Anthropology
લૅંગરહાન્સ, પોલ
લૅંગરહાન્સ, પોલ (જ. 25 જુલાઈ 1847, બર્લિન; અ. 20 જુલાઈ 1888, ફન્શલ, મૅડિરા) : જર્મન રુગ્ણવિદ્યાકીય શરીરરચના-વિદ્યા(pathological anatomy)ના વિદ્વાન. તેમના નામની સાથે અધિત્વચા(epidermis)નાં લૅંગરહાન્સના કોષો, સ્વાદુપિંડમાં આવેલા લૅંગરહાન્સના કોષદ્વીપો (islets), ઇન્સ્યુલિનનું વધુ ઉત્પાદન કરતી તે જ કોષોમાં થતી લૅંગરહાન્સ ગ્રંથિઅર્બુદ (adenoma) નામની ગાંઠ (કે જેને અલ્પમધુલકાર્બુદ કે ઇન્સ્યુલિનાર્બુદ (insulinoma) પણ…
વધુ વાંચો >લોઈ, રૉબર્ટ એચ.
લોઈ, રૉબર્ટ એચ. (જ. 12 જૂન 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 21 સપ્ટેમ્બર 1957, યુ.એસ.) : અમેરિકન માનવશાસ્ત્રી. તેમણે આધુનિક માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ મૂળે જર્મન હંગેરિયન કુટુંબના યહૂદી હતા. તેમની 10 વર્ષની ઉંમરે 1893માં તેમનું કુટુંબ સ્થળાંતર કરીને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં જર્મન લત્તામાં સ્થાયી થયું હતું. 1901માં…
વધુ વાંચો >વશ (જાતિ)
વશ (જાતિ) : વેદોના સમયની વશ નામની, પ્રાચીનતમ જાતિઓમાંની એક. કુરુઓએ વશો, પાંચાલો તથા ઉશિનારા જાતિના લોકો સાથે મધ્યદેશ કબજે કર્યો હતો. તેઓ સૌ ત્યાં રહેતા હતા. ‘ગોપથ બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે વશો અને ઉશિનારા સંયુક્ત તથા ઉત્તરના લોકો હતા. ‘કૌશિતકી ઉપનિષદ’માં વશ જાતિના લોકોને મત્સ્યો સાથે પણ જોડવામાં આવ્યા છે.…
વધુ વાંચો >વાઇકિંગ
વાઇકિંગ : ઉત્તર યુરોપીય વિસ્તાર સ્કૅન્ડિનેવિયાના આઠમીથી દસમી સદી દરમિયાન આક્રમક સમુદ્રી ચડાઈઓ કરનારા અને લૂંટફાટ કરનારા લોકો. ગુજરાતમાં પ્રચલિત ચાંચિયા સાથે તેમનું સામ્ય જોઈ શકાય. સ્કૅન્ડિનેવિયા ભૌગોલિક વિસ્તાર છે; જેમાં ઉત્તર યુરોપીય વિસ્તારમાં આવેલા સ્વીડન, નૉર્વે, ડેન્માર્ક, આઇસલૅન્ડ અને તેમના વિસ્તારના ટાપુઓનો સમાવેશ થાય છે. સ્કૅન્ડિનેવિયનો પશ્ચિમ ઇંગ્લૅન્ડમાં વસ્યા…
વધુ વાંચો >વારમ્બંગલ હારમાળા
વારમ્બંગલ હારમાળા : પૂર્વ ઑસ્ટ્રેલિયાની લિવરપુલ હારમાળામાંથી વાયવ્ય તરફ વિસ્તરેલી, આશરે 150 કિમી. લાંબી, ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તેના પશ્ચિમ છેડે, કૂનબારાબ્રાન નજીક, આજથી આશરે 1.4 કરોડ વર્ષ અગાઉ થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોને કારણે તે બનેલી, પરંતુ આજે તો તેના ઘસાયેલા અવશેષો માત્ર જોવા મળે છે. આજે જે અવશેષો જોવા મળે છે…
વધુ વાંચો >વારલી
વારલી : એક આદિવાસી જાતિ. અનેક વિદ્વાનોએ વારલી જાતિના મૂળ વતન વિશે અનુમાનો કર્યા છે. જેમના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમનો કોઈ ઇતિહાસ નથી. બૉમ્બે ગૅઝેટિયરની નોંધ પ્રમાણે વારલીઓ મૂળ દક્ષિણ ભારતના કોંકણ તરફના વતનીઓ છે. ચૌદમી અથવા પંદરમી સદીમાં દખ્ખણમાંથી ફિરંગીઓને કારણે, કુદરતી કોપને કારણે, મરાઠાઓની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓના…
વધુ વાંચો >વિદ્યાર્થી, એલ. પી.
વિદ્યાર્થી, એલ. પી. (જ. 28 ફેબ્રુઆરી 1931, જિ. પટણા; અ. 1 ડિસેમ્બર 1985) : ભારતના એક પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. તેમણે ગયાની રાજેન્દ્ર વિદ્યાલય હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1946માં મૅટ્રિક્યુલેશનની તથા 1950માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1953માં લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતકમાં પ્રથમ આવવા બદલ તેમને ઇન્દ્રજિતસિંગ ગોલ્ડ મેડલ મળ્યો…
વધુ વાંચો >વેરિયર, એલ્વિન (Verrier Elwin)
વેરિયર, એલ્વિન (Verrier Elwin) (જ. 29 ઑગસ્ટ 1902, ડોવર, ઇંગ્લૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1964, નવી દિલ્હી) : ભારતની સ્વતંત્રતાની લડતના સક્રિય કાર્યકર, નૃવંશશાસ્ત્રી અને ભારતના આદિવાસીઓની જીવનપ્રણાલીના અઠંગ અભ્યાસી. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા પાદરી હતા. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને ધર્મવિજ્ઞાન આ બંને…
વધુ વાંચો >વૉરબર્ગ, ઑટો (Warburg Otto)
વૉરબર્ગ, ઑટો (Warburg Otto) (જ. 8 ઑક્ટોબર 1883, ફ્રેલ્બર્ગ, જર્મની; અ. 1 ઑગસ્ટ, 1970) : સન 1931ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. શ્વસનક્રિયા સંબંધિત ઉત્સેચકો તથા ગુણધર્મો અને ક્રિયાપદ્ધતિ અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા ભૌતિકવિદ્યાના અભ્યાસી હતા. તેમણે 1906માં બર્લિનમાં ડૉક્ટર ઑવ્ કેમિસ્ટ્રીની ઉપાધિ મેળવી…
વધુ વાંચો >શિગ્રુ (જાતિ)
શિગ્રુ (જાતિ) : ઋગ્વેદના સમયની એક જાતિ. ઋગ્વેદમાં દશરાગ્ન અથવા તો દશ રાજાઓની લડાઈ વિશેની માહિતી આપવામાં આવી છે. આ લડાઈમાં જુદી જુદી જાતિના લોકોએ ભાગ લીધો હતો. સુદાસ ત્રિત્સુ કુળનો ભરત જાતિનો રાજા હતો. તેનું રાજ્ય બ્રહ્માવર્તમાં હતું. પરુષ્ણી (આધુનિક રાવિ) નદી પરના ખૂનખાર જંગમાં ભરતો જીત્યા. રાજા સુદાસ…
વધુ વાંચો >