Ayurveda
હારિત
હારિત : આયુર્વેદાચાર્ય. પરંપરાપ્રાપ્ત માન્યતા અનુસાર આયુર્વેદનું જ્ઞાન સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજે, તેમની પાસેથી મહર્ષિ પુનર્વસુ આત્રેયે અને તેમની પાસેથી પરાશરે જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ પરાશરે અગ્નિવેશ, ભેલ, જાતૂકર્ણ, પારાશર, હારિત અને ક્ષારપાર્ણિ – એ છ શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું. આ છ શિષ્યોએ પોતપોતાના નામે સ્વતંત્ર સંહિતાગ્રંથો લખેલા; પરંતુ…
વધુ વાંચો >હિંગ
હિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અમ્બેલીફેરી) કુળની વનસ્પતિ. હિંગ Ferulaની કેટલીક જાતિઓના પ્રકંદ (rootstock) કે સોટીમૂળમાંથી મેળવવામાં આવતો શુષ્ક ક્ષીરરસ છે. હિંગ આપતી આ જાતિઓમાં Ferula foetida Regel, F. alliacea Boiss., F. rubricaulis Boiss., F. assafoetida Linn. અને F. narthex Boiss. (સં. હિંગુ, રામઠ, જંતુક; હિં. મ. બં. ક.…
વધુ વાંચો >હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ)
હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. તે પાચનની ખામીથી થતાં ખાસ કરી વાયુ અને કફદોષથી થનારાં દર્દોની સર્વાધિક લોકોપયોગી અને પ્રચલિત ઔષધિ છે. ઔષધિના સંઘટકો : આ ચૂર્ણમાં સૂંઠ, મરી, લીંડી પીપર, અજમો, સિંધાલૂણ, સફેદ જીરુ, શાહજીરુ અને સંચળ હોય છે. આ બધા 11 ભાગ અને 8મો ભાગ ઘીમાં સાંતળેલી…
વધુ વાંચો >હીમજ (બાળહરડે)
હીમજ (બાળહરડે) : મોટી પાકી હરડેનું બાલ-સ્વરૂપ – નાની કાચી હરડે. ગુજરાતના લોકો તેનો રેચ (જુલાબ) માટે ખાસ ઉપયોગ કરે છે. વિવિધભાષી નામો : સં. બાલહરીતકી; હિં. કાલી હડ, છોટી હડ, હર્ર, બાલહડ, જોંગી હડ; ગુ. હીમેજ, હીમજ, નાની હરડે, કાળી હરડે; મ. બાલહરડા; અ. હતીલજ, ઇહલીલજ, અસ્વદ; ફા. હલીલ…
વધુ વાંચો >હીરા દખણ (બિયાનો ગુંદ)
હીરા દખણ (બિયાનો ગુંદ) : બિયાના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ચીકણો રસ કે ગુંદર. તેનું સ્વરૂપ અને ગુણ ખાખરાના ગુંદની સાથે મળતાં આવે છે. વિવિધભાષી નામો : સં. વિજયસાર, બીજક નિર્યાસ; હિં. હીરાદોખી, હીરા દક્ખણ, ચિનાઈ ગોંદ; ગુ. હીરા દખણ; મ. બિબળા; ક. કેપિનહોન્ને; ફા. દમ્મુલ અખબીન; અં. મલબાર કિનો; લૅ.…
વધુ વાંચો >હીરાબોળ (રાતો બોળ)
હીરાબોળ (રાતો બોળ) : દ્વિદળી વર્ગમાં આવેલા બર્સેરેસી કુળની ગૂગળને મળતી આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Commifera mirrha (સં. બોલ, ગંધરસ, ગોપરસ; હિં. હીરાબોલ, બીજાબોલ, બોલ; મ. રક્ત્યા બોલ, બોલ; બં. ગંધરસ, ગંધબોલ; તે. વાલિન, ત્રોપોલમ્; ત. વેલ્લ, ઇંપ્પોલમ; અં. મર) છે. ઉત્પત્તિસ્થાન : હીરાબોળ પૂર્વ-ઉત્તર અમેરિકા અને સોમાલીલૅન્ડની મૂલનિવાસી…
વધુ વાંચો >હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ)
હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ) : આયુર્વેદની રસ-ઔષધિ પ્રકારની એક વિશિષ્ટ ઔષધિ. તે રસવિજ્ઞાનના અમૂલ્ય ઔષધિરત્નોમાંનું એક ઉત્તમ રત્ન છે. આ એક જ નામની ઔષધિના વિવિધ રસગ્રંથોમાં તેમાં પડનારા દ્રવ્યોના પ્રકાર અને તેમની લેવાતી માત્રાની વિવિધતાને કારણે લગભગ 10થી પણ વધુ પ્રકાર જોવા મળે છે. એકલા ‘આર્યભિષક’ ગ્રંથમાં તેના 10 પ્રકાર…
વધુ વાંચો >હેમાદ્રિ
હેમાદ્રિ : આયુર્વેદિક ટીકાકાર. આયુર્વેદના પ્રાચીનતમ સાહિત્યમાં ‘બૃહદ્ત્રયી’ ગ્રંથોમાંના એક ‘અષ્ટાંગહૃદય’(લેખક : મહર્ષિ વાગ્ભટ્ટ)ના ગ્રંથ ઉપર હેમાદ્રિએ ‘આયુર્વેદ રસાયન’ નામની સુંદર ટીકા ઈ. સ. 1271થી 1309ની વચ્ચે લખી છે. શ્રી હેમાદ્રિ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ મહા પંડિત ગણાય છે; જેમણે ઉપર્યુક્ત ટીકા ઉપરાંત ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ નામનો બીજો…
વધુ વાંચો >