Economics

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા : સંસ્થા, પેઢી, ઉદ્યોગ, સંગઠન કે તેવા કોઈ એકમની સમગ્ર કારીગરીનાં આયોજન, સંકલન અને નિયમનની વહીવટી પ્રક્રિયા. વિવિધ પ્રકારના એકમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે અસરકારક, સમયસર, હેતુલક્ષી અને વસ્તુનિષ્ઠ નિર્ણયો લેવા આવશ્યક હોય છે; તેના કાર્યક્ષમ અમલ માટે સંચાર કે માહિતી-વ્યવસ્થા દ્વારા કેન્દ્રીકૃત અથવા વિકેન્દ્રિત પદ્ધતિએ વહીવટ ચલાવવા માટે…

વધુ વાંચો >

કાલેકી, માઇકલ

કાલેકી, માઇકલ (જ. 22 જૂન 1899, પોલૅન્ડ; અ. 18 એપ્રિલ 1970, વૉર્સો) : પોલૅન્ડના વિખ્યાત અર્થશાસ્ત્રી. વૉર્સો શહેરના ઝેન્સ્ક પૉલિટેકનિકમાં એન્જિનિયરિંગના વિષયો સાથે અભ્યાસ કર્યો પણ ત્યાંથી પદવી પ્રાપ્ત કરે તે પહેલાં, કૌટુમ્બિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને જ અર્થશાસ્ત્રના વિષયમાં સ્વ-શિક્ષિત નિષ્ણાત બન્યા. 1929થી…

વધુ વાંચો >

કાલ્ડોર, નિકોલસ

કાલ્ડોર, નિકોલસ (જ.12 મે 1908, બુડાપેસ્ટ, હંગેરી; અ. 30 સપ્ટેમ્બર 1986, લંડન) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી અર્થશાસ્ત્રી તથા કરવેરાના નિષ્ણાત. તેમણે 1930માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ સંસ્થામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1930-47ના ગાળા દરમિયાન તે જ સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. દરમિયાન 1943-45ના બે…

વધુ વાંચો >

કાહનેમન, ડૅનિયલ

કાહનેમન, ડૅનિયલ (જ. 5 માર્ચ 1934, તેલ અવીવ; અ. 27 માર્ચ 2024) : અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ મનોવૈજ્ઞાનિક. વતન ઇઝરાયલ, પરંતુ અમેરિકન નાગરિકત્વ ધરાવનાર પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના બધા જ સિદ્ધાંતો એવા મૂળભૂત અનુમાન પર રચાયેલા હોય છે કે દરેક અર્થપરાયણ માનવી (economic man) મહત્તમ લાભ મેળવવા…

વધુ વાંચો >

કાળા બજાર

કાળા બજાર : સરકારે અથવા સરકારના અધિકૃત સત્તામંડળે ચીજવસ્તુની બાંધેલી વેચાણકિંમત કરતાં ગેરકાયદેસર રીતે વધુ કિંમતે થતા વેચાણનું બજાર. ઘણુંખરું સામાન્ય જરૂરિયાતની વસ્તુની અછતમાંથી તે સર્જાય છે. ક્યારેક આવી વસ્તુનો પુરવઠો, એટલે કે તેનો જથ્થો ઓછો હોય અને તેની સરખામણીમાં તેની માગ વધારે હોય ત્યારે અથવા ક્યારેક તેનો પુરવઠો વેચનારાઓ/વેપારીઓ…

વધુ વાંચો >

કાળે, વી. જી.

કાળે, વી. જી. (જ. 1876, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 1946) : રાષ્ટ્રવાદી અર્થશાસ્ત્રી. આખું નામ વામન ગોવિંદ કાળે. સાંગલીમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણે ખાતે પૂરું કર્યું. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(અર્થશાસ્ત્ર)ની પદવી (1905) પ્રાપ્ત કર્યા પછી સતત વીસ વર્ષ સુધી ફર્ગ્યુસન કૉલેજ, પુણે ખાતે અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે…

વધુ વાંચો >

કિડલૅન્ડ ફિન

કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…

વધુ વાંચો >

કિંમત

કિંમત (price) : ખરીદ-વેચાણમાં વસ્તુ ખરીદનારે વેચનારને વસ્તુના એકમ દીઠ ચૂકવવાની રકમ. ઉત્પાદક યા વેચનારના કારખાના યા ગોદામમાંથી વસ્તુ રવાના કરવામાં આવે અને તે ખરીદનારના ગોદામ સુધી પહોંચે તે દરમિયાન માર્ગમાં વિવિધ પ્રકારનું વધારાનું ખર્ચ કાઢે છે; જેમ કે વેચનારના સ્થળેથી નજીકના રેલવે-સ્ટેશન સુધીનું વહન-ખર્ચ, વેચનારના રેલવે-સ્ટેશનથી ખરીદનારના રેલવે-સ્ટેશન સુધીનું…

વધુ વાંચો >

કિંમત-ભેદભાવ

કિંમત-ભેદભાવ (price discrimination) : એક જ વસ્તુના એકસરખા એકમો કે એકસરખી સેવા માટે એક જ સમયે જુદા જુદા ગ્રાહકો માટે જુદી જુદી કિંમત આકારવાની ઘટના. ઘણી વખત ઇજારદાર આવકમાં વધારો કરવા કિંમતભેદભાવની નીતિનો પણ આશ્રય લે છે. કેટલાક દાખલાઓ એક જ ગ્રાહક પાસેથી વસ્તુના જુદા જુદા એકમો દીઠ જુદી જુદી…

વધુ વાંચો >

કુઝનેટ્સ સાયમન (સ્મિથ)

કુઝનેટ્સ સાયમન (સ્મિથ) (જ. 30 એપ્રિલ 1901, ખાર્કોવ, યુક્રેન, અ. 8 જુલાઈ 1985, કેમ્બ્રિજ, અમેરિકા) : નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી તથા કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ અંગે મહત્ત્વનું સંશોધન કરનાર વિશ્વવિખ્યાત નિષ્ણાત. પિતાએ 1907માં તથા પુત્ર સાયમને 1922માં અમેરિકામાં સ્થળાંતર કર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. (1923), એમ.એ.…

વધુ વાંચો >