Allopathy
કમળો – નવજાત શિશુનો
કમળો, નવજાત શિશુનો : નવા જન્મેલા શિશુને થતો કમળો. જ્યારે લોહીની અંદર પિત્તવર્ણક (bilirubin) નામના પીળા રંગના વર્ણકદ્રવ્ય(pigment)નું પ્રમાણ વધવા માંડે ત્યારે તેને અતિબિલીરુબિનરુધિરતા અથવા અતિપિત્તવર્ણકરુધિરતા (hyperbilirubinaemia) કહે છે. આવા શિશુના આંખના ડોળાનો સફેદ ભાગ (sclera), ચામડી, શ્લેષ્મકલા (mucosa) વર્ણકદ્રવ્યને કારણે પીળાં થાય ત્યારે તેને કમળો અથવા પીળિયો (jaundice) કહે…
વધુ વાંચો >કરુણા-મૃત્યુ
કરુણા-મૃત્યુ (euthanasia) : કષ્ટ વિનાનું મોત નિપજાવવું તે. અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ પર દયા લાવીને તેનું વહેલું મૃત્યુ નિપજાવવું તે. તે માટે દવાની મદદ કે અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે. એક વ્યક્તિનું આયુષ્ય તથા તેની પીડાનો આંક નક્કી કરવો અન્ય વ્યક્તિ માટે શક્ય ગણાતો નથી. વળી ઘણી વખત લાંબા સમયની…
વધુ વાંચો >કર્ણ : જુઓ કાન
કર્ણ : જુઓ કાન.
વધુ વાંચો >કર્ણકપટલ-છિદ્ર
કર્ણકપટલ-છિદ્ર (atrial septal defect) : હૃદયના ઉપલા ખંડો (કર્ણક, atria) વચ્ચેના પડદામાં કાણું થવાથી થતો રોગ. તે ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસમાં ઉદભવતી ખામીને કારણે થતો જન્મજાત (congenital) રોગ છે, જેનાં લક્ષણો મોટી ઉંમરે જોવા મળે છે. ડાબા કર્ણક અને જમણા કર્ણક વચ્ચેના પડદામાં કાણું હોવાથી ડાબા કર્ણકમાંનું ઑક્સિજનયુક્ત લોહી જમણા કર્ણકમાંના…
વધુ વાંચો >કર્ણઘંટડીનાદ
કર્ણઘંટડીનાદ (tinnitus) : અવાજ ઉત્પન્ન ન થતો હોય તોપણ કાનમાં કે માથામાં તમરાં જેવો અવાજ સંભળાતો હોય તેવી સંવેદના (sensation). દરેક વ્યક્તિ જ્યારે કાન બંધ કરે ત્યારે થોડો અવાજ તો સાંભળે છે, પરંતુ તેનાથી ટેવાઈ જવાથી તેની અવગણના કરવામાં આવે છે. તે અવાજનો મનોભ્રમ (hallucination) નથી હોતો. મોટે-ભાગે તે વ્યક્તિગત…
વધુ વાંચો >કર્ણદર્શક
કર્ણદર્શક (otoscope) : બાહ્ય કાનના ભાગો કે કાનના પડદા(કર્ણપટલ, tympanic membrane)માં કાણું હોય ત્યારે મધ્યકર્ણના ભાગોનું નિરીક્ષણ કરવા માટેનું સાધન. તેને કર્ણાન્ત:દર્શક પણ કહે છે. તેના વડે કાનની બહારની નળી, કર્ણપટલ (કર્ણઢોલ) કે કર્ણપટલમાં કાણું હોય તો મધ્યકર્ણની શ્લેષ્મકલા (mucosa) તથા કર્ણઅસ્થિઓના ભાગ જોઈ શકાય છે. અકબંધ કર્ણપટલમાંથી પણ એરણ-પેંગડું…
વધુ વાંચો >કર્ણપટલ
કર્ણપટલ (tympanic membrane) : બાહ્ય કાનની નળીના અંદરના છેડે આવેલો કાનનો પડદો. તેને કર્ણઢોલ પણ કહે છે. તે બાહ્યકર્ણનળી (external auditory meatus) અને મધ્યકર્ણને અલગ પાડે છે. (જુઓ કાન તથા આકૃતિ). તેમાં 3 પડ હોય છે. બહારનું પડ અધિચ્છદ(epithelium)નું બનેલું હોય છે અને તે કાનની બહારની નળીના અધિચ્છદ સાથે સળંગ…
વધુ વાંચો >કર્ણમૂલશોથ
કર્ણમૂલશોથ (mastoiditis) : કાનની પાછળના ભાગમાં આવેલા શંખાસ્થિ(temporal bone)ના કર્ણમૂલ (mastoid process) નામના પ્રવર્ધમાં ચેપ લાગવો તે. જ્યારે ઉગ્ર મધ્યકર્ણશોથ(acute otitis media)ની સારવાર અપૂરતી થઈ હોય અને તે મટ્યો ન હોય ત્યારે લગભગ 3થી 4 અઠવાડિયાં બાદ દર્દીને કાનની અંદર અને મુખ્યત્વે પાછલા ભાગમાં ફરીથી સખત દુખાવો થાય છે અને…
વધુ વાંચો >કર્ણમેલ
કર્ણમેલ (ear wax) : કાનની બહારની નળીમાં કર્ણતેલ (cerumen) અને પ્રસ્વેદનું જામી જવું તે. બાહ્ય કર્ણનળીમાં આવેલી કર્ણતેલ ગ્રંથિઓ (ceruminous glands) સતત કર્ણતેલ ઉત્પન્ન કરે છે. કર્ણતેલ બહારની બાજુ વહે છે. કર્ણતેલ તથા પ્રસ્વેદ કર્ણનળીના સતત બદલાતા રહેતા અધિચ્છદ(epithelium)ની સાથે આપમેળે પોપડાના રૂપમાં બહાર આવે છે. ચાવતી કે બોલતી વખતે…
વધુ વાંચો >કર્ણશોથ
કર્ણશોથ (otitis) : કાનમાં ચેપ લાગવાથી થતો રોગ. જીવાણુ કે ફૂગના ચેપથી કાનમાં સોજો અને દુખાવો થાય છે અને તે ભાગ લાલ થાય છે. તેને કાનનો શોથ (inflammation) અથવા કર્ણશોથ કહે છે. કાનના ત્રણ ભાગ છે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. તે પ્રમાણે કર્ણશોથ પણ ત્રણ પ્રકારના છે. બાહ્યકર્ણશોથ (otitis externa)…
વધુ વાંચો >