Bengali literature

ઉલંગ રાજા (1971)

ઉલંગ રાજા (1971) : બંગાળી કવિ નીરેન્દ્રનાથ ચક્રવર્તી(જ. 1924)નો કાવ્યસંગ્રહ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યસંગ્રહથી તેમની કાવ્ય-કારકિર્દીમાં નવો વળાંક આવે છે. તેમની કવિતામાં સૌપ્રથમ વાર સામાજિક જાગરૂકતાનો સૂર સંભળાય છે. શીર્ષકદા કૃતિમાં પૌરાણિક વિષય-માળખું છે, પણ તેનો અર્થસંકેત આધુનિક છે. આધુનિક જગતનો અજંપો…

વધુ વાંચો >

એવમ્, ઇન્દ્રજિત (1962)

એવમ્ ઇન્દ્રજિત (1962) : આધુનિક બંગાળી નાટકકાર બાદલ સરકારનું પ્રયોગાત્મક બંગાળી નાટક. નાટકના નાયકનું સાચું નામ બિમલ છે. તે સમાજના પ્રવર્તમાન ઢાંચામાં, પોતાની જાતને ઢાળી દેવા ચાહતો નથી. નાટકના પ્રથમ ર્દશ્યમાં એ એક ઉદ્યોગપતિની ઑફિસમાં નોકરી માટે મુલાકાત આપવા જાય છે, ત્યારે એની જોડેના બીજા ઉમેદવારોનાં નામ છે અમલ, વિમલ,…

વધુ વાંચો >

કર – બિમલ

કર, બિમલ (જ. 19 સપ્ટેમ્બર 1921; અ. 26 ઑગસ્ટ, 2003, બિધાનનગર, કોલકાતા, વેસ્ટ બેંગાલ) : વિખ્યાત બંગાળી નવલિકા-લેખક અને નવલકથાકાર. બંગાળના ચોવીશ પરગણાં જિલ્લાના ટાંકી ગામમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કોલકાતામાં. બી.એસસી. થયા પછી કેટલોક સમય સૈન્યમાં અને કેટલોક સમય રેલવેમાં નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય લીધો. ‘આનંદબજાર…

વધુ વાંચો >

કર્ણ-કુંતીસંવાદ

કર્ણ-કુંતીસંવાદ (1900) : કવિવર રવીન્દ્રનાથ ટાગોરરચિત બંગાળી સંવાદ-કાવ્ય. કુંતી અર્જુનને બચાવવા કોઈ બ્રહ્માસ્ત્રની માગણી કરવા કર્ણ પાસે નથી આવતી. કુંતી આવે છે કર્ણને પોતાના પાંચ પુત્રોના જ્યેષ્ઠ ભ્રાતાનું સ્થાન સ્વીકારવાની વિનંતી કરવા. કર્ણ માતાના આહવાનને સ્વીકારતો નથી પણ પ્રાપ્ત પરિસ્થિતિને જ ઇષ્ટ ગણે છે. આ છે સંવાદનું કથાવસ્તુ. કવિએ કરેલી…

વધુ વાંચો >

કલિકાતા દર્પણ

કલિકાતા દર્પણ (1980) : કોલકાતાનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેનો બે ભાગમાં રચાયેલ બંગાળી ગ્રંથ. લેખક રાધારમણ મિત્ર. આ ગ્રંથને 1981નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં કોલકાતા શહેરની સ્થાપના અને એનો ક્રમબદ્ધ વિકાસ દર્શાવ્યાં છે. એમાં માત્ર ઐતિહાસિક વિગતો જ નથી, પરંતુ કોલકાતાના સ્વરૂપનું વારંવાર પરિવર્તન કરનાર પરિબળો…

વધુ વાંચો >

કલિકાત્તાર કાછે

કલિકાત્તાર કાછે (1957) : નાયક વિનાની બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તર-કાળના પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર ગજેન્દ્રકુમાર મિત્રને આ નવલકથા માટે 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેશના વિભાજન પછી પશ્ચિમ બંગાળમાં આવેલા નિર્વાસિતોના જીવનને તેમણે આ નવલકથામાં નિરૂપ્યું છે. ઝૂંપડાવાસીઓની દુર્દશા, એમની અનેકવિધ સમસ્યાઓ, એમની સમાજવિરોધી પ્રવૃત્તિઓ, એ બધાંનું તે…

વધુ વાંચો >

કાઝી દૌલત (સોળમી સદી)

કાઝી દૌલત (સોળમી સદી) : મધ્યકાલીન બંગાળી કવિ. આરાકાનનો રાજા નિરાશ્રિત બનીને આવેલો અને બંગાળમાં રહેલો. ઘણાં વર્ષો બંગાળમાં ગાળેલાં હોવાથી એ બંગાળી ભાષા તથા સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. એણે પોતાનું રાજ્ય ફરી જીતી લીધું. પછી ત્યાં બંગાળીને સાંસ્કૃતિક ભાષા તરીકે અપનાવી, જેને પરિણામે આરાકાનમાં બંગાળી સાહિત્યની રચના થવા લાગી.…

વધુ વાંચો >

કાઝી નજરૂલ ઇસ્લામ

કાઝી નઝરુલ ઇસ્લામ (જન્મ 24 મે 1899, ચુરુલિયા, બંગાળ પ્રેસિડેન્સી, ભારત; અ. 29 ઑગસ્ટ 1976 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ ,લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક, ફિલ્મ અભિનેતા અને સ્વાતંત્ર્યસેનાની. બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ, ભારત)ના બર્દવાન જિલ્લામાં બંગાળી મુસ્લિમ કાઝી પરિવારમાં જન્મેલા નઝરુલ ઇસ્લામના પિતાનું નામ કાઝી ફકીર અહેમદ અને…

વધુ વાંચો >

કાન્હમધુ

કાન્હમધુ (જ. 1813; અ. 1868) : બંગાળી કવિ. એમણે વૈષ્ણવ કીર્તનપદોના આધુનિકીકરણ તથા નવીનીકરણ માટે સફળ પ્રયત્ન કર્યો. એમણે મધ્યબંગાળમાં શિક્ષણ લીધું હતું. એમણે જે કૃષ્ણવિષયક પદો લખ્યાં તેમાં ઝડઝમક ર્દષ્ટિએ પડે છે. એમની ભાષા સરળ છે. પદો કીર્તનસંગીતના પ્રકારનાં છે. એમણે પદો માટે પોતે શોધેલી રાગરાગિણીઓમાં તે પદ રજૂ…

વધુ વાંચો >

કાલબેલા (1983)

કાલબેલા (1983) : જાણીતા બંગાળી નવલકથાકાર સમરેશ મજમુદારની 1984નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા.  એની વિશેષતા એ છે કે એમાં નાયક કાળ છે અને કાળ કેવી રીતે પાત્રોને અને પ્રસંગોને ઘડતો જાય છે તેનું ગતિમાન ચિત્ર કથાકારે આપ્યું છે. કાળ જ બધું કરાવે છે; એનો દોરાયો જ પુરુષ દોરવાય છે.…

વધુ વાંચો >