Botany
સેજિટેરિયા
સેજિટેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એલિસ્મેટેસી કુળની બહુવર્ષાયુ જલજ પ્રજાતિ. તેનું વિતરણ મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય અમેરિકામાં થયેલું છે. જૂની દુનિયામાં બહુ ઓછી જાતિઓ થાય છે. આ પ્રજાતિ 20 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે. sagittifolia Linn. (બં. છોટો-કુટ, મુયા મુયા; અં. ઍરોહેડ) પ્રવૃંતધર…
વધુ વાંચો >સેન્કેઝિયા
સેન્કેઝિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તેની ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિ Sanchezia nobilis H. var. variegata છે. તે નાની સદાહરિત 1.5 મી. જેટલી ઊંચી ક્ષુપસ્વરૂપ વનસ્પતિ છે અને ઉદ્યાનોમાં મોટા વૃક્ષની નજીક કે બે વૃક્ષ વચ્ચે છાંયડામાં ઉગાડવામાં આવે છે. તેની શાખાઓ ચોરસ અને ગુલાબી-પીળી…
વધુ વાંચો >સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP) લખનૌ
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP), લખનૌ : ઔષધકીય અને સુવાસિત વનસ્પતિઓ ઉપર સંશોધન કરતી ભારતીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), દિલ્હીની લખનૌ ખાતે આવેલી મહત્ત્વની પેટાસંસ્થા છે. આ સંસ્થા વાનસ્પતિક સંશોધન તથા વિકાસ અને જૈવતકનિકી (biotechnology) ક્ષેત્રે નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે…
વધુ વાંચો >સેપીન્ડેસી
સેપીન્ડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરના વર્ગીકરણમાં આ કુળ ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae) શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae) અને ગોત્ર – સેપીન્ડેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ એક મોટા કુળમાં લગભગ 158 પ્રજાતિઓ અને 2230 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પ્રાથમિકપણે સર્વાનુવર્તી (pantropical) રીતે થયેલું…
વધુ વાંચો >સેપોટેસી
સેપોટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : સુપેરી (હીટરોમેરી), ગોત્ર : એબનેલ્સ, કુળ : સેપોટેસી. આ કુળમાં લગભગ 40 પ્રજાતિઓ અને 600થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે…
વધુ વાંચો >સેપોનારિયા
સેપોનારિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅરયોફાઇલેસી કુળની એક શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ભૂમધ્યસમુદ્રીય અને પશ્ચિમ એશિયાઈ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે. Saponaria calabrica Guess. (સોપવર્ટ) નાની, 25-30 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેને શિયાળામાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો નાનાં, ગુલાબી રંગનાં પરિમિત તોરા…
વધુ વાંચો >સેમીકાર્પસ
સેમીકાર્પસ : જુઓ ભિલામો.
વધુ વાંચો >સેલિસબરી રિચાર્ડ ઍન્ટૉની
સેલિસબરી, રિચાર્ડ ઍન્ટૉની (જ. 2 મે 1761, લીડ્સ, ઇંગ્લૅન્ડ; અ. 1829) : બ્રિટિશ વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ રિચાર્ડ માર્ખમ હતું. તેમના અભ્યાસમાં મદદ થઈ શકે તે માટે આર્થિક વ્યવસ્થા ઊભી કરવા તેમનું અંતિમ નામ બદલીને સેલિસબરી રાખ્યું. તેમના દાદીમાના લગ્ન દ્વારા સંબંધિત મિ’સિસ ઍના સેલિસબરી સાથે આ હક્ક કરવામાં આવ્યો…
વધુ વાંચો >સેવંતી
સેવંતી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthemum indicum L. (ગુ. ગુલદાઉદી, સેવંતી; હિં. દાઉદીમ, ગુલચીની; અં. ગોલ્ડન ક્રિસ) છે. તે નાની, બહુવર્ષાયુ, ઉન્નત, ક્ષુપસમ શાકીય 50-60 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, સુગંધિત, પક્ષવત્ વિદર (pinnati-partite) અને રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ સફેદ,…
વધુ વાંચો >સેંક્રસ
સેંક્રસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને તેની 25 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 8 અને ગુજરાતમાં 4 જાતિઓ નોંધાઈ છે. કેટલીક જાતિઓ ચારા માટે મહત્ત્વની છે. ciliaris Linn. syn. Pennisetum cenchroides A. Rich. (હિં. અંજન,…
વધુ વાંચો >