Allopathy
મોઢું આવવું
મોઢું આવવું : જુઓ, મુખશોથ.
વધુ વાંચો >મોતિયો (cataract)
મોતિયો (cataract) : આંખમાંના નેત્રમણિનું દેખાતું બંધ થાય તે હદે અપારદર્શક થવું તે. નેત્રમણિ પારદર્શક હોય છે. તે જ્યારે અપારદર્શક બને ત્યારે તેને નેત્રમૌક્તિક (મોતિયો, cataract) કહે છે. મોટેભાગે તે મોટી ઉંમરે ધીમે ધીમે વધીને ર્દષ્ટિમાં ઘટાડો કરે છે. મધુપ્રમેહ, આંખને ઈજા કે તેની અંદરની કેટલીક સંરચનાઓમાં શોથવિકાર (inflammation) થાય…
વધુ વાંચો >મોદી, જેસિંગ પી.
મોદી, જેસિંગ પી. (જ. 18 જૂન 1875; અ. 19 જૂન 1954) : તબીબી શિક્ષણ, તબીબી ન્યાયવિદ્યા અને વિષવિદ્યા(toxicology)ના નિષ્ણાત. તેમણે તબીબી શિક્ષણ, શસ્ત્રક્રિયા તથા તબીબી ન્યાયવિદ્યા (medical jurisprudence), મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા તથા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનમાં પ્રદાન કરીને એક ગુજરાતી તરીકે ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ…
વધુ વાંચો >મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ
મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ (Moniz, Antonio Caetano De Abrev Freire Egas) (જ. 29 નવેમ્બર, 1874, એવેન્કા, પૉર્ટુગલ; અ. 13 ડિસેમ્બર 1955, લિસ્બન) : સન 1949ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા. તેમને તીવ્ર મનોવિકારના દર્દીને તેના મગજમાંના શ્વેતદ્રવ્યને કાપીને દૂર કરવાની શસ્ત્રક્રિયા…
વધુ વાંચો >મૉનો ઝાક
મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને…
વધુ વાંચો >મૉર્ગન, થૉમસ હન્ટ
મૉર્ગન, થૉમસ હન્ટ (જ. 25 સપ્ટેમ્બર 1866, કેન્ટુકી, યુ.એસ.; અ. 4 ડિસેમ્બર 1945) : મેન્ડેલે-પ્રતિપાદિત આનુવંશિકતા-(heredity)ના સિદ્ધાંતોનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા ઉપરાંત, આધુનિક જનીનવિજ્ઞાન(genetics)નો પાયો નાંખનાર પ્રખર વિજ્ઞાની. તેમણે ડ્રૉસૉફાઇલા મેલાનોગાસ્ટર નામે ઓળખાતી ફળમાખી(fruit fly)ના રંગસૂત્ર પર આવેલાં જનીનોનું અવલોકન અનેક પેઢીઓ સુધી કર્યું. જનીનો સજીવોનાં લક્ષણોના સંચારણમાં પાયાના એકમો છે…
વધુ વાંચો >મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન
મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન (જ. 9 ઑગસ્ટ 1819; અ. 15 જુલાઈ 1868, ન્યૂયૉર્ક) : શસ્ત્રક્રિયામાં દરદીને સંવેદના બહેરી કરવા ઈથરનો પ્રથમ પ્રયોગ કરનાર અમેરિકાના દંતચિકિત્સક. તેમનો જન્મ મૅસેચૂસેટ્સ રાજ્યના કાર્લટન ખાતે એક સાધનસંપન્ન ખેડૂત અને દુકાન ધરાવનારના કુટુંબમાં થયો હતો. તેમણે સામાન્ય શાલેય શિક્ષણ નૉર્થ-ફીલ્ડ એકૅડેમીમાંથી પ્રાપ્ત કર્યું. 1840માં અમેરિકાની…
વધુ વાંચો >મૉર્ફિન (આયુર્વિજ્ઞાન)
મૉર્ફિન (આયુર્વિજ્ઞાન) : અફીણ-જૂથની પીડાશામક દવા. (જુઓ અફીણ). હૃદયના સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જવાથી હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્-સ્નાયુ-પ્રણાશ (myocardial infarction) અથવા સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો કહે છે. તેમાં થતી પીડાના શમન માટે મૉર્ફિન પ્રથમ પસંદગીની દવા છે. હૃદયનું ડાબું ક્ષેપક જ્યારે ક્રિયાનિષ્ફળતા પામે ત્યારે…
વધુ વાંચો >યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…
વધુ વાંચો >યકૃત અર્બુદ
યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ
વધુ વાંચો >