Allopathy
જૈવ-ઇજનેરી ઉપકરણન
જૈવ-ઇજનેરી ઉપકરણન : (biomedical instrumentation) રોગનાં નિદાન અને સારવાર માટે વપરાતાં ભૌતિક સાધનો અને યંત્રો સંબંધિત અભ્યાસ. પુરાતન કાળમાં વૈદ્યો તબીબો પોતાના સાદાં ઓજારો સોય, ચપ્પુ વગેરે બનાવવા માટે ગામના કારીગરોની સહાય લેતા થયા, ત્યારથી આયુર્વિજ્ઞાન અને તકનીકી વિદ્યા (technology) વચ્ચે સહકારનાં મંડાણ થયાં. સમય જતાં તબીબી ઓજારો વધુ જટિલ,…
વધુ વાંચો >જૈવિક અંકશાસ્ત્ર (vital statistics)
જૈવિક અંકશાસ્ત્ર (vital statistics) : જન્મ, મૃત્યુ વગેરે જીવનના અગત્યના બનાવોની માહિતીનું એકત્રીકરણ અને અર્થઘટન કરતી વિદ્યાશાખા. વસ્તીગણતરી (census) – એ લગભગ દશકા પછી થતી સમયાંતરિત પ્રક્રિયા છે; જ્યારે જન્મનોંધણી, મૃત્યુનોંધણી વગેરે વિવિધ પ્રકારની નોંધણીઓ વસ્તીઆલેખન(demographic)ના કાર્યને સરળ, ચોક્કસ, સંપૂર્ણ અને વિશ્વસનીય બનાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જૈવિક પ્રસંગો(vital events)ની…
વધુ વાંચો >જૉન્સ, જ્યૉર્જિના સીજર
જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની…
વધુ વાંચો >જ્ઞાનેન્દ્રિયો
જ્ઞાનેન્દ્રિયો : જુઓ વિશિષ્ટ ઇન્દ્રિયો
વધુ વાંચો >જ્વર (આયુર્વિજ્ઞાન)
જ્વર (આયુર્વિજ્ઞાન) : તાવ આવવો તે શરીરના રોજના સામાન્ય તાપમાનમાં થતા ફેરફારોથી તાપમાનના પ્રમાણમાં વધારો થવો તે. દર્દીઓની સૌથી વધુ તકલીફોમાંની તે એક છે. મોટા ભાગના દર્દીઓમાં તે કોઈ ચેપ(infection)ને કારણે હોય છે અને તેમાં પણ વિષાણુજન્ય (viral) ચેપ સૌથી મોખરે હોય છે અને તેથી ઘણા કિસ્સાઓમાં તે જાતે શમી…
વધુ વાંચો >જ્વર, અજ્ઞાતમૂલ
જ્વર, અજ્ઞાતમૂલ : જુઓ, જ્વર (આયુર્વિજ્ઞાન).
વધુ વાંચો >જ્વર-ઉગ્ર રુમેટિક
જ્વર-ઉગ્ર રુમેટિક (acute rheumatic fever) : સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ નામના જીવાણુની ચોક્કસ જાતના ચેપ દ્વારા ઉત્તેજિત થયેલી પોતાની જ પેશીની સામેની ઍલર્જીથી થતો રોગ, પોતાના કોષો સામેની ઍલર્જીને પ્રતિ-સ્વઍલર્જી (autoallergy) કહે છે. બીટા હીમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જીવાણુથી જ્યારે ચેપ લાગે ત્યારે તેની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો વ્યક્તિની પોતાની…
વધુ વાંચો >જ્વર, ડેન્ગ્યૂ
જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો…
વધુ વાંચો >ઝામર
ઝામર (glaucoma) : આંખમાંના પ્રવાહીના દબાણમાં વધારો થવાથી થતો વિકાર. આંખમાંના પ્રવાહીના દબાણને અંતર્નેત્રીય દાબ (intraocular pressure – IOP) કહે છે. તેને કારણે ર્દષ્ટિપટલ(retina)ને નુકસાન થાય ત્યારે ર્દષ્ટિની તીવ્રતા ઘટે છે અને ક્યારેક અંધાપો આવે છે. ઝામરના વિવિધ પ્રકારોને સારણી 1માં દર્શાવ્યા છે. 40 વર્ષથી વધુ ઉંમરની 1 % વ્યક્તિઓમાં…
વધુ વાંચો >ઝેરકોચલાં
ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે. તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…
વધુ વાંચો >