપ્રથમ નોબેલ પુરસ્કાર…
વધુ વાંચો >હિક્સ જે. આર. (સર)
હિક્સ, જે. આર. (સર) (1904–1989) : મૂળભૂત રીતે અર્થતંત્રની સામાન્ય સમતુલાના વિશ્લેષણમાં રુચિ ધરાવનાર, માંગના વિશ્લેષણમાં શકવર્તી યોગદાન કરનાર તથા 1972ના વર્ષનું અર્થશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સરખા ભાગે મેળવનાર બ્રિટિશ અર્થશાસ્ત્રી. સમગ્ર શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. ત્યાંની ઑક્સફર્ડ યુનિવર્સિટીની બેલીઓલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ 1926માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ…
વધુ વાંચો >હિંદ મઝદૂર સભા (H.M.S.)
હિંદ મઝદૂર સભા (H.M.S.) : ભારતમાં મૂળ પ્રજા સમાજવાદી પક્ષના હસ્તકનું મજૂર મંડળ. તેના પર સમાજવાદી વિચારસરણી ધરાવતા નેતાઓનું વર્ચસ્ છે. ઇંગ્લૅન્ડમાં મજૂરોએ તેમનાં મંડળોએ પોતાનું વ્યાપક હિત સાધવા લેબર પાર્ટીની રચના કરી હતી. ભારતમાં આથી ઊલટું બન્યું છે. રાજકીય પક્ષોએ વગનો પાયો વિસ્તારવા મજૂર સંગઠન રચ્યાં છે. પરિણામે મજૂરસંઘોનું…
વધુ વાંચો >હૂંડિયામણ વિદેશી
હૂંડિયામણ, વિદેશી : વિદેશી ચલણ અને તેના દ્વારા જુદા જુદા દેશો વચ્ચે થતી લેવડ-દેવડના આર્થિક વ્યવહારોનું માધ્યમ. ભિન્ન ભિન્ન ચલણવ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે પારસ્પરિક દેવાની પતાવટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આવા વ્યવહારો માટે જુદા જુદા દેશોના ચલણ વચ્ચે વિનિમયદર નિર્ધારિત થતા હોય છે. આવા દર નિયંત્રિત નાણાવ્યવસ્થામાં જે…
વધુ વાંચો >હેકમન જેમ્સ
હેકમન, જેમ્સ (જ. 19 એપ્રિલ 1944, અમેરિકા) : શિકાગો યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક અને ઈ. સ. 2000 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ખાસ પસંદ કરવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણની પદ્ધતિઓને લગતા તાર્કિક સિદ્ધાંતો તારવવા માટે તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે અને આ નોબેલ પારિતોષિકના સહવિજેતા કૅલિફૉર્નિયા…
વધુ વાંચો >હેક્સર–ઓહલિન પ્રમેય
હેક્સર–ઓહલિન પ્રમેય : આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનાં મૂળભૂત કારણો પર પ્રકાશ પાડતો સિદ્ધાંત. હેક્સર (1879–1952) અને બર્ટિલ ઓહલિન (1899–1979) નામના બે સ્વીડિશ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો આંતરરાષ્ટ્રીય વેપારનો આધુનિક સિદ્ધાંત અહીં જુદો પડે છે. દેશ દેશ વચ્ચેનો વેપાર તેમની સાધનસંપત્તિ(factor endowment)નું પ્રમાણ અલગ અલગ હોય છે તેને કારણે ઉદભવે છે એવો મત…
વધુ વાંચો >હેક્સ્ચર એલિ એફ.
હેક્સ્ચર, એલિ એફ. (1879–1952) : સ્વીડિશ અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર. તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના આધુનિક સિદ્ધાંતનો પાયો નાંખ્યો છે. 1919માં તેમણે સ્વીડનના એક સામયિકમાં એક સંશોધનલેખ પ્રકાશિત કર્યો, જેને આધારે બર્ટિલ ઓહલીન નામના બીજા સ્વીડિશ અર્થશાસ્ત્રી(1899–1979)એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો જે ખ્યાલ વિકસાવ્યો તે ‘હેક્સ્ચર–ઓહલીન પ્રમેય’ તરીકે ઓળખવામાં આવે છે. ઓહલીન પોતે હેક્સ્ચરના…
વધુ વાંચો >હૅન્સન અલ્વિન એચ
હૅન્સન, અલ્વિન એચ. (જ. 1887; અ. 1975) : જે. એમ. કેઇન્સના અમેરિકન ભાષ્યકાર તથા સંનિષ્ઠ પ્રતિપાદક. 1910માં તેમણે અમેરિકાની યાન્કટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ 1921માં વ્યાપારચક્રના વિષય પર ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં 1963 સુધી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. જૂન 1963માં રિસર્ચ પ્રોફેસર ઑન…
વધુ વાંચો >હૅમરશીલ્ડ દાગ
હૅમરશીલ્ડ, દાગ (જ. 29 જુલાઈ 1905, જૉનકૉપિંગ, સ્વીડન; અ. 18 સપ્ટેમ્બર 1961, એન્ડોલા (Ndola) પાસે, ઉત્તર રહોડેશિયા હવે ઝામ્બિયા) : સ્વીડનના અર્થશાસ્ત્રી, રાજદ્વારી પુરુષ, રાષ્ટ્રસંઘના બીજા સેક્રેટરી-જનરલ અને વર્ષ 1961ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના મરણોત્તર વિજેતા. સ્વીડનના પૂર્વપ્રધાનમંત્રી જાલ્મર હૅમરશીલ્ડ (1914–17)ના પુત્ર. ઉપસાલા અને સ્ટૉકહોમ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને…
વધુ વાંચો >