Bengali literature
કાશીરામ દાસ (સોળમી સદી)
કાશીરામ દાસ (સોળમી સદી) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ ઘણું કરીને ઓરિસામાં વર્ધમાન જિલ્લાના ઇંદરાણી પરગણામાં કાયસ્થ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કમલાકાંત ત્યાં વારસાગત મિલકત ધરાવતા હતા. પાછળથી તેઓ ઓરિસામાં સ્થાયી થયેલા. એમનાથી મોટા કૃષ્ણદાસ અને નાના ગદાધર – એમ ત્રણે ભાઈઓ કવિ હતા. મોટા ભાઈ કૃષ્ણદાસે ‘શ્રીકૃષ્ણવિલાસ’…
વધુ વાંચો >કિન્નર મધુસૂદન
કિન્નર મધુસૂદન (મધુ કહાન) (જ. 1813, ઉલુસિયા, જિ. જેસોર; અ. 1868, ક્રિષ્નનગર) : બંગાળના જેસોર જિલ્લાના ઢપગાન પ્રકારના કીર્તનના પ્રવર્તક. ઢપકીર્તન એ સૂક્ષ્મતાથી જોતાં; કીર્તન નહિ પરંતુ કીર્તનની અત્યંત નજીકનો વધારે સહેલો અને સરળ પ્રકાર છે. ઢપગાયક ગીત ગાતાં પૂર્વે, ગીતવિષયક થોડી સમજૂતી આપે છે અથવા ગીત પૂરું થયા પછી…
વધુ વાંચો >કીર્તનસંગીત
કીર્તનસંગીત : બંગાળી કાવ્યપ્રકાર. બંગાળમાં કીર્તન લોકસંગીતનો એક વિશિષ્ટ પ્રકાર છે. આધુનિક કીર્તનગીતની જન્મભૂમિ બંગાળ છે. વિદ્વાનોના મતાનુસાર છોટાનાગપુરની દ્રાવિડભાષી આદિવાસી ઓરાઓ જાતિના નૃત્યગીતના એક અંશનું નામ કીર્તન હતું. એમની અસરથી બંગાળમાં કીર્તનસંગીતનો ઉદભવ થયો હતો. કીર્તનગાન મૂળ તો પ્રેમવિષયક ગીત હતું. ચૈતન્યના આગમન પછી વૈષ્ણવ ધર્મના વ્યાપક પ્રભાવને કારણે…
વધુ વાંચો >કૃત્તિવાસ
કૃત્તિવાસ (પંદરમી સદી) : બંગાળીમાં સૌપ્રથમ રામકથા રચનાર મધ્યકાલીન કવિ. તે કૃત્તિવાસ પંડિત તરીકે ઓળખાતા. એમનો જન્મ હુગલી નદીને પૂર્વ-કિનારે ફલિયા ગામમાં થયો હતો. કૃત્તિવાસનો જન્મ થયો ત્યારે એમના દાદા ઓરિસાની યાત્રાએ જવાની તૈયારી કરતા હતા. એટલે એમણે નજીકના તીર્થસ્થળમાંનાં શિવના એક નામ પરથી બાળકનું નામ કૃત્તિવાસ રાખ્યું. એ બાળક…
વધુ વાંચો >કૃષ્ણવિજય
કૃષ્ણવિજય (પંદરમી સદી) : કૃષ્ણની લીલા પર રચાયેલું પાંચાલી પ્રકારનું સૌથી પ્રાચીન બંગાળી કાવ્ય. રચયિતા માલાધર બસુ. મહાન કૃષ્ણભક્ત ચૈતન્યદેવે પોતાના શરૂઆતના જીવનમાં આ કાવ્યનું ગાન સાંભળ્યું હતું, તે પરથી એની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. ચૈતન્યદેવ આ કાવ્યથી પૂર્ણાંશે પરિચિત હોવાથી ઓરિસ્સામાં માલાધરના પુત્રો સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે ઊર્મિવિવશ…
વધુ વાંચો >ગણદેવતા
ગણદેવતા (1942) : બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની 1966ની જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા નવલકથા. આ નવલકથામાં આધુનિક યંત્રયુગ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે ગ્રામજીવનમાં આવેલા પરિવર્તનનું યથાર્થ ચિત્રણ થયેલું છે. યંત્રો તથા મોટા ઉદ્યોગોને કારણે, ગામડાંમાં ઉત્પન્ન થતી જીવનજરૂરિયાતની વસ્તુઓ કરતાં, કારખાનાંમાં બનેલી વસ્તુઓ સસ્તી મળતી હોવાથી, ગામડાંની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગામડાંના કારીગરોની…
વધુ વાંચો >ગંગોપાધ્યાય, શ્યામલ
ગંગોપાધ્યાય, શ્યામલ (જ. 25 માર્ચ 1933, ખુલના, બાંગ્લાદેશ; અ. 24 સપ્ટેમ્બર 2001, કોલકાતા) : પ. બંગાળના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘શાહજાદા દારાશુકો’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમણે બેલૂરમાં ભઠ્ઠીના મજૂર તરીકે જીવનનો આરંભ કર્યો હતો. પછી શાળાના શિક્ષક અને પત્રકાર બન્યા. છેલ્લે એક…
વધુ વાંચો >ગંગોપાધ્યાય, સુનીલ
ગંગોપાધ્યાય, સુનીલ (જ. 7 સપ્ટેમ્બર 1934, માદરીપુર, જિ. ફરિદપુર (હાલ બાંગ્લાદેશ); અ. 23 ઑક્ટોબર 2012, કૉલકાતા) : આજના બંગાળના અત્યંત લોકપ્રિય લેખકોમાંના એક. જુદા જુદા સમયે તેમણે ‘સનાતન પાઠક’, ‘નિલાલોહિત’ અને ‘નિલ ઉપાધ્યાય’ કવિ, પત્રકાર, નવલકથાકાર, પટકથાલેખક અને નાટ્યકારની ભૂમિકા ભજવી છે. આઝાદી બાદ તેમણે બંગાળીમાં નવી સાહિત્યિક ચળવળની આગેવાની…
વધુ વાંચો >ગાંગુલી, માણિકરામ
ગાંગુલી, માણિકરામ : અઢારમી સદીના બંગાળી કવિ. એમનું ધર્મનો મહિમા કરતું ‘ધર્મમંગલ’ કાવ્ય બંગાળીનાં મંગલકાવ્યોની પરંપરામાં ઉલ્લેખનીય છે. તે અત્યંત રસપ્રદ અને વ્યંગ્યથી ભરપૂર છે. તેમાં ભૂતપૂર્વ બંગાળી કવિઓનો વ્યંગ્યાત્મક ઉલ્લેખ જોવા મળે છે. એ પરંપરાનાં કાવ્યોમાં કોઈ એક દેવના માહાત્મ્યનું કીર્તન હોય છે. જેમાં મનસા, ચંડી, દુર્ગા વગેરે મુખ્ય…
વધુ વાંચો >