Architecture

સુફલોત જેક-જર્મેઇ

સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…

વધુ વાંચો >

સુલતાન હસનની મસ્જિદ અને કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન હસનની મસ્જિદ અને કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તની જાણીતી મસ્જિદ. ક્લૌન વંશનો છેલ્લો શાસક સુલતાન હસન 1347માં ગાદીએ આવ્યો. 1351માં તેના ભાઈના તરફેણમાં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. 1354માં ફરીથી તે તખ્તનશીન થયો અને 1361માં તેનું ખૂન થયું ત્યાં સુધી ગાદીએ રહ્યો. તેની વિશાળ કબર અને મદરેસાનું સંકુલ ઇજિપ્શિયન ઇસ્લામી…

વધુ વાંચો >

સુલિવાન લુઈ હેન્રી

સુલિવાન, લુઈ હેન્રી (જ. 3 સપ્ટેમ્બર 1856, બૉસ્ટન; અ. 14 એપ્રિલ 1924, શિકાગો) : જાણીતો સ્થપતિ. આઇરિશ, સ્વિસ અને જર્મન મિશ્રિત વંશનું સંતાન. મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સ્થાપત્યનો થોડો અભ્યાસ કર્યો તે પછી 1873માં શિકાગો ગયો. ત્યાં તેણે જેન્નીની નીચે અને એક વર્ષ બાદ પૅરિસમાં વૉડ્રમર્સની નીચે કામ કર્યું. બાદ…

વધુ વાંચો >

સુલેમાન મસ્જિદ ઇસ્તંબુલ

સુલેમાન મસ્જિદ, ઇસ્તંબુલ : ઇસ્તંબુલની પ્રસિદ્ધ મસ્જિદ. 1550માં તેનું બાંધકામ શરૂ થયું. તેનો સ્થપતિ સિનાન હતો. તેણે આ મસ્જિદને પોતાનું પ્રથમ સુંદર બાંધકામ ગણાવ્યું છે. સુલેમાને તેના રહેઠાણનું સ્થળ એસ્કી-સરાઈ અને તેનો બગીચો આ મસ્જિદના બાંધકામની જગ્યા માટે ખાલી કર્યાં. બાંધકામ પૂરું થતાં સાત વર્ષ લાગ્યાં. મસ્જિદનો પ્રાર્થનાખંડ દક્ષિણની કબર…

વધુ વાંચો >

સુવર્ણમંદિર અમૃતસર

સુવર્ણમંદિર, અમૃતસર : શીખધર્મનું પવિત્ર મંદિર. પંજાબના અમૃતસરમાં તે આવેલું છે. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. અર્થાત્, ઈશ્વરનું મંદિર. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(1581-1606)ના સમયમાં 1588માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને 1601માં તે પૂરું થયું. અહમદશાહ અબદાલીએ આ મંદિર પર હુમલો કર્યો હતો તેથી 1760માં તેનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું.…

વધુ વાંચો >

સૂર્યમંદિરો

સૂર્યમંદિરો : સૂર્યદેવની મૂર્તિ ધરાવતાં, તેની પૂજા માટેનાં મંદિરો. ભારતમાં પ્રથમ સૂર્યપૂજા ઉત્તર-પશ્ચિમ ભારતમાંસપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી. ભારતમાં સૂર્યપૂજાના બે તબક્કા જણાય છે : પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી. બીજા તબક્કામાં ઈરાનની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય…

વધુ વાંચો >

સોનકંસારીનાં મંદિરો

સોનકંસારીનાં મંદિરો : મૈત્રક-સૈંધવ કાલના ગુજરાતનાં મંદિરો. જામનગર જિલ્લામાં આવેલ ઘૂમલીમાં પ્રાચીન સમયમાં સૈંધવ રાજાઓ અને જેઠવા રાજાએ શાસન કર્યું હતું. અહીંના ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસારી નામના તળાવના કાંઠે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. અહીં આવેલાં મંદિરો પૈકી મંદિર નં. 1, 2, 3, 4, 5 અને…

વધુ વાંચો >

સ્ટકો

સ્ટકો : શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. પથ્થર અથવા માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવે તેને સ્ટકો (Stucco) કહે છે. આ પ્રકારની મૂર્તિઓને ‘પ્રસ્તર’ મૂર્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટકો શબ્દ ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં 18મી સદીમાં પ્રચલિત થયો. વાસ્તવમાં સ્ટકોની પદ્ધતિ પ્રાચીન રોમનોએ છતના અલંકરણ…

વધુ વાંચો >

સ્તંભાકાર સંરચના

સ્તંભાકાર સંરચના : જુઓ સાંધા.

વધુ વાંચો >

સ્તૂપ

સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…

વધુ વાંચો >