Economics

બેકારી

બેકારી : વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવાની ઇચ્છા હોય, પરંતુ તેને પ્રવર્તમાન વેતનના દર પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ બેકાર છે તેમ કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેકાર હોય ત્યારે આ બેકારી તેના માટે એક ગંભીર વ્યક્તિગત પ્રશ્ન ગણાય, પરંતુ આવા થોડાઘણા લોકો…

વધુ વાંચો >

બેજહૉટ, વૉલ્ટેર

બેજહૉટ, વૉલ્ટેર (જ. 3 ફેબ્રુઆરી 1826, લેંગપૉર્ટ, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1877, ઇંગ્લૅન્ડ) : રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના અંગ્રેજ વિદ્વાન. 1848માં તેઓ લંડનની યુનિવર્સિટી-કૉલેજમાંથી અનુસ્નાતક થયા. ત્યારબાદ ત્રણ વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો. 1851માં તેઓ પૅરિસ ગયા અને ત્યાં લુઈ નેપોલિયન સામેના વિપ્લવ વિશે લેખો લખ્યા અને આંખોદેખી માહિતીને આધારે નેપોલિયનનો…

વધુ વાંચો >

બેરર-બૉન્ડ

બેરર-બૉન્ડ : ઉછીનાં લીધેલા નાણાં અથવા ઊભાં કરેલાં દેવાં અંગે સરકાર, સ્થાનિક સત્તામંડળો, જાહેર સાહસો અથવા આર્થિક રીતે સબળ કંપનીઓએ પોતાની મહોર સાથે વિતરિત (issue) કરેલું સ્વીકૃતિપત્ર. ધારકના કબજામાં હોય તે જ તેનો માલિક ગણાય તેવો આ દસ્તાવેજ હોય છે. બૉન્ડ-સર્ટિફિકેટમાં દેવાની ચોક્કસ રકમની ભવિષ્યમાં ચોક્કસ તારીખે અથવા સમયાંતરે ચોક્કસ…

વધુ વાંચો >

બૅંક ખાતાં

બૅંક ખાતાં : બૅંકિંગ સેવા પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક હોય તેવા સમાજના વિવિધ આર્થિક સ્તરના ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ બૅંકના હિસાબી ચોપડામાં ખોલવામાં આવતાં ખાતાં. બૅંકો સમાજના જુદા જુદા વર્ગોમાંથી થાપણો એકત્રિત કરીને તેમાંથી ધિરાણ કરે છે. બૅંકે થાપણો ઉપર ચૂકવેલા વ્યાજ કરતાં લોન લેનાર ગ્રાહકો  પાસેથી તેને મળેલા વ્યાજનો તફાવત…

વધુ વાંચો >

બૅંક ડ્રાફ્ટ

બૅંક ડ્રાફ્ટ : કોઈ એક બૅંકની એક શાખાએ તે જ બૅંકની બીજી શાખાને લેખિત સૂચના દ્વારા તેમાં જણાવેલી નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યક્તિને ચૂકવી આપવા માટે કરેલો આદેશ. કોઈ એક વ્યક્તિ અન્ય સ્થળે રહેતી બીજી વ્યક્તિને સહેલાઈથી નાણાં મોકલવા માગે તો તે વ્યક્તિ કાં તો પોતાનું ખાતું હોય તે બૅંકમાં અથવા…

વધુ વાંચો >

બૅંક થાપણ વીમા યોજના

બૅંક થાપણ વીમા યોજના : જુઓ થાપણ વીમાયોજના

વધુ વાંચો >

બૅંક-દર

બૅંક-દર : મધ્યસ્થ બૅંક જે દરે વ્યાપારી બૅંકોના પ્રથમકક્ષાના વિનિમય પત્રો કે માન્ય જામીનગીરીઓ વટાવી આપે તે દરને બૅંક-દર અથવા પુન:વટાવ-દર કહે છે. બૅંક-દરમાં ફેરફાર દ્વારા બજારના વ્યાજના દર અને શાખના પ્રમાણ ઉપર અસર પાડી શકાય છે. અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને વધતાં જતાં ધિરાણોને પરિણામે ભાવોમાં સતત વધારો…

વધુ વાંચો >

બૅંક-ધિરાણ

બૅંક-ધિરાણ : નફો કરવાના હેતુથી ઓવરડ્રાફ્ટ, કૅશ-ક્રેડિટ, લોન ઇત્યાદિ સ્વરૂપમાં બૅંક દ્વારા તેના ગ્રાહકોને કરવામાં આવતું ધિરાણ. સમાજના બચત કરનાર વર્ગ પાસેથી વિવિધ સ્વરૂપની થાપણો સ્વીકારીને અને તેમના આધારે ધિરાણ કરીને બૅંક નફો કમાતી હોય છે. જ્યાં સુધી બૅંક થાપણ સ્વીકારીને પોતે દેવાદાર બનતી નથી ત્યાં સુધી તે ધિરાણ દ્વારા…

વધુ વાંચો >

બૅંક હૉલિડે

બૅંક હૉલિડે : રાજ્ય સરકાર દ્વારા પરક્રામ્ય સંલેખ (વટાવખત) અધિનિયમ (Negotiable Instrument Act) હેઠળ બૅંકો માટે ઘોષિત કરેલી જાહેર રજા. ભારત સરકારના ગૃહમંત્રાલયના તા. 8–5–1968ના જાહેરનામા ક્રમાંક 39/1/68/જેયુડી–3 સાથે વંચાણમાં લેતાં વટાવખત અધિનિયમ(1881)ની કલમ 25ના ખુલાસાને અનુસરીને રાજ્ય સરકાર દર વર્ષે પોતાના રાજ્યમાં બૅંક હૉલિડે વિશે પરિપત્ર બહાર પાડે છે.…

વધુ વાંચો >

બૅંકિંગ

બૅંકિંગ : ધિરાણ કરવાના અથવા રોકાણ કરવાના હેતુથી લોકો પાસેથી નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવાનો અને આવી થાપણો મૂકનાર દ્વારા પરત માગવામાં આવે ત્યારે ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે તુરત જ અથવા નિશ્ચિત તારીખે પરત કરવાનો વ્યવસાય. નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવી અને તેમાંથી ધિરાણ કરવું આ બે પ્રવૃત્તિઓને સામાન્ય અર્થમાં…

વધુ વાંચો >