Ayurveda

પંચકર્મ

પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે. (1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ,…

વધુ વાંચો >

પંચતિક્ત ઘૃત

પંચતિક્ત ઘૃત : પાંચ કડવી વનસ્પતિના રસ અથવા ઉકાળાથી સિદ્ધ કરેલું ઘી. આ પાંચ ઔષધિઓ છે : અરડૂસીનાં પાન, લીમડાની અંતરછાલ, લીમડાની ગળો, ભોરિંગણી તથા કડવા પરવળનાં પાન. આ પાંચેય ઔષધિઓને સરખા પ્રમાણમાં લઈ અધકચરી ખાંડી તેમાં ચારગણું પાણી નાખી ક્વાથ બનાવવામાં આવે છે. ક્વાથ ઊકળતાં ઊકળતાં ચોથા ભાગનો બાકી…

વધુ વાંચો >

પંચમહાભૂત સિદ્ધાંત

પંચમહાભૂત સિદ્ધાંત : આ સૃષ્ટિ(જગત)ની ઉત્પત્તિ સંબંધી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઋષિ-મુનિઓની સાંખ્ય મતાનુસાર માન્યતા. તેને આયુર્વેદના ચરક અને સુશ્રુત બંનેએ સ્વીકારેલ છે. સૃષ્ટિક્રમ : સમગ્ર સૃષ્ટિ 24 (અન્ય મતે 25) તત્વોથી બની છે. સર્વપ્રથમ પુરુષ-સંયોગી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ગુણોવાળી હોય છે. આવી…

વધુ વાંચો >

પંચામૃત-પર્પટી

પંચામૃત–પર્પટી : આયુર્વેદિક રસ-ઔષધિ. તેમાં શુદ્ધ કરેલો પારો 4 ભાગ, શુદ્ધ કરેલો ગંધક 8 ભાગ, લોહભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 1 ભાગ તથા તામ્રભસ્મ 1 ભાગ લઈ પ્રથમ લોખંડના ખરલમાં પારો અને ગંધકનો ખૂબ લસોટી કાજળ જેવું બનાવી તેમાં બાકીની ત્રણેય ભસ્મો થોડા થોડા પ્રમાણમાં નાખતા જઈ લોખંડના બત્તા વડે ખૂબ…

વધુ વાંચો >

પંચામૃત-લૌહ-ગૂગળ

પંચામૃત–લૌહ–ગૂગળ : માથા તેમજ મગજના રોગો પર વપરાતી આયુર્વેદિક ઔષધિ. તે ગોળીના સ્વરૂપમાં તૈયાર થાય છે. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, અભ્રકભસ્મ, સુવર્ણમાક્ષિકભસ્મ અને રૌપ્યભસ્મ  એ દરેક એક એક ભાગ, લૌહ ભસ્મ બે ભાગ તથા શુદ્ધ કરેલો ગૂગળ સાત ભાગ લઈ પ્રથમ પારદગંધકને લોખંડની ખરલમાં ઘૂંટી તેમાં બાકીની ભસ્મો મેળવીને ખૂબ…

વધુ વાંચો >

પંડિત કેશવદેવ

પંડિત, કેશવદેવ (જ. 1271; અ. 1309) : આયુર્વેદના વિદ્વાન ગ્રંથકાર. પંડિત કેશવદેવ વૈદ્ય હોવા ઉપરાંત દક્ષિણ ભારતના દેવગિરિના રાજાના પ્રધાન હતા. તેમનો પુત્ર બોપદેવ ‘શાર્ઙ્ગધરસંહિતા’નો પ્રખ્યાત ટીકાકાર હતો. પંડિત કેશવદેવે ‘સિદ્ધમંત્રપ્રકાશ’ નામનો એક વૈદકીય ગ્રંથ લખેલો છે. તેમાં તેમણે ઔષધદ્રવ્યોનું વર્ગીકરણ ગુણો અનુસાર કરેલું છે; જેમ કે વાતનાશક, પિત્તનાશક અને…

વધુ વાંચો >

પંડિત શિવશર્મા

પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા…

વધુ વાંચો >

પંડિત શ્રીનાથ

પંડિત, શ્રીનાથ : દક્ષિણ ભારતીય આયુર્વેદજ્ઞાતા. પંડિત શ્રીનાથનું નામ વર્તમાન પંડિત ડી. ગોપાલાચાર્લુએ કરેલ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથકર્તાઓની યાદીમાં છે. પંડિત શ્રીનાથ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથોના કર્તા હતા. તેમણે ‘રસરત્ન’ તથા ‘પરહિતસંહિતા’ (અન્ય ઇતિહાસકારના મતે ‘પારાશરસંહિતા’) નામના બે સંગ્રહગ્રંથો લખ્યા હોવાના ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ છે. પંડિત શ્રીનાથે લખેલ ‘પરહિતસંહિતા’ નામના…

વધુ વાંચો >

પાદદાહ

પાદદાહ : પગમાં દાહ/બળતરા પેદા કરતો એક પ્રકારનો વાતરોગ. વધુ પડતા ચાલવાથી (ખાસ કરીને ખુલ્લા પગે), તપીને ગરમ થયેલા રસ્તા ઉપર ચાલવાથી કે શરીરનો પિત્તદોષ વિકૃત થઈ રક્તમાં ભળી શરીરના હાથ, પગ જેવાં અંગોના અંતભાગમાં સ્થિર થતાં આ રોગ થાય છે. અહીં પગની શિરા(veins)નાં મુખ જ્યારે વાયુદોષથી અવરોધાય છે ત્યારે…

વધુ વાંચો >

પાનરવો (પાંડેરવો)

પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…

વધુ વાંચો >